________________
મંગલ જીવન કથા.
યા વેત કપડાં પહેરી લેવાથી–માથું મુંડાવી નાંખવાથી યા ગૃહત્યાગ કરવા માત્રથી સાધુત્વની પર્યાપ્તિ નથી થતી, પરંતુ મેહ, માયા અને કષાયોની સામે ઝૂઝતા અંતરના માપથી સાધુત્વની સીમા મપાય છે. | વિજયધર્મસૂરિજીએ ફરમાવ્યું–“ભાઈ ! એક વખત ફરી પાછા ઘેર જાઓ. સગાં સ્નેહીઓને મળે ને તેમની આજ્ઞા મેળવો; એ વિના દીક્ષા ન અપાય.
મનસુખ હતેત્સાહ થયે. પણ જરા હીંમત એકઠી કરી તેણે એક પાસે ફેંક્યો-“ જી, આપની વાત યથાર્થ છે, પણ સ્નેહીઓ મને કેમ રજા આપે? એમની પાસે હું વધારે શું કહી શકું?”
મહાત્માજીએ હસતે મુખડે જવાબ વાળ્યો-“તે મનસુખ! જે આટલી પણ શક્તિ સાધુ થનારમાં ન હોય તે પછી સાધુ થઈને પણ શું કરશે? તમારે હૃદય મજબૂત રાખી સ્નેહીઓને સમજાવી તેમની રજા મેળવી આવવું જોઈએ, નહિં તે દિક્ષા નહિં મળે.” ' સૂરિજીએ તે રોકડું પરખાવ્યું. મનસુખ સમજે કે અહિં દાળ નહિં ગળે. ચાલે ફરી ઘેર અને વળી ન પ્રયત્ન શરૂ કરીએ. મનસુખે ઘર તરફને રસ્તે લીધે. એના મનમાં હજી એ જવાબને પડશે ગાજતે હસે કે-“નહિં તે દીક્ષા નહીં મળે.”
આ વાત ઉપર ચાર છ મહિનાનાં પડો વીંટાઈ ગયાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com