________________
મંગલ જીવન કથા.
ભણવા ગયે. ગામડાની નિશાળમાં પણ મનસુખને ભણવાને શેખ લાગ્યો. તેણે ઉત્સાહથી પિતાને અભ્યાસ કરવા માંડ. વર્ગમાં પણ તેને ઉંચે નંબર રહે. પણ સ્થિતિની પરિવ. તનશીલતાનાં ચકોમાં કયો સંસારી નથી સપડાતે? ભગવાનદાસ મહેતાની સ્થિતિ પલટાણી. પૈસાની તંગાશ વધી. કુટુમ્બનું એકલે હાથે ભરણપોષણ મુશ્કેલ બન્યું. તેમણે પુત્રને ધંધામાં જોડયા મનસુખને પણ પિતાના પાંચ વર્ષના અભ્યાસને તિલાંજલી આપવી પડી અને અણગમતી રીતે પિતાની આજ્ઞાને માન આપીને વેપારી લાઈન રવીકારવી પd. પણ પાણીમાં રહેતાં કમળને જેમ પાણીને પાસ લાગતો નથી તેમ આવા વ્યવસાયમય જીવનમાં પણ મનસુખનું મન આ સર્વ વાતેથી નિરાળું રહ્યું.
માતાને સ્વર્ગવાસ
“ સુખે ચાલ્યો જાત દિવસ સુખમાં ના ગત થશે, મળ્યા અલ્પાદે મનુજ દિલને તે ખરી જશે; રહેશે રોવું, તે રુદન મનુનું બાધવ ખરૂં, બધું વ્હાલું બીજું મરણ સમયે જાય વહતું.”
–કલાપી. મનસુખે સંસારની સોળ સેળ પાનખર ઋતુઓ જોઈ અને તેને કાળના અનન્ત ઉદરમાં લીન થતી પણ જોઈ. હવે તે યુવાની તેના દ્વાર પર આવી ડેકીયાં કરી રહી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com