Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 23
________________ બીજી શ્રેણી પુ: ૬ ૨૧ નદનાં હદયમાં કલ્પક પ્રત્યેને અવિશ્વાસ પેદા કરવામાં આમ એક વેળા તે લોકો ફાવી ગયાં. એ હવે સામાન્ય પ્રસંગ. કલ્પને જે બનાવની પાછળના આ વિકૃત વાતાવરણની સામાન્ય ગંધ પણ ન હતી. તે બનાવને એના જૂના રાજ્યમંત્રીએ કઈ નવા જ રૂપે મહારાજા નન્દના રાજયકારણમાં વહેતે મૂક્યા. એ બનાવની ટુંક હકીક્ત આ મુજબની હતી. ક૯પકને ઘેર એના હેટા પુત્રના લગ્નને પ્રસંગ હતું. આ પ્રસંગને ઉજવવાને સારૂ કપકે પિતાને આંગણે છાજતી સઘળી તૈયારીઓ કરી હતી. મહારાજા નન્દને પિતાને ઘેર આમંત્રણ આપી, સારાં સારાં શસ્ત્રો તેને ભેટ ધરવાની તેની ઈચ્છા હતી. આ માટે નવા નવાં શસે તેણે તયાર કરાવવા માંડ્યાં. ક૯૫કના ઘેર આ રીતે નવાં શસ્ત્ર વિપુલ પ્રમાણમાં તૈયાર થઈ રહ્યા છે”—એ હકીકત તેના છિદ્રાવેષી અધિકારી વર્ગના કાને અથડાવા લાગી, એટલે આ અસંતુષ્ટ માનોએ પિતાની મલિન વૃત્તિનાં પાપને ઉભા કરી, મહારાજા નન્દને ભંભેરવાનું કાર્ય આરંભી દીધું. કલ્પકના આવવા પછી, જેનું મંત્રીપદ ચાલ્યું ગયું હતું તે જૂના મંત્રીએ એક અવસરે મહારાજા નદની આગળ ગણગણાટ શરૂ કર્યો. મહારાજા નઃ સાવધ બનીને એને પૂછયું, જવાબમાં એ અપમાનિત માનવે જણાવ્યું રાજન ! આપ અમારા શિરતાજ છે. અમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44