________________
બીજી શ્રેણી પુ. ૬
ત્યાંસુધી પણ સવચ્છ વૃત્તિના મહામંત્રી, માયાવી માણસની આ રમતને ન ઓળખી શકયા.
કારણ કે નિર્મળ હદયના માન અવશ્ય નિશ્ચિત હોય છે. જ્યારે પાપાત્માઓ ચેમેરથી શંકિત હોય છે.
એ પણ અવસર ફરી આવ્યો.
નન્દના મહામંત્રીપદનું ગૌરવભર્યું માન મેળવનાર કલ્પક પર રાજ્યદ્રોહને ભયંકર ગુહનો સાબીત થઈ ગયે. ન્યા ચ ની અદાલતે કેવળ ન્યા ચ નું ના ટક ભજવી લીધું. અને કલાકને તેના ગુના બદલ શિક્ષા ફરમાવી કે, “નન્દના દુશ્મને સાથે ભળી, મગધની સત્તાને સર્વનાશ કરવાનું છૂપું કાવત્રુ રચવાના ગુનેગાર ક૯૫કને, તેના કુટુંબ પરિવાર સહિત અંધારા કારાવાસમાં જીવનપર્યત ધકેલી દેવામાં આવે છે.”
સત્તાનો અમલ તરત જ શરૂ થયે. નિર્દોષ કલપક, તેના કુટુંબ પરિવારની સાથે પાટલીપુત્રની કેઈક અંધારઘેરી ઉંધ કોટડીમાં પોતાનું જીવન પુરું કરવાની સ્થિતિમાં મૂકાયે. પુણય-પાપની લીલી-સુકીએ મંત્રીશ્વર કલપકના જીવનમાં આમ તખ્તાપરના નાટકની જેમ અનેક સીન–સીનેરીઓ ઉભી કરી દીધી. જૈનદર્શનના કર્મવાદના તત્વજ્ઞાનનું અમીપાન કરનાર તેણે આ વિપત્તિ સમભાવે સહી લેવાને નિશ્ચય કર્યો.
કર્મો ઘડી સગ-વિયેગેની ઈચ્છાનિષ્ટ પ્રસંગેની આ બધી વિચિત્ર લીલાઓમાં એ ઘડાઈ ગયો હતે. આથી આ અણધારી આપત્તિએ એના આત્માને કાબૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com