________________
મંગલ જીવન કથા. લેજે; તને યથાર્થ ભાન થશે. આટલે સમય આપણા મુનિરાજશ્રીએ તે મંદ ગતિથી અભ્યાસ કરવામાં વિતાવ્યું.
થોડા મહીના વીત્યા–સ્થાન નકી થયું. “કાશી” જેવામાં સાધુતાથી ખેંચાઈને શુભેચ્છકે પણ વધ્યા. ભણાવનાર પંડિત પણ નક્કી થયા. અને એક પાઠશાળાનું પણ સ્થાપનકાર્ય થયું, જે પાછળથી “શ્રીયશવિજય જૈન પાઠશાળા અને નામે પ્રસિદ્ધ થઈ. અભ્યાસ તડામાર ચાલ્યો. જેનના પુત્રે પણ
ગુજરાત”નું કમળ વાતાવરણ છેડી ત્યાં આવવા લાગ્યા અને વિદ્યાના વ્યાસંગમાં લીન થવા માંડયા. આપણું કથાનાયક પણ તેમાં મસ્ત બન્યા. તેઓ સંપૂર્ણ શક્તિથી વિદ્યાભ્યાસમાં તલ્લીન બની ગયા. તેમણે દિવસ રાતનું ભાન પણ થોડા સમય માટે છોડ્યું.
એક વર્ષ પસાર–બે વર્ષ પસાર-ત્રણ, ચાર એમ આઠ આઠ વર્ષનાં વહાણાં વીત્યાં. આવી આવી ઘેર તપશ્ચર્યા બાદ વિદ્યાદેવી પ્રસન્ન કેમ ન થાય ? મુનિરાજ શ્રીમંગલવિજયજીનું જ્ઞાન હવે અપ્રતિમ વધ્યું હતું. તેઓ વ્યાકરણ, ન્યાય તેમાં પણ નવ્ય ન્યાય અને પ્રાચીન ન્યાય, સાહિત્ય વિગેરેના તથા પ્રત્યેક દર્શનના સારા જ્ઞાતા બન્યા હતા. આટલા ટૂંકા સમયમાં તેઓશ્રીએ પ્રત્યેક વિષયનાં ઉચ્ચ પુસ્તકોને અભ્યાસ કરી લીધું હતું. વ્યાકરણમાં તે સિદ્ધાન્તકેમુદી, પાતંજલ મહાભાષ્ય, લઘુશબ્દેન્દુશેખર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com