________________
૨૨
જૈન વિદ્યાથી ગ્રંથમાળા
પર આપની કરૂણાદષ્ટિ એ જેમ આપનો ઉચિત આચાર છે તેમ સેવક તરીકે આપના હિતની ચિંતા રાખવી એ અમારી ફરજ છે, માટે જ આપને હું ચેતવું છું કે આ મુત્સદ્દી કલપકથી સાવચેત રહેજે !”
નન્દના હૈયામાં ધીમું ઝેર રેડવાની દુષ્ટતાથી તે આ બધું બોલી રહ્યો હતે. કાંઈક સંદિગ્ધ હૃદયના નન્દને વધુ હેકાવવા તેણે ફરી ઝેર પીરસવા માંડયું: “પ્રભે! આપની સમક્ષ જુઠું બોલવાની અમારે કાંઈ જરૂર નથી. આપના જૂના સેવક તરીકે આપના હિતની રક્ષા એ જ અમારા પ્રત્યેક શ્વાસોશ્વાસની સાથે ચૂંટાયેલા પ્રાણ છે. આથી કલ્પકનાં કાળાં કામની જાણ કરાવવી એ અમારી પહેલી ફરજ છે. એ ફરજ બજાવ્યાને આજે અમને આનન્દ છે.”
નન્દના હૈયામાં, આ ખટપટી અમાત્યે કાળકૂટ ઝેર આમ સરળતાથી રેડી દીધું. મગધને સત્તાધીશ કાચા કાનને હતા. એણે આ બધી વાતમાં રસ પડવા લાગ્યો. નન્દની માનસિક સ્થિતિ ડામાડેળ થવા લાગી. આ જૂના ખટપટી માણસોએ ફરી એક વાર અવસર મેળવી નન્દના સાન વિનાના હદયના શલ્યને વધુ સ્થિર કરવા કહ્યું.
મહારાજા! પ્રપંચી ક૯૫કના છળની ખાતરી કરવી હોય તે આ૫ તપાસ કરાવે છે, એના ઘરમાં શી ખટપટે ચાલી રહી છે ? આપના રાજતંત્રમાં બળ જગાડવા માટે એણે છૂપી રીતે શસસામગ્રી તૈયાર કરાવવા માંડી છે. આપના રાજ્યના વફાદાર જૂના માયુસ તરીકે અમારી ફરજ હમજી આ બધી હકીક્ત અમે જણાવી છે. જે
ગ્ય લાગે તે કરવાને આ૫ અધિકારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com