________________
બીજી શ્રેણી પુ. ૬
૧૫
માથે ચઢાવી તે રાજસભામાં આવ્યું. મગધના માલીકે કહ૫કને ખૂબ નરમાશથી જણાવ્યું: “ભદ્ર! મગધના વિશાલ રાજતંત્રનો વહીવટ તમારા જેવા બુદ્ધિમાન ધર્માત્માની અપેક્ષા રાખે છે. મારે આગ્રહ છે કે, કલ્પક જેવા ધીર, ગંભીર, અને પ્રાણ પુણ્યવાનના હાથે જ મગધના રાજસિંહાસન પર નન્દ વંશને વિજયધ્વજ ફરકતે રહે.'
મહારાજાના શબ્દોમાં નમ્રતા હતી. વાણીમાં મીઠાશ ભરી હતી. સત્તાના સ્થાન પર રહેવા છતાં બાળકના જેટલી જ કમળતા નક્કે અત્યારે ભાષાદ્વારા વ્યકત કરી. કલ્પકનાં અન્તરમાં નન્દના શબ્દોએ વિજળીવેગે એક પળમાં અસર પાડી, પણ બીજી પળે એને પિતાનું પવિત્ર નિર્દોષ અને એકાતપ્રિય સાધુજીવન હામે તરવરતું થયું.
એના હૈયામાં મૂંઝવણને સાગર હિલેળે ચઢતે એને જણા. “એની ધાર્મિકતા, પાપભીરુ પ્રકૃતિ અને બાલ્યકાળથી જૈન શ્રમણ નિર્ણની ઉપાસનાથી જનમેલી નિષ્પા૫ જીવન જીવવાની અભિલાષાઓ”—આ બધા પિતાના સંકલ્પ એક પછી એક એને દર્શન દેવા લાગ્યાં. ચિત્રપટની રૂપેરી ચાદર પર જેમ દયે બદલાતા રહે, તેમ બદલાતી જતી પિતાનાં જીવનની ગતિ માટે એને લાગી આવ્યું.
એ વધુ વાર મૌન ન રહી શકે. નન્દ જે મગધને સમ્રાટ આતુર હૃદયે કપાકને પડતા બોલને સાંભળવા ઉત્સુક હતે. વાતાવરણમાં નીરવ શાંતિ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com