________________
બીજી શ્રેણીઃ પુ. ૬
નન્દ, આ બધું સાંભળી રહ્યો. માથા પર જાણે અકાળે વિજળી પડતી હોય તે રીતે અકથ્ય વેદનાનાં ગંભીર વતુલે એનાં મુખ પર ફરી વળ્યાં. સાંભળતાં સાંભળતાં એનાં હદયે કારી ઘાની વ્યથા અનુભવી. મૂંઝવણને મહેરામણ એને ક્ષણવાર મૂંઝવી રહ્યો. ક્ષણવાર એ વિચારમગ્ન બન્યો. ધીરે રહી એણે, પોતાના રાજકર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપેઃ “ મગધના સર્વસત્તાધીશની હામે બળવે અને તે એના વિશ્વસનીય રાજ્યમંત્રી મુત્સદ્દો કહ૫કના ષડયંત્રદ્વારા, જાઓ! મારા વફાદાર સેવકે ! મંત્રીશ્વરના ઘેર શસ્ત્રસામગ્રી તૈયાર થતી જોવાય તે તેના સમાચાર મને તાબડતોબ આપે ! ”
મહારાજાના શબ્દ આકાશમાં ઘુમરીઓ લેતા, આસપાસ ફરી વળ્યા. મગધની સત્તાના પાયા હચમચી ઉઠતા હોય તેટલી જ અધીરાઈ નદના આ શબ્દોમાં પ્રગટ થતી જણાઈ. આદેશ ને માથે ચઢાવી • પાટલીપુત્રના રાજ્યકર્મચારીઓ કલ૫કના આવાસ ભણે વિદાય થયા.
કપક મંત્રી હતા. છતાં સત્તાને મદ એને હજુ સુધી મૂંઝવી શકયે ન હતા. ધીરતાની સાથે સત્તાને પચાવી લેવાનું અખૂટ આત્મસામર્થ્ય એને વર્યું હતું. એને ત્યાં મગધના સમગ્ર રાજ્યશાસનનો કારભાર ચાલતે હતું. રાજ્યસત્તાનો છેલામાં છેલ્લો દર કલપકના હાથમાં હતે. કપક પૂર્ણ સાવધ હતે. શુભ કે અશુભ પાપ કે પુણ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com