________________
૧૨
જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા
બદલાતી જતી–પલટાતી જતી દિશા માટે ઘડીભર એનું હૃદય પણ સંભના આઘાત-પ્રત્યાઘાત અનુભવતું. એના સંસારપ્રવેશનાં જીવનની પૂર્વ ઘટના આમ બની ગઈ.
એની પાડેશમાં એક બ્રાહ્મણનું ઘર હતું. એ બ્રાહ્મણને એકની એક રૂપવતી દીકરી જ્યાં ચોવનના ઊંબરે પગ મૂકવાની સ્થિતિમાં આવી તે અવસરે તે જળદરના રોગથી પીડિત બની. મોટા પેટવાળી તે બ્રાહ્મણ કન્યા ચાલી શકવાને માટે કે ધરતી પર પગ મૂકવાને માટે તદ્દન લાચાર હતી. કન્યાને પિતા કિરીના આ દુઃખથી દુખિત બન્યા. દિન-પરદિન કન્યાનું વય વધતું ચાલ્યું. શહેરમાં બ્રાહ્મણની આ રેગપીડિત કન્યાને હાથ ગ્રહણ કરવાને કઈ ઈચ્છતું ન હતું. તેના બાપની ચિતા આ રીતે વધતી ચાલી.
કલ્પકની ભદ્રિતાને લાભ લેવાની મુત્સદિતા, કન્યાના પિતાના હૃદયમાં એક વેળાયે ઘોવા લાગી. મુત્સદ્દી માન ભલભલા ચતુર માણસોની હશિયારીને કકળા છળી જાય છે. મુત્સદ્દીતાનાં ક્ષણે ક્ષણે પલટાતાં માયાવી રંગે સહૃદય માનની સરળ ચક્ષુદ્વારા નથી આવી શકતા.
એક દિવસે કલપક જ્યારે તે રસ્તેથી પસાર થતો હતે ત્યારે તે બ્રાહ્મણે, પિતાની કન્યાને બાજુના એક ઊંડા ખોદી રાખેલા ખાડામાં ધકેલી દીધી અને એકદમ મટે સ્વરે, મૂઝ વ ણ માં મૂકાયેલા હેયે ગ મ રાઈને એણે બૂમાબૂમ કરી કહ્યું“અરે ! મારી દીકરી ખાડામાં પડી ગઈ છે. કેઈ આવી એને કહે, જે કાઢશે તેને હું મારી કન્યા આપીશ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com