________________
બીજી બે પુત્ર ૬
૧૩.
દયાળું કલ્પના હૃદયમાં અનુકંપાના ભાવો સભર ભર્યા હતા. એનું કરુણાર્ક અન્તર આ પ્રસંગની ગંભીરતાથી તરત જ લાગણીવશ બની ગયું. બ્રાહ્યણ કન્યાના પિતાનાં શબ્દો કે તેની આજુબાજુનાં ભેદી વાતાવરણને પામવાની કે તેની ઊંડે ઉતરવાની એને અત્યારે જરૂર ન જણાઈ. એણે તરત જ ખાડાની અંદર પડતું મૂકયું. તે રોગપીડિત કન્યાને બહાર લા.
કન્યાના પિતાએ કલ્પકને કહ્યું, “ આ કન્યાને સ્વીકારો ! મારી પ્રતિજ્ઞાને ભંગ હું ન કરી શકું. ભૂદે હમેશા પ્રતિજ્ઞાન પાલનમાં દઢ અને આગ્રહી હેપ છે. કલ્પક આ ન સમજી શકે. એ મૌન હતે. સહૃદયતાથી એણે જવાબ આપે “કેવળ દયાભાવ, અને કરુણપ્રેરિત લાગણીથી મેં આ કાર્ય કર્યું છે. આના બદલામાં મારે કાંઈ જોઈતું નથી પણ પેલા બ્રાહ્મણને આ બધું સાંભળવાની જરૂર ન હતી. ક૯૫ની ભકિતાએ અત્યારે તેને પિતાને કિંકર્તવ્યમૂઢ સ્થિતિમાં મૂકો. કલપક ના પાડી શકે તેમ ન હતું. બ્રાહ્મણ પિતાની પ્રતિજ્ઞા તૂટે તે પ્રાણત્યાગ કરવાને આગ્રહી બને.
જતે દિવસે તે બ્રાહ્મણ કન્યા રૂપવતીની સાથે કપકના લગ્ન થઈ ગયા. કપકે આયુર્વેદશાઓને અભ્યાસ કર્યો હતે. રેગપીડિત પત્નીને પોતાના ઔષધોપચારથી તેણે ધીરે ધીરે સવસ્થ કરી. રૂપવતીને મુળ વ્યાધિ કપકના ઉપચારોથી સર્વથા ટળી ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com