________________
જૈન વિદ્યાર્થિ ગ્રંથમાળા
આજૂબાજૂ સર્વ કોઈ કપકના ગંભીર ભાવેને મુખ પર તરવરતા જોઈ શકવાને પ્રયત્ન કરતા રહ્યા. પણ કલ્પકનું અન્તર કે અગાધ સાગરના ઊંડા જળમાં છુપાયેલા અનધ્ય ભંડારની જેમ તે વેળા કોઈથી ન કળાયું.
ધીરે રહી એણે મૌન તેડયું. “રાજન ! જીવનનિવહથી અધિક કાંઈપણ મેળવવાની મને ઇચ્છા નથી. મિતપરિગ્રહ અને અપારંભ એ બને માાં પ્રાણપ્રિય જીવનવ્રત છે. એને ત્યજી હું આપની આજ્ઞાને સવીકારવાને નિરૂપાય છું. ” માં પર પર્વતની દઢતા ને આકાશગામી પુરૂષાર્થ, આંખમાં અનન્ત સાગરનું ગાંભીર્ય, વીતરાગ દેવના ધર્મની આરાધના દ્વારા આત્મામાં પ્રગટેલ અખંડ પ્રસન્નતા-કપકનાં જીવનની આ સંપત્તિનાં દર્શન અને જવાબમાં ત્યાં બેઠેલે ચકર અધિકારી વર્ગ વાંચી શકે.
મગધના સર્વસત્તાધીશને આગ્રહ ક૫કના ધર્મવાસિત આત્માના અવાજે આમ નકારી દીધો. નંદની
જસભા કંપી ઊઠી. કપકની દઢ, સત્ત્વશીલતા અને અખંડ ધર્મવૃત્તિ આ રીતે જીતી ગઈ. મહારાજા નંt ક૫કની પવિત્ર ધાર્મિકતાની આગળ આમ નિરુપાય બન્યા.
ત્યારથી નન્દ, કલપકદ્વારા થયેલા પિતાના આ અપમાનના વેરની વસુલાત કરવાને દાવ શેધવા લાગ્યા.
સાચે અપમાનનાં કે અવગણનાનાં ઝેરને પી જનારા માનવ-મહાદેવે હજારમાં એક જ હોય છે. લાખમાં કે કોડમાં એકાદ-બે જ મળી જાય છે. બાકી,
જ્યાં જુઓ ત્યાં માન અને અપમાનના જ હિસાબે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com