Book Title: Mangal Jivan Katha Arthat Upadhyay Mangalvijayjini Sankshipta Jivan Rekha
Author(s): Balabhai Virchand Desai
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/034957/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 23. જીવન કથા. લેખક— માલાભાઇ વીરચંદ દેસાઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ HunmIImillllllllllllllllllllllllllllllllln""Hinnumશlllllllllllllllllinguile થulSimusiuliણામilgiuminiumonibus. milUuuuuillinguillsaliniuli Songs = Elllllllllllll ॥ श्री विजयधर्ममूरिगुरुभ्योनमः ॥ મંગલ જીવન કથા અર્થાત ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપાધ્યાયશ્રી મંગલવિજયજી ની. સંક્ષિપ્ત જીવનરેખર Allllllllllllllllllllllllllllllllllllllllllllllllllll IlluminuuuuuuuuuuuuuuithiuuildipullinwWliUpMum:inlgurugrillentinullainintilMillwell જોulllllllllllllllllllllllllllllllllllllllllllllw ill આuliuuuuuuuuuuuullumilyHunnilimunivil Sliiiiiiiiilwale Maluminulwi IIIlillllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllJS ". IllinoiiiiilખtivilSurnituurl":" IIIIIIITillllllllllllllllllllllllllligentallini. લેખકના ન્યાયતીર્થ પતિ બાલાભાઈ વીરચંદ છે મw (ભિક્ષુ-સાયલાકર) વીર સં. ૨૪૫૭ ધર્મ સં. ૮ ઈસ. ૧૯૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ +: : : : : : : : : :+ • - भेनेगर, ગાંધી અભણચન્દ્ર ભગવાનદાસ.. .. श्री यशपियनअन्यभासा, .. ..शस, मापन(हीमावा).. +:: :::: मंगलप्रशस्तिः विद्वान् कलावपि महान् विशदक्रियावान् वृद्धस्तथापि वयसा दृढशक्तिधारी । पदर्शनेद्धमतिराईतदृष्टिभक्तिर्भातीह मंगलविजेतृवरो मुनीन्द्रः ।। न्यायतीर्थमुनिराजश्रीहिमांशुविजयः ( अनेकान्ती) ܀ ܀ ܪܝܼܿܪܝܼ++ +܀ ܀ ... . - અંબાલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર. मुद्रस्थान.. ધી લહાણમિત્ર સ્ટીમ પ્રિ પ્રેસ, . .. रा. ता. १-e-1 . .. +:: : ::: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ મંગલ વન કથા. * પિતા ! પેલા આ જગત વીંટતો સાગર રહે, અને વેગે પાણી સકલ નદીનાં તે ગમ વહે; વહે એવી નિત્ય આમ જીવનની સર્વ ઝરણ, દયાના, પુણાના તુજ પ્રભુ! મહાસાગર ભણી. ” -ન્હાનાલાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન સ્થા. વાંચતાં પહેલાં– વલ બંધુશીથી પ્રેરિત આ પુણ્યકાર્ય સમાપ્ત કરી એને અહિં વાચક સમક્ષ મુકી દેવાની ધૃષ્ટતા કરૂં છું. * આની સફળતા-નિષ્ફળતાને, સરસતા-નિરસતાને અથવા જે સારું હોય તેને અને જે ખરાબ હોય તેને નિશ્ચય સુજ્ઞ વાચક પોતેજ કરે ! અલ્પશક્તિવાળે લેખક તે પિતે અત્તરની દુકાનવાળાના પાડોશીની માફક-કદાચ તે પ્રાપ્ત ન થાય પણ તેની સુગંધ તે અવશ્ય પ્રાપ્ત થાય તેમ આટલો ગુણાનુવાદ કરી ચૂપ થઈ જાય છે. મારા પ્રયાસને પુસ્તક રૂપ પ્રાપ્ત કરાવવા માટે અગર મુનિરાજશ્રી પ્રભાકર વિજયજીને આભાર ન માનું તે મને કૃતઘ્નતાનું કલંક લાગે ! અત્તે હદયસ્થદેવ આવા પુણ્ય કાર્યોમાં પ્રગતિ સધાવે એજ આકાંક્ષા. ટી. ૧૩-૫–૧૯૩૧. ) શિવપુરી, ગ્વાલિઅર બાલાભાઇ વી. દેસાઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ન્યાયતીર્થ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી મગલવિજયજી મહારાજ ( आर्या ) तत्तपईव मुद्दाणं गंथाण कत्तारा महप्पा बुद्दा | उवज्झायपयजुत्ता पुज्जा जयंति मंगलवियया ॥ - न्यायतीर्थ- मुनिद्दिमांशुविजयः । Page #7 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ મગલ કવન કથા. ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત; મીઠી મનહર વાડી આ હારી નંદનવન શી અમોલ, રસ ફુલડાં વણતાં વણતાં ત્યાં કરીએ નિત્ય કલોલ. અમારી સત મહત્ત અનત વીરોની વહાલી અમારી માત, જય જય કરવા હારી જગતમાં અર્પણ કરીએ જાત. અમારી ગુણવંતી ગુજરાત.” એ જ કવિ ખબરદારની રસભરી કવિતાની માનીતી રસવંતી ગુજરાત અને આજની પિતાના નવકુસુમ જેવા કમળ બાળકની સામે મુખેની કુરબાનીઓથી શૌયવંતી બનેલી “ગુજરાત” જેનાં સંતાને એક વખત નમાલાં, સુકેમળ અને ભીરુ ગણાતાં હતાં એ જ ગુજરાત. અને આજે સમયધર્મની હાકલ પડતાં અનેક મોંઘા પુત્રોની કુરબાની આપનાર પણ એ જ ગુજરાત કે જેના ખોળામાં જેનાં સંતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ મોંગલ જીવન કથા. નાએ તલવારના ખેલે પણ ખેલ્યાં છે-હજારા વિલાસે પશુ ભાગળ્યાં છે; અરે જેનાં કેટલાંક બાળકે નિરક્ષર ભટ્ટાચાર્યાં પણ થયાં છે, જ્યારે કેટલાંકે તે વિદ્યાના ક્ષેત્રમાં અદ્વિતીય કાર્યો કર્યા' છે; કેટલાંકે જર, જમીન અને જેરૂને માટે માથાં પણ મેલ્યાં છે અને કેટલાંકે તેના તૃણવત્ ત્યાગ પણ કીધે છે; કેટલાંક વિલાસેામાં લપટાયા પણ છે અને કેટલાંક સાધુતાની શ્રેષ્ઠતાએ પણ પહોંચ્યાં છે. આવી વિચિત્રસ્વરૂપી ગુજરાતના એક ત્યાગી અને વિદ્વાન્ મહાજનની આ રેખામાં જીવનકથા છે. ‘ વડાદરા ’ રાજ્યમાં ‘ મ્હેસાણા ’ ગામની પાસે એક ‘ લીંચ ’ નામનુ′ ગામડું છે. એની વસ્તી ત્રણ હજારથી વધારે નહિ · હાય. એની સુંદરતામાં પ્રાકૃતિક સુંદરતા સિવાય માનવકૃત સુંદરતા કાંઈ જનથી એમ કહેવાય. હિંદુસ્તાનનાં ગામડાં એટલે કાંઇ સુઘડ, સ્વચ્છ અને સગવડતાવાળાં સુરાપનાં ગામડાં નહિ. પણ શહેરામાં વસતા ભૂખ્યા વરૂથી પાયમાલ થયેલા દુ:ખી ઘરના એક સમુદાય, જેમના આરેાગ્ય માટે ત્યાં મ્યુનિસીપલીટી હાતી નથી, જેમની કેળવણી માટે સામાન્ય નિશાળ કરતાં કાંઈ વધારે હાતુ નથી, જેમના જીવનમાં ઉત્સાહ ભરવા માટે ક્લા કે પ્લે-ગ્રાઉન્ડા હાતાં નથી, જેમના જીવનની મેાને માટે બાગબગીચા કે કેઈ અન્ય વસ્તુઆ ડાતી નથી. ફક્ત કુદરતની જ મહેરબાનીથી જીવતા આવા ગામડામાંથી પણ જેમ કાદવમાંથી કમળ થાય તેમ મહાત્માઓ પેદા થાય છે. એમનાં આરેાગ્ય, કેળવણી અને ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ મંગલ કવન કથા. શિક્ષણ ઉપર કુદરત જ ધ્યાન આપે છે. એમના જીવનની વૃદ્ધિ સાથે જ બધે સ્વાર્થ સ્વતઃ સાતે જાય છે. એ જ “લીંચ ગામમાં એક ધર્મિષ્ઠ મહેતા કુટુમ્બ વસતું હતું અને પૈસે ટકે તે મધ્યમ સ્થિતિનું હતું. ગામડાના ઓછા ખર્ચવાળા જીવનમાં તે પિતાના દિવસે આનંદમાં પસાર કરતું હતું. તેમની મહત્વાકાંક્ષાઓ રાક્ષસી ન હતી કે તેમને જીવનમાં અશાતિ હેરાન કરી શકે, પણ તેમની આકાંક્ષાઓની પર્યાપ્તિ કુટુમ્મસેવામાં, ધર્મસેવામાં યા ગ્રામસેવામાં જ થતી હતી. આ કુટુમ્બમાં આગેવાન ભગવાનદાસ મહેતા હતા, જેઓ જન્મથી લઈને ધાર્મિક કાર્યોમાં રસ લેતા હતા. સાંસારિક કાર્યોમાં વધારે નીરાગતા રાખતા અને પિટપેષણ જેટલા ધંધા સિવાયને સમય ધમની ઉપાસનામાં વ્યતીત કરતા. અસાધુના સંગથી તેઓ બારવ્રતધારી પણ બન્યા હતા. જીવનના અન્તિમ કેટલાએક વર્ષોમાં તે તેમણે બ્રહ્મચર્ય વ્રત પણ લીધું હતું. સાથે તેમનાં સુશીલા પત્ની અંબાદેવી પણ તેમાં રસ લેનારાં હતાં, જેથી આ દંપતીનું જીવન વિષમય સંસારના ક્ષેત્રમાં સુખ અને સતિષથી પસાર થતું હતું. સંવત્ ૧૯૯૩ ની સાલ હતી. હેમંત ઋતુને માગશર મહીને પસાર થતો હતો. ખેતરોમાં જુવારના છેડો પાડો, ચૂક્યા હતા. કેટલેક ઠેકાણે તે લાવણી પણ શરૂ થઈ ચૂક હતી, ખેડુતો ખેતરમાં અનિલની મંદમંદ લહરીમાં ડોલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. દાણાથી ભરેલા ડુંડાઓ જોઈને આનંદ પામતા હતા. આવેલા ભાતા ઉપર ભવિષ્યની મહેલાતે ઘડતાં આનંદથી પૈસા ઉડાવતા ઘકાનદારે પિતાના ધીરેલા પૈસા બેવડા વ્યાજે મળશે એમ વિચારીને મલકાતા હતા. બાળકો પણ શિયાળાની મીઠી ઠીમાં પોતાના પાઠે બહુ આનંદપૂર્વક યાદ કરતા હતા. રાત્રે ઉગતી ચાંદનીમાં સગીની આસપાસ બધાં ટેળે વળી પોતપિતાની કહાણીઓ કરતાં-કેઈ દુઃખ રડતું, કોઈ સુખ કથતું તે કઈ પરી અને અસરાની વાત કરતું એમ જાણે સર્વદેશીયા કોન્ફરન્સ ભરાતી. આવા સુદર માસની એક ચંદ્રમાવાળી રાત્રિના અન્તિમ ભાગે આપણું જીવનકથાના નાયક મહાત્માને જન્મ થયો. ત્રણ ભાઈ અને બે બહેનની પછી અવતરેલા બાળક માટે ગૃહને ઓછો આનંદ હોય; પરંતુ જન્મથી જ કઈ અનુપમ શક્તિઓને લઈને જન્મેલા આત્મા તરફ સર્વને કુદરતી ખેંચાણ થાય છે. સર્વનાં મને તે બાળકના જન્મથી જ આનંદ પામ્યાં અને જાણે એ દર્શાવવા માટે જ નામ ન પાડ્યું હોય તેમ એ બાળકનું નામ “મનસુખ” રાખવામાં આવ્યું. અભ્યાસ અને તેનો ત્યાગ– મનસુખ ગામડાના વાતાવરણમાં મેટે થયે, જેથી એનું શરીર સારૂં કસાયું. એના અંગમાં નકામી સુકુમારતા અને કમળતા ન ભરાયું. એ ગામડાની ખીણ અને ખેતરોમાં ફરતે નિર્ભય બન્યા. સાત વર્ષ વીત્યાં અને તે નિશાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. ભણવા ગયે. ગામડાની નિશાળમાં પણ મનસુખને ભણવાને શેખ લાગ્યો. તેણે ઉત્સાહથી પિતાને અભ્યાસ કરવા માંડ. વર્ગમાં પણ તેને ઉંચે નંબર રહે. પણ સ્થિતિની પરિવ. તનશીલતાનાં ચકોમાં કયો સંસારી નથી સપડાતે? ભગવાનદાસ મહેતાની સ્થિતિ પલટાણી. પૈસાની તંગાશ વધી. કુટુમ્બનું એકલે હાથે ભરણપોષણ મુશ્કેલ બન્યું. તેમણે પુત્રને ધંધામાં જોડયા મનસુખને પણ પિતાના પાંચ વર્ષના અભ્યાસને તિલાંજલી આપવી પડી અને અણગમતી રીતે પિતાની આજ્ઞાને માન આપીને વેપારી લાઈન રવીકારવી પd. પણ પાણીમાં રહેતાં કમળને જેમ પાણીને પાસ લાગતો નથી તેમ આવા વ્યવસાયમય જીવનમાં પણ મનસુખનું મન આ સર્વ વાતેથી નિરાળું રહ્યું. માતાને સ્વર્ગવાસ “ સુખે ચાલ્યો જાત દિવસ સુખમાં ના ગત થશે, મળ્યા અલ્પાદે મનુજ દિલને તે ખરી જશે; રહેશે રોવું, તે રુદન મનુનું બાધવ ખરૂં, બધું વ્હાલું બીજું મરણ સમયે જાય વહતું.” –કલાપી. મનસુખે સંસારની સોળ સેળ પાનખર ઋતુઓ જોઈ અને તેને કાળના અનન્ત ઉદરમાં લીન થતી પણ જોઈ. હવે તે યુવાની તેના દ્વાર પર આવી ડેકીયાં કરી રહી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ મ'ગલ જીવન કથા. મનસુખ સંસારની પેટ ભરવા માટેની ધુરાને ઉદાસી મને ધીરે ધીરે ખેંચી રહ્યો હતેા. ત્યાં તેના હૃદય ઉપર એક સખ્ત ફટકા લાગ્યા. એ દુઃખીયારી સાલ · ૯૪૯ની હતી. મનસુખની પ્રેમાળ માતા થાી બીમારી ભાગવી સ’સારથી હુંમેશને માટે ચાલી ગઇ. મનસુખ અકલિત મુંઝવણ સાથે માતાના દેહને રાખમાં મળી જતા જોઇ રહ્યો. સાથે એનું પુત્રય પ્રેમથી રુદન કરી રહ્યું. એ વિચારતા હતા કે—“ અરે આ શું ? જેના પર આટલે પ્રેમ તેને પણ મને છેડીને જવું પડયું તેા પછી કચાં છે સ’સારમાં અવિચળ પ્રેમ અને અવિચળ જીવન ? ” તે મનસુખે જોયુ કે જ્યારે પાતે છાતીફાટ રડતા ત્યારે ખોજા હલકા મને જાણે કાંઇ ખાસ દુઃખદાયક બનાવ ન બન્યા હાય તેવો ર તે વાતેા કરી રહ્યાં હતાં. તેણે વિચાયુ" કે સંસારમાં મેહ જ રડાવે છે, રુદનની માતા મેાહ છે; એને છેડુ' તે। આ બધી ગભરામણ છૂટી જાય. દૃઢ વૈરાગ્ય અને બ્રહ્મચર્ય વ્રત— The glories of our blood and state Are shadows, not substantial things; There is no armour against fate, Death lays his icy hand on kings. Sceptre and crown Must tumble down 6. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ મ’ગલ જીવન કથા. And in the dust be equal made With the poor crooked scythe and spade -James Shirley. "" ધીરે ધીરે સમય પસાર થતા ગયા. માતાના વિચાગના દર્દની દવા સમય કરી રહ્યા હતા. એક દિવસ તા મનસુખના ઘરમાં વાજા વાગવાં માડવાં, ઘરનાં ખધાં માણસે સુંદર અલંકારા અને સુંદર વસ્ત્રો પહેરી ફરવા માંડચાં, ઘરે રંગવા અને શણગારવા માંડયાં. મિઠાઇઓ તૈયાર થવા માંડી. ચારે કાર આન આનંદ પ્રસરી રહ્યો, મનસુખે જાણ્યુ કે મોટા ભાઇનું આજે લગ્ન હતું. પ્રત્યેક મનુષ્ય સમજતા હતા કે આજે ખરા આનંદના દિવસ છે. જીવનના લ્હાવા લુંટવાને સમય જ આ છે. પણ મનમુખ વિચારતા હતા કે–“શું? આજ જીવનનું સાચું સુખ છે ? આથી જીંદગીમાં સુખ મળે ? ” પણ પ્રશ્નાના ઉત્તરો ન જ મળતા, એનુ અનભ્યાસી હૃદય જવાબ ના’તું આપતું. અને ન સમાય તેવી મુ ંઝવણુ પેદા કરતુ હતું. અસ્તુ. " મનસુખે રાતે ખૂબ ધમાલ જોઇ. માટા ભાઇ લગ્ન કરીને આવ્ય. એક નવાઢા ઘરમાં આવી. બધે ઉત્સાહ ઉત્સાહ અને આનંદ આનંદ ફેલાઇ રહ્યો. ત્રણ ચાર દિવસેા વાત્યા કે બધું સમાપ્ત થયું અને ધીરે ધીરે માનવમંડળ વિખરાયું. બહારથી આણેલી નવાઢા હવે ઘરના કામકાજમાં ભાગ લેતી થઈ. અને ઘરમાં આનંદની લહેરીએ વાતી લાગી. છતાં મનસુખ હજી ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ મગલ જીવન કથા. મૂઢની જેમ વિચારતે કે-“શું આમાં સાચું સુખ છે?” પણ તે પ્રશ્ન અનુત્તર જ રહેતા. થડેએક સમય આનંદમાં પસાર થયે. એક દિવસ ઘરમાં ડોક્ટર આવ્યા. બધા ધમાધમ કરીને દેડતા જણાયા. ઘરમાં કઈ દવા તૈયાર કરતું તે કઈ કઈ ખોરાક બનાવવાની ભાંજગડમાં પડયું હતું. પ્રત્યેકના મુખ પર થી વધતી ચિત્તાની રેખાઓ પથરાઈ ગઈ હતી. બિચારી પિલી થોડા સમય પહેલાં આવેલી નવોઢાના–સંસારના હાવા લેવાને તલસતી યુવતિના મુખ પર જોતાં તે માલુમ પડતું હતું કે ક્યાંય પણ તેજનું અસ્તિત્વ નેતું. એ વ્યાકુળ અને ગભરાયેલી હતી. તેની આંખમાં વિષાદની ઘેરી છાયા પથરાયેલી દષ્ટિગોચર થતી હતી., મનસુખે આ બધું જોયું અને જાણ્યું કે મોટા ભાઈ સપ્ત બિમાર છે. ભાઈ તરફના પ્રેમે એના હૃદયમાં દુઃખ પેિદા કર્યું પણ એ અકસેસ કરે કે ન કરે તેટલામાં નેહી ના કારમા રુદનની એક વજા જેવા સંત હૃદયને પ્રજાવી ના છે તેવી ચીસ સંભળાણી અને ઘરમાં કકળાટ મચી ગયો. મનસુખે વિલાપ કરતા જનોથી જાણ્યું કે “ભાઈ, માતા જે રસ્તે ગઈ, તે રસ્તે સીધાવી ગયે.” રુદન કરતાં સ્નેહીઓ શબને બાંધી શ્મશાને લઈ ગયા. પેલાં ત્રણ વર્ષ પહેલાનાં હસતાં નેહીઓ આજે રડતાં હતાં, છાતી કુટતાં હતાં. પેલી નવોઢા તે જાણે રુદનથી આકાશના ટુકડા કરવા ચાહતી ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ મંગળ હવન થા ડાય તેમ વિલાપ કરી રહી હતી. એના વિલાપ રૂખી કાઈ પિશાચહૃદયનું માનવી પણ પીગળી જાય. અરે ! પત્થરને પણ એ હૃદય હાય તા પાણી થઈ જાય. પણ ક્રૂર મૃત્યુએ તે પેાતાના કાન જ કાપી નાખ્યા હતા. એણે તે પાતાનુ ધાર્યું કર્યું". સ્મશાનમાં મનસુખે ભાઇનું સુંદર શરીર સભક્ષી અગ્નિજ્વાળામાં સ્વાહા થતું જોયું અને સાથે જ પ્રથમના વિચાર ઉઠ્યા કે–“ શું સાચું સુખ આ છે ? ” અત્યારે એના હ્રદયે જવાબ વાળ્યેા કે જે સાચું સુખ બધા માનતા હતા તે નાતું; તે તા ખીજે જ છે, અને બીજું જ છે. ” મનસુખને પ્રશ્ન ઉઠયેા કે “ કયાં છે ? અને કેવું છે ?” ત્યાં ફરી એનુ હૃદય અટવાઈ ગયું. જવાબ ન મળ્યે, એથી ફરી એ મુ ઝવણમાં પડયા, cr થોડા સમય પહેલાના આનંદને બદલે અત્યારે ઘરમાં ચેકની ઘેરી છાયા પથરાયેલી હતી. બધાનાં મુખા ઉદાસી હતાં. પેટ્ટી નવેાઢા જેના હાથા પર અને શરીર પર સુ ંદર ભૂષણા થેાલતાં હતાં તેના શરીર પર આજે એક પણ આભૂષણ અસ્તિત્વમાં ના’તું. એ એક શ્યામલ વસ્ત્રથી પાતાના શરીરને વીંટાળી ખુણામાં બેઠી હતી. એનું મુખ જાણે અનન્ત વર્ષાની ચિન્તાએથી કરમાઈ ન ગયું હોય તેવું થઈ ગયું હતું. અરેરે! જે સુખના અન્ત દુ:ખમાં છે તે સુખ શાનું? All's well that ends well અર્થાત જેના અન્ત સારા તે વસ્તુ સારી. આ બધાં દયા અને વિચારો મનસુખને મુંજવી રહ્યાં હતાં. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ મોંગલ જીવન કથા. જેમ આકાશમાં ઘેરાયેલાં ઘનઘેાર વાદળાં અને સૂર્ય દેવના સેનેરી પ્રકાશ જગત્ પર ફેલાય અરસામાં આચાય શ્રીવિજયધમસૂરિજી ત્યાં કાલનાં વ્યાખ્યાન બધાં સાંભળવાં જતાં. મનસુખ પણ ચાલ્યા. ત્યાં એણે એ સાધુશિરોમણિના મુખથી સાંભળ્યું કે વેરાઇ જાય એમ તે જ પધાર્યા. પ્રાતઃ 46 यत् प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्ने न तन्निशि । निरीक्ष्यते भवेऽस्मिन् हि पदार्थानामनित्यता ॥ " અનિત્ય ભાવનાને પૂછુ` પરિચય કરાવનારા આ બ્લેકની વ્યાખ્યા ચાલી. રાજા, રાણા કે શેઠીઆઓને-કાઇને પણ સુખ નથી; સાચું સુખ તેા સંસારથી વિરક્ત થયેલ–જેણે મેહ અને માયા ત્યાગી છે એવા પુણ્યશ્ર્લાક સાધુને છે વજન મનસુખે આ સાંભળ્યું. એના હૃદય પરથી ઓછુ થતું લાગ્યું. હૃદયમાંથી ઘણાં વર્ષોંની મુ ંઝવણ જાણે નાશ ન પામતી હૈાય તેમ લાગ્યું. એના હૃદયમાંથી ઘેર અજ્ઞાનના પડદા ખસી જઇ જાણે તેજ ન પ્રસરતું હાય તેમ લાગ્યું. એને સત્ય સુખ શામાં છે તેની ઝાંખી થવા માંડી ઘણા વખત વિચારના વમળમાં સેલે આત્મા મહાત્માના ઘેાડા ઉપદેશથી કંઇક સ્વતંત્રતા અને સુખ અનુભવવા લાગ્યું!. જાણે બધા પાશા તૂટતા ન હોય તેમ એને લાગ્યું. અઘાર અને અંધકારમય વનમાં એક સ્વચ્છ અને પ્રકાશવંત મા દેખાયા. ૧૪ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ સગઢ જીવન થા. '' વ્યાખ્યાન પૂર્ણ થયું. માનવમેદની વિખરાણી, મનસુખ સૂરિજી પાસે ગયા. તેણે પેાતાની શંકાએ જાહેર કરી. તેનું નિરસન થયું. પછી મનસુખ ઠાવકા થઈ મેલ્યાગુરુદેવ ! હું આ દુઃખમય સંસારમાં ન રૂસું માટે મને આજીવન બ્રહ્મચ વ્રત આપે. હું હજી મારા જીવનને પવિત્રતાના ઉંચા પગથિયે લઇ જવા ચાહું છું. વાસ્તે મને બ્રહ્મચર્ય વ્રત આપી, વમાનમાં સંસારની વાસનાના મેાજા મારા ઉપર ન ધસી આવે માટે પાળ બાંધી આપે. ” જનહૃદયના પરીક્ષક મહાત્મા શ્રીવિજયધમ સૂરિજીએ એ કાંચનને તપાસ્યું. કથીર તે। નહિ નીકળે ? પણ કાંચન કેમ કથોર નીકળે ? અન્તે મહાત્માએ તેને બ્રહ્મચય વ્રત આપ્યુ. મનસુખ કઇંક ગુપ્ત આનંદ અનુભવતા ગૃહ પ્રતિ પાછા ફર્યા. > ઘેાડા સમય વીત્યા બાદ એણે ઉપાશ્રયમાં ‘ સમરાદિત્ય કૈવલીના રાસ ' વંચાતા સાંભળ્યે. વૈરાગ્યના ઉત્તમ કેાટિના એ ગ્રંથૈ મનસુખના હૃદય પર ખૂબ ઉંડી અસર કરી. આ તે બળતામાં ઘી:હામાવા જેવું થયું. વૈરાગ્યના અગ્નિ તે પ્રજ્વલિત થઇ ચૂકયેા હતેા; આ રાસની ઉચ્ચ ભાવનાએ તેમાં ઘીની ગરજ સારી. તે બિલકુલ આ સંસારના ઝઘડાએથી ઉદ્ભાસી બન્યા અને સાધુતા ગ્રહણ કરવાની ભાવના તેના હૃદયમાં દઢ થવા લાગી. X X X ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. દીક્ષા માટે પ્રયાણ-નિરાશા-પુનરાગમન શીતળ નહિં છાયા રે આ સંસારની કુડી છે માયા રે આ સંસારની કાચની કાયા રે છેવટ છારની સાચી એક માયા રે જિન અણગારની ” –બાર વ્રતની પૂજા. મનસુખને હવે સંસારમાં રહેવું બહુ કઠિન ભાસતું હતું. તેનું મન વૈરાગ્યમય બન્યું હતું. આથી તેના મનમાં એમ થતું હતું કે આ બધી શી ઉપાધિઓ? મારે તે બધું છે દઈ સંસારી મટી સાધુ થવું છે કે જેમાં સંસારનાં દુખેનું અસ્તિત્વ નથી. આ ભાવના ધીરે ધીરે પવ થતી જતી હતી. અને એનું મન વધારે ને વધારે સંસારી કાર્યોથી ઉદાસીન બનતું જતું હતું. તેમાં જાણે કુદરતે સહાગ ન આ હોય તેમ તેના પિતાશ્રી ભગવાનદાસ થી માંદગી બાદ આ ક્ષણિક સંસારને છે ચાલતા થયા. યદ્યપિ મનસુખને પિતા તરફના પ્રેમને લીધે દુઃખ તે અવશ્ય થયું, પણ જ્ઞાનયષ્ટિથી જોતાં તેને લાગ્યું કે “મારો માર્ગ હવે મેકલે થયો. હવે મને ઈષ્ટ પથમાં પ્રગતિ કરતાં કે રોકવા નહિ આવે.” “ ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ ” એમ નરસિંહ મહેતા જેવી ભાવના જાગી. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ મગલ જીવન કથા ભાવનાને સાકાર કરવા તેઓ સમય શોધવા લાગ્યા. થેવક તપાસ કરતાં તેમણે જાણ્યું કે જેમનાથી પિતાની મુંઝવણ દૂર થઈ હતી એવા શાસવિશારદ વિજયધર્મસૂરિજી “સમીગામ માં વિરાજતા હતા. મનસુખને મન થયું-“ચાલ ભાઈ ! એમના ચરણમાં જઈને ઝુકાવી દઉં.” એક રળિયામણી પ્રભાતે હજી સૂર્યના લાલ ગળામાંથી કિરણેયે નેતાં છુટયાં તેવામાં મનસુખ-આજને નવજુવાન મનમુખ જાણે સ્નેહના પાશને અંતરના બળથી કાપી ન નાખતો હોય અને છુટ થવા માંગતે ન હોય તેમ ભરેલા ઘરમાંથી એકાકી નીક0 –નીકળી પડ્યા. એણે ગામને સુંદર સીમાડા વટાવ્યા. તે સ્ટેશનના રરતે પડ્યા. દષ્ટિમાંથી ઝાંખા થતા પિતાના ગામને જાણે અન્તિમ વખત ન જેતે હોય તેમ એક ઉડતી નજર નાખી રવાના થયે. સ્ટેશન આવ્યું–ગાધ આવી–ગાડીમાં બેઠો-હત–ચા અને “શંખેશ્વર” તીર્થમાં જઈ તીર્થયાત્રા કરી ત્યાંથી “સમીગામ માં ગુરુશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ ગયો. તેણે પોતાની મહતી ઈછા જાહેર કરી. પણ એ સૂરિવર્ય આજના કેટલાક સ્વચ્છંદી સાધુઓના જેવા ન હતા. આજના અમુક સાધુએના જેવી એમની વૃત્તિ ફક્ત શિષ્ય જ એકઠા કરવાની ને”તી કિન્તુ એમની વૃત્તિ ચેતક્ષી સંચાગો નિહાળી કામ કરવાની હતી. ખરેખર ! પીળાં ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. યા વેત કપડાં પહેરી લેવાથી–માથું મુંડાવી નાંખવાથી યા ગૃહત્યાગ કરવા માત્રથી સાધુત્વની પર્યાપ્તિ નથી થતી, પરંતુ મેહ, માયા અને કષાયોની સામે ઝૂઝતા અંતરના માપથી સાધુત્વની સીમા મપાય છે. | વિજયધર્મસૂરિજીએ ફરમાવ્યું–“ભાઈ ! એક વખત ફરી પાછા ઘેર જાઓ. સગાં સ્નેહીઓને મળે ને તેમની આજ્ઞા મેળવો; એ વિના દીક્ષા ન અપાય. મનસુખ હતેત્સાહ થયે. પણ જરા હીંમત એકઠી કરી તેણે એક પાસે ફેંક્યો-“ જી, આપની વાત યથાર્થ છે, પણ સ્નેહીઓ મને કેમ રજા આપે? એમની પાસે હું વધારે શું કહી શકું?” મહાત્માજીએ હસતે મુખડે જવાબ વાળ્યો-“તે મનસુખ! જે આટલી પણ શક્તિ સાધુ થનારમાં ન હોય તે પછી સાધુ થઈને પણ શું કરશે? તમારે હૃદય મજબૂત રાખી સ્નેહીઓને સમજાવી તેમની રજા મેળવી આવવું જોઈએ, નહિં તે દિક્ષા નહિં મળે.” ' સૂરિજીએ તે રોકડું પરખાવ્યું. મનસુખ સમજે કે અહિં દાળ નહિં ગળે. ચાલે ફરી ઘેર અને વળી ન પ્રયત્ન શરૂ કરીએ. મનસુખે ઘર તરફને રસ્તે લીધે. એના મનમાં હજી એ જવાબને પડશે ગાજતે હસે કે-“નહિં તે દીક્ષા નહીં મળે.” આ વાત ઉપર ચાર છ મહિનાનાં પડો વીંટાઈ ગયાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. છતાં મનસુખના મનની વાત પર હજી એક પણ પડ ને તું ચડયું. એણે મોટા ભાઈને તે કહી જ દીધું હતું કે “મારે દીક્ષા લેવી જ છે, રજા આપશે.” સ્નેહવશ સગાંઓ એકદમ કેમ હા પાડે? પણ જ્યારે તેમને સ્પષ્ટ જણાયું કે મનસુખનું હૃદય હવે વધારે દુઃખી થાય છે અને એને હવે આ સંસારના રગડામાં પડવાનું જરા પણ મન નથી ત્યારે તેઓએ રજા આપી અને કહ્યું કે “ભાઈ ! જ, શક્તિ વિચારોને કામ કરે છે, પણ હમણાં થોડો વખત રોકાઈ જાઓ.” થોડા સમય પછી પિતે દીક્ષા લેવા જશે એમ નક્કી થયું. એથી મનસુખનું હદય આનંદથી ઉભરાયું. નેહીએએ અને સગાંઓએ હવે મનસુખ દીક્ષા લેવા જાય છે એમ સમજી તેને અનેક પ્રકારનાં આનદ તથા ભેજને આપવાં માંડયાં. પણ આ બધાની વચ્ચે સ્થિર ચિત્ત મનસુખ નિલેપ ઉ ર અને શનિની નજરે બધુ નિહાળી રહ્યો. રીક્ષા " दुर्लभं प्रयमेवेतद्, दैवानुग्रहहेतुकम् । मनुष्यत्वं ममुक्षुत्वं, महापुरुषसंश्रयः ॥" એ ૧૫૬ ના વૈશાખ માસની પંચમીની રમણીય સવાર હતી “મહુવા ગામ આજે શણગારાયું હતું. શ્રાવકો બહુ ઉત્સાહ પૂર્વક ચેતરફ તૈયારીઓ કરતા દેખાતા હતા. રસ્તાઓ ઉપર પતાકા અને ઝંડાઓ બાંધવામાં આવતા હતા. જેને પૈસા ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. દારો પોતાના મકાનની આગળનો ભાગ સાફ કરાવી પાણી છંટાવી સુંદર બનાવતા હતા. વૈશાખના તાપથી બચવા, ઉપર મનહર ચાંદનીઓ બંધાવતા હતા. ચેતરફ જૈનોના ઘરેઘ૨માં આનંદ ઉભરાતે દેખાતો હતો. જેન ઉપાશ્રય તેમ જૈન મંદિર પણ શણગારવામાં આવ્યાં હતાં. વાજીત્રના નાદે કણુગોચર થતા હતા. આ બધું જોતાં એમ ભાસતું હતું કે જાણે કઈ તાલેવંતની પુત્રીના લગ્નને ઉત્સવ હશે અને આજ કાલમાં જાન આવવાની હશે, જેથી આ બધી તૈયારીઓ થતી હશે. પણ વહાલા વાચક ! તપાસ કરતાં વાસ્તવિકતા તે બીજી જ જણાઈ. લગ્ન તો હતું જ પણ સંસારની વિલાસવાસના અને વૈભવનું નહિ. ત્યારે? સંસારથી પર મુક્તિની સાધનાનાં, સમ્યકત્વ-પ્રાપ્તિનાં ને સમાધિનાં એ લગ્ન હતાં. લગ્ન કરનાર વિશ્વની ચળ લહમીને માલીક કહેવાતે તાલેવંત નહેતે પણ મોક્ષની અખૂટ અને અવિચળ લક્ષ્મીને માલીક બનવા માંગનાર હૃદયની વાસનાને માલીક–સા તાલેવંત, એક નવજુવાન હતું. એની જાનમાં આવેલાનાં હદ સંસારનાં ક્ષણિક સુખે ભેગવવા યા એશઆરામ કરવા આવેલાં નેતાં પણ તપ અને ત્યાગની પાછળ અનુમોદન કરનારાં ભક્તિભીનાં હુદો હતાં. સંક્ષેપમાં વહાલા વાચક! આ લગ્ન નેતા, પરંતુ દીક્ષા ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ સગલ જીવન કથા. હતી. આવતી કાલે શ્રીવિજયધમસૂરિજીનો પાસે એક નવજુવાન દીક્ષા લેનાર હતા. એના ઉત્સવની જૈન સ`ઘે કરેલી આ તૈયારીઓ હતી. અને વાચક ! તે નવયુવાન કાઇ બીજો નહેાતે પણ આપણા એળખીતા પેલેા મનસુખ જ હતા. એ ઘરથી રજા લઈ ગુરુશ્રીના ચરણેામાં હાજર થયા હતા અને આવતી કાલે એ સામાન્ય વાસના ભૂખ્યા માનવ મટી શાન્ત અને વિરાગી સાધુ થવાના હતા. " એ અનેક જના વડે રાહ જોવાઇ રહેલી અને મનસુખની પ્રિય ‘આવતી કાલ ” · આજ ' માં પલટાઈ ગઈ. સવારથી ખૂબ ધામધુમ મચી. પ્રત્યેક પાતે તેમાં કંઇને કંઇને ભાગ લઈને ભાગ્યશાલી થવા મથતા હાય તેમ દેખાતુ હતુ. થોડી વાર પછી વરઘેાડા ચઢ્યા. મનસુખને બધાએ એક સુંદર શણગારેલ ગાડીમાં બેસાડયા, અને પેાતાને પ્રિય લાગતાં બધાં ઘરેણાં એને પહેરાવ્યાં. મનસુખે બધાને પ્રિય લાગતુ બધું થવા દીધું. એ સમજતા હતા કે આ બિચારા સમજતા નથી કે જે સસ્વ ત્યાગની અણી પર આવી પહોંચ્ચા છે અને આ ઘરેણાં શાં ? અને આ ભપકા શા ? છતાં તેણે ક્રેઇને રાકથા નહિ–થવા દીધું. બધું ગ્રાન્ત અને નીરાગ નજરે નીહાળ્યા કર્યું, વરઘાડા ચાલ્યે!–વાજા વાગ્યાં—ગીતા ગવાયાં– સ્થલે સ્થલે વધામણાં થયાં અને વરઘેાડા સમાપ્ત થયા. દીક્ષાની ક્રિયા શરૂ થઇ અને ઘેાડી વારમાં પૂરી પણ થઈ. ઘેાડા વખત પહેલાંને અટ્ટુડેટ્ કપડામાં ઉભેલા મનસુખ, એ કપડામાં વીંટળાએલા સાધુ થયા. સુંદર વાળાના સ્થાને ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ અગલ જીવન કથા. વાળ વિનાનું મસ્તક ચમકારા કરવા માંડયું. આજે મનસુખની ઈચ્છા પૂરી થઈ. એને લાગ્યું કે જીવનના ધ્યેયને પહોંચવાને સીધે રસ્તે હાથમાં આવી ગયેલ છે. હવે તે માર્ગે પ્રયાણ કરવાની જ વાર છે. મનસુખે ભાઈભાંડુ અને કુટુંબ પરની મેહમાયા ઉતારી. નાના સમુદાય સાથેનું સગપણ છે વિશ્વ સાથે સગપણ બાંધ્યું. હવે અમારે પ્રિય મનસુખ, મનસુખ મટી, “મુનિરાજ શ્રીમંગલવિજયજી” બન્ય–વ્હાલા વાચક! મારા, તારા અને જગથી પૂજ્ય એવા તેઓ અકિંચન સાધુ થયા. વંદન છે એ ત્યાગને! વિદ્યાભ્યાસની ઉત્કંઠા ને નિશ્ચય– " रम्यं हर्म्यतलं न किं वसतये ? श्राव्यं न गेयादिकम् ? किं वा प्राणसमासमागमसुखं नैवाधिक प्रीतये ? । किन्तु भ्रान्तपतत्पतङगपवनव्यालोलदीपाकुरच्छायाचश्चलमाकलय्य सकलं सन्तो वनान्तं गताः।।" –વૈરાગ્યશતક શ્લો૦ ૮૦ વિદ્યા વિનાનું જીવન, જીવન વિનાના શરીર બરાબર છે. પ્યારા વાચકે ! આપણે પેલે એાળખીતે મનસુખના, ના, હવે તે મુનિરાજ શ્રીમંગલવિજયજી પિતાના સાધુ-જીવનની કઠોર નિયમાવલીઓને સાનંદ પાળતા પિતાને સમય ગુરુસેવાની અંદર વ્યતીત કરવા લાગ્યા. સંસારીઓની રર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ સગલ જીવન કથા, જ જાળમાંથી હવે તે સાધુજીવનની મીડી શાન્તિ અનુભવતા હતા. તપશ્ચર્યાં અને ભક્તિ તેમણે જેટલી બની શકે તેટલો શરૂ કરી દીધી હતી. પ્રથમ ચાતુર્માસ તે તેમણે ‘ મહુવા ’માં જ કર્યું. પછી ‘ ગુજરાત ’માં બધે ભ્રમણ કરવા માંડયું. પણ એ ભ્રમણ ગાડી કે ઘેાડા ઉપર બેસીને ન'તું. આ તો જૈન ધમના સાધુ. એ તે કાંચન, કામિનીના સવથા ત્યાગી, એ યા ત્રણ કપડાના ટુકડા એમના શરીરને ઢાંકે. એક યા બે કપડાં એમની શય્યા માટે રહે. એમના આહાર ઘેરઘેરથી માગીને લાવેલી ભિક્ષા અને તેમાં પણ અમુક પ્રકારની નિષિતા. નીચે પગ ખુલ્લા, ઉપર માથુ ખુલ્લું. સળગતા સૂરજ હાય કે કડકડતી ઠંડી હોય, વરસતા વરસાદ હાય કે ગાઢ ધૂમસ હોય, એ બધાના એમને તે કોઇના પણ સહારા વગર કેવળ પેાતાના શરીરથી મુકાબલે કરવાના. સૈનિકની પેઠે પેાતાને ઉપયેાગી વસ્તુઓ પેાતાના શરીર પર લટકાવી વિહાર કરવાના. એમને ઘર નહિ કે બહાર નહિ; આશ્રમ નહિ કે ઉપાશ્રય નહિ. કેઇ સગુંવ્હાલું એ નહિ. એમને ચેામાસા કે જ્યારે જીવાત્પતિ અમર્યાદિત થાય છે, એ સિવાય આઠે મહિના બધે ભ્રમણુ કરતા રહેવાનું. પૈસાને એએ સ્પપણુ કરી ન શકે અને કાઇ પણ જાતના વાહનમાં એએ બેસી ન શકે. હાથમાં એક તડા અને શિર પર એક ધમની માજ્ઞા. બધાએ દેશ એમને મન સરખા. ઠેર ઠેર ઉપદેશ દેવાના અને સાથે સાધુધની આવશ્યક ક્રિયાઓ નિત્ય કરવાની. આવી સાચી સાધુતામાં મુનિરાજ શ્રીમ'ગલવિજયજીએ પેાતાનાં ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ મ'ગલ જીવન કથા. : પગરણા માંડવ્યાં હતા. તેએ ‘ ગુજરાત ’માં આઠ માસ ભમ્યા અને ચાતુર્માસ આવતાં ‘ વીરમગામ ’માં જઈ ત્યાં ચાર માસ માટે રહ્યા. ત્યાં લેાકેાને સદુપદેશ આપીને ધમ ક્રિયાઓમાં રસ લેતા કરીને સમય સંપૂર્ણ થયે તેઓ ગુરુશ્રી સાથે વિહાર કરી ગયા. ભ્રમણુ કરતાં કરતાં તેએશ્રી ભાયણી ’ નામના સુંદર તીથમાં આવ્યા. મુનિરાજ શ્રીમ’ગલવિજયજીની ભણવાની ઇચ્છા જે ઘણા વખતથી સંચાગે! પ્રતિકૂળ હેાવાથી દખાએલી પડી હતી તે સાધુત્વની સ્વીકૃતિની સાથે પુનર્જન્મ પામી હતી. તેમને વિચાર હતા કે—“ આ બહેાળું સંસ્કૃત સાહિત્ય જેમાં પ્રત્યેક વિષયના ઉચ્ચ કોટીના ગ્રંથા છે તે ભાષા હું ભણુ' અને એ ગ્રંથાને હું વાંચું, તેમ થતાં ધર્મગ્રંથા જેમાંના ઘણું! ભાગ સંસ્કૃતમાં તથા પ્રાકૃતમાં છે તે પણ સાથે ોવાઇ જશે. અને વિશેષ શક્તિ હશે તા અને ગુજરાતીમાં ઉતારી ગુર્જર પ્રજા સમક્ષ મૂકીશ, ” આ વિચાર તેઓશ્રીએ ગુરુદેવ શ્રીવિજયધમ સૂરિજીને જણાવ્યા. સૂરિજીએ તરત જ તેમની ઊંડી ઇચ્છા વિદ્યા પ્રત્યેના પ્રેમની જાણી લીધી. તેમને એક પંડિત, શ્રાવક દ્વારા ખેલાવી દીધા. પણ હજી કંઈક મુનિરાજ શ્રીમ'ગલવિજયજીના નિમિત્તે વધારે પુણ્યકાય થવાનું હશે કે જેથી ઘેાડા વખતમાં તેમને તે પડિત મહાશયના પ્રતિકૂલ અનુભવ થયે અને તેમના ત્યાગ કરવા પડડ્યા. યદ્યપિ આમ પતિના ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ મગલ જીવન કથા ત્યારથી તેમની વિદ્યાવૃત્તિને સખ્ત દુઃખ થયું પણ તેઓ મજબૂર હતા. છતાં– જે થાય છે તે સારા માટે. ' આ તાજ અનુભવથી શ્રી વિજયધર્મસૂરિજીને વિચાર જેને પંડિતે તૈયાર કરવા માટે થયે; તેવા અકાટય વિદ્વાને કાશી ” “બનારસ” જેવા વિદ્યાક્ષેત્રમાં જ થઈ શકે માટે ત્યાં જઈ શાલા યા સંસ્થા સ્થાપી સાધુઓને તથા જૈન સંતાનેને ભણાવવા. યદ્યપિ તે ક્ષેત્રોમાં જવું, ત્યાં જઈ શેડો વખત પણ સ્થિરતા કરવી, જ્યાં– " इस्तिना ताड्यमानोऽपि न गच्छेद् जैनमन्दिरम् ।" –આવી ભીષણ ભાવના બહુલતાથી ફેલાએલ હોય, ત્યાં વિદ્યાભ્યાસનું સ્થાન કેમ સ્થાપી શકાય ? છતાં અત્યારે કહેવું એ વિષયાન્તર થશે કે પુણ્યશ્લોક વિજયધર્મસૂરિજી જેવા બાહોશ, ત્યાગી અને સાધુપુંગવ માટે શું કઠિન હતું ? એમણે એ કઠિનતાને કેમ નષ્ટ કરીને જેન ધમને ઝંડો ત્યાં ફરકાવ્ય એ તેમના જીવનના પાઠકેને સુવિદિત જ છે. અસ્તુ. મુનિરાજ શ્રીમંગલવિજયજીના નિમિત્તે એ વિચાર પિતા થયે-પકવ થયે અને જવા માટે નિશ્ચય પણ થઈ ગયો. બધી તૈયારીઓ બાદ ચોમાસું પૂર્ણ થયે જવાને ઈગલે પાકે થયે. આ માસું આપણા મુનિરાજે પુનઃ “વિરમગામ ”માં કર્યું. ગુરુશ્રી “માંડલમાં ચાતુર્માસ રહ્યા. મુનિરાજ શ્રીમંગલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. વિજયજી ચેમાસું પૂર્ણ થવાની કાગના ડેળે રાહ જોઈ રહ્યા હતા. તેમને બધા ચોમાસાં કરતાં આ ચોમાસાના દિવસે વધારે લાંબા લાગ્યા. પણ આખરે તે પણ પૂરા થયા જ. પછી બધાએ ભેગા થઈને “કાશી” પ્રતિ પ્રયાણ કર્યું. લાંબી મુસાફરી અને મહાકાતિને આ રીતે પ્રારંભ થયે. " जिनकी नोवतकी सदासे गुंजते थे आसमां दमबखुद है मकबरों में हुं न हां कुछ भी नहीं। जिनके महलों में हजारों रंगके फानुस थे । झाड उनकी कब्र पर है और निशां कुछ भी नहीं ॥" એ જ લીંચ ગામ–મુનિરાજ શ્રીમંગલવિજયજીની જન્મભૂમિ અને ત્યાંના થોડા ફેરફાર સિવાયના એ જ શ્રાવકે. તેઓએ સાંભળ્યું કે મુનિરાજશ્રી “ કાશી” તરફ ભણવા જાય છે. તેઓ વિચારવા લાગ્યાઃ અરે રે! બાપ કાશી ! ત્યાં તે કેમ જવાય ? રસ્તામાં જંગલો આવે, વાઘ, સિંહે ફરતા હોય, નદીઓ આવે ત્યાં જવાય?” બધા આમ વિચારવા લાગ્યા, કારણ કે કઈ કાશી” ભણવા જાય છે એમ ફક્ત જ્યારે ગામમાં કેઈ બ્રાહ્મણના પુત્રને જનેઈ આપવાની હોય છે ત્યારે જ્યારે તે પિતે કચ્છ ભી અને દંડ લઈ કાશી ભણવા જાય છે એમ કહી દેડે છે અને તેને માટે તેની પાછળ દેવ તેને પકડે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. અને ઘેર લાવી બેસાડી દે છે, ત્યારે આ અભિનય તેઓએ જે હતું અને કાશી એ ભણવા જાય છે એ શબ્દ ત્યારે સાંભળેલ. અને આ તે સાક્ષાત કાશી' તરફ જાય છે એટલે એમ સાંભળતાં આશ્ચર્ય તે જરૂર થાય જ. છતાં તેઓ તેમને સમાવવા યા એક વખત તે પ્રદેશ તરફ જતાં પિતાના વતનને તે દર્શનને લાભ આપતા જાય, એ બહાને મુનિરાજશ્રી પાસે ગયા અને વિનતિ કરી. ગુરુભક્ત મુનિરાજ શ્રીમંગલવિજયજીએ તે કહ્યું કે “ભાઈ ! ગુરુશ્રી પાસે જાઓ તેમની જે આજ્ઞા થશે તે માટે માન્ય છે.” સમયજ્ઞ ગુરુશ્રીએ હા પાડી. શ્રાવકેન આનંદસાગર ઉલ. કેટલાએક તેમની સાથે રહ્યા અને કેટલાક ઘેર ખુશ ખબર આપવા પહોંચી ગયા. આવકના આનંદને દિવસ આવ્યું. મુનિરાજ શ્રીમંગોવિજયજીએ પિતાના વતનમાં ગુદેવ સાથે પ્રવેશ કર્યો. આખું ગામ પેલા મનસુખને જેવા ઉલટયું. પણ તેઓ નિહાળે છે તે પેલે મનસુખ ને તે પણ આ તે કોઈ સાધુના લેબાશમાં ઉપયોગથી પગલાં ભરતા મુનિરાજશ્રી હતા. કેટલાકની આંખમાં હર્ષનાં આંસું આવ્યાં. કેટલાક તેમને વિમિત વાને નીહાળી જ રહ્યા. કેટલીક વૃદ્ધાઓ પિતાના ખેાળામાં રમેલ મનસુખની આ દશા જોઈ ઉભી ઉભી આંસુ સારવા લાગી. કેઈ સ્ત્રીઓ તેને કુતૂહલતાથી અનિમેષ નયને નિરખી રહી હતી. આવી લોકકશાને નીહાળતા, ગુરુશ્રીની પાછળ નતવદને પગલાં ભરતા મુનિરાજ શ્રીમંગલવિજય ધીમે પગલે ચાલતા હતા. ધીરે ધીરે બધા ઉપાશ્રયમાં આવી ર૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. પહોંચ્યા-ગુરુશ્રીએ થોડા ઉપદેશ આપ્યા. એ સાંભળીને શ્રાવકા સહુ વિખરાયા. મુનિરાજ શ્રીમંગલવિજયજી ભિક્ષાની ઝેની લઇ ગેાચરી માટે એક અન્ય સાધુ સાથે નીકળી પડ્યા. પ્રત્યેક ગૃહસ્થ પેાતાનું ઘરઆંગણુ‘પવિત્ર કરવાને વિનવી રહ્યો હતા. મુનિરાજશ્રી દરેકને ત્યાંથી ઘેાડું થાડું લેતા આગળ વધ્યા. એમ કરતાં કરતાં પેાતાનું પૂર્વાંનું ઘરઆંગણું આવ્યુ, તેમની આંખાની સામે સીનેમાના પટ પર ફરતાં દક્ષ્યાની માફક પોતાની પૂર્વાવસ્થા યાદ આવવા લાગી. આ એ જ ઘર જેમાં મનસુખ રહેતા હતા, રમતા હતા. આ તે જ ઘર જેમાં હમેશાં કલકલ ધ્વનિ થઇ રહેતા હતા, જેમાં આજે એક એ માણસા સિવાય કાઇ ને’તું, ઘેર શાન્તિનુ સામ્રાજ્ય છવાએલુ હતું. આ તે જ પાડેાશ જ્યાં એ ચાર ડાહ્યા અને આની વૃદ્ધે રહેતા હતા. અરેરે ! તે પણ કાળના ચક્રમાં છૂપાઇ ગયા હતા. આ જ પાડાશનાં ઘર જ્યાંની ગૃહદેવીએ અમૂલ્ય શણગારા સજી ફરતી હતી, આજે તેમાંની કેટલીકના શરીર પર એક લાલ વસ્ર સિવાય કાંઇ ને’તું. સુંદર વૃક્ષે જ્યાં મનસુખ રમતા તેમાંનાં કેટલાંક આજે કરમાઈ ગયાં હતાં. કેટલાંક મકાને જે માનવાથી પૂર્ણ રહેતાં ત્યાં સંભાળ રાખવા માટે નિર્જીવ તાળાં સિવાય કોઇ ના’તુ. ૨ ક્રૂર સંસાર ! ખરેખર સ’સારમાં કાણુ અચલિત અને અદુઃખી રહ્યું છે ? જે આજે કુદે છે તે કાલે માટીમાં મળે છે. આજે રાજા થઇને મેાજ કરે છે, કાલે તે રસ્તા પર ટુકડા માગનાર ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ મગલ જીવન કથા. ભીખારી બને છે. ખરેખર સંસારમાં ધર્મ સિવાય કે અચલિત રહ્યું જ નથી. મુનિરાજશ્રી આ બધા વિચારમાં ડૂખ્યા હતા. તેમની દશા એક કવિ એ કહ્યું છે તેવી જ હતી કે– વો શોક, યંભુ મુજ ગાન, જ્ઞાન આ એક જ રે. વિના ધર્મ, નવલ, આ સ્થાન ચલિત સૌ એક જ રે. મુનિરાજ વૈરાગ્યની ભાવનાને પ્રદીપ્ત કરતા આગળ વધ્યા. એમને એમનાં બાલ્યાવસ્થાનાં સુખ ન સાંભર્યા પણ એમને તે બધે સંસારની નશ્વરતા જ ભાસી. ગામમાં ત્રણ વર્ષ જેવા થોડા સમયમાં થયેલું પરિવર્તન નીહાળતા પાછા ફર્યા. ખરેખર ! સંસારનાં ચક્રો હમેશાં ગતિશીળ જ રહે છે; એના સુખદુખના પાટા પ્રત્યેક ઉપર ફરી જાય છે. આમ મુનિરાજશ્રી ચાર દિયવસાં રહ્યા. શ્રાવકોને તથા અન્ય પ્રધાને સારો ઉપદેશ આપે. બધા આનંદિત થયા. ચોથા દિવસની ઉષા પ્રગટી અને વતન તેમજ વતનવાસીઓને છે એ વિદ્યારસિક મુનિરાજ ગુરુશ્રીની સાથે “કાશી” જવાના પંથમાં આગળ વધ્યા. પ્રયાણુ– " को वीरस्य मनस्विनः स्वविषयः को वा विदेशस्तथा ? यं देशं श्रयते तमेव कुरुते बाहुमतापार्जितम् । यदंष्ट्रानखलादगुलपहरण सिंहो वर्न गाहते तस्मिन्नेव इतदिपेन्द्ररुधिरैस्तृष्णां छिनस्यात्मनः॥" ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. દેહગામ થી વિહાર શરૂ થશે. હમેશાં દશથી વશ માઈલની મજલ અને તે પણ પગપાળાની જ ! પિતાને સામાન પતે જ ઉઠાવીને ચાલવાનું. આમ તેમની મજલ આગળ વધી. આટલી મોટી મજલની અને આટલા મોટા ઉદ્દેશની ખબર “ગુજરાતમાં પડતાં છાપાઓમાં ખળભળાટ મચી રહ્યો. પ્રત્યેક તેઓના કાર્ય તરફ આકર્ષાયા. કેઈ રાગથી, તે કોઈ દ્વેષથી, તે કઈ જીજ્ઞાસાથી. તેઓએ સુંદર “ગુજરાત વટાવ્યું. સાથે એને સુંદર રાક, સુંદર વાસસ્થાને, સુંદર શ્રેતાઓ અને રસીલું વાતાવરણ પણ છોડ્યું. હવે “ઉજજેન” તરફના પગે પડ્યા. નવે પ્રદેશ, નવા મનુષ્ય અને નૂતન ભાવનાઓમાં થઈને પોતાનો માર્ગ કાપવા મંડયા. પ્રત્યેક ગ્રામમાં ગુરુશ્રી લોકોને ઉપદેશ આપતા અને કેને કલ્યા ના માર્ગ તરફ પ્રેરતા. વિક્રમરાજાની પ્રસિદ્ધ “ઉજયિની” આવી. એને પેલે પ્રસિદ્ધ સિદ્ધવડ, ભતૃહરિની ગુફાઓ, ક્ષિપ્રા નદીના હરીઆળા તટે, અવંતી પાશ્વનાથનું સુંદર મંદિર, કાલીયાદેને મહેલ વિગેરે સુંદર સ્થાને આવ્યાં અને છેડ્યાં. એ સાધુસમુદાય કમર કસીને આગળ વધ્યું. શાઝાપુર”, “શિવપુરી” અને “ઝાંસી નાં બીહામણાં જંગલમાં ચાલ્યા. દિવસે પણ માનવી હથીઆર વગર ચાલતાં જે એવી ઘેાર વનરાજીઓ ખાલી આત્મવિશ્વાસ ઉપર પસાર કરી. કેઈ વખત જંગલમાં રહેવું પડે, વાઘોની ચીસ સંભલાય, અજ્ઞાનીઓને ઉપદ્રવ સાથે હોય, કોઈ વખત ભૂખ્યા ઝાડ નીચે સુઈ રહેવું પડે, તે કઈ વખત માગ ભૂલેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ સગલ જીવન કથા. સાથીની શેાધમાં હેરાન થવું પડે. એમ કરતાં ‘ ઝાંસી ’ અને તેના પ્રસિદ્ધ કિલ્લો પણ વટાબ્યા, અને ‘કાનપુર’ ‘પ્રયાગ’ના રસ્તે પડયા. એવા પ્રદેશેામાં કરવું અને સાધુતાના નિયમ પાળવા એ કેટલી કઠિન વાત છે તે વ્હાલા વાચક ! તું હું કે બીજા ન કહી શકીએ; જેને અનુભવ્યુ` હાય તે જ વર્ણવી શકે. ‘કાનપુર’ આવ્યું–ગયુ’. ‘પ્રયાગ’ આવ્યું. ‘ગંગા’–‘જમના'ના મહાસગમ આવ્યે અને આગળ વધ્યા. ખીરે ધીરે જે લક્ષ્ય પૂર્વક નીકન્યા હતા તે વિદ્યાપુરી—‘કાશી’ પણ આવી પહેાંચી. ઉનાળાને બેઠાને બે અઢી મહીના વીતી ચૂકયા હતા. વૈશાખ સુદ ત્રીજની સુંદર સવારે જૈન નામથી ભડકનારા, જૈનાને ઘૃણાની નજરે જોનારા, વિચિત્ર માનવસમુદાયવાળા ‘ કાશી ’ નગરમાં સાધુમંડળે પ્રવેશ કર્યાં. સ્થાને પહોંચવાના મહીનાએના પરિશ્રમ આજે સફળ થયા. ગુરુશ્રી આજે આટલા પ્રવાસ બાદ પણ આનંદમાં હતા. તેમના મુખ પર આનંદની લહરીએ ઉઠતી એવાતી હતી. મુનિરાજ શ્રીમંગલવિજયજી આજે ઉંડા આત્મસતષ અનુભવતા હતા. વ્હાલા વાચક! જેમ સ્વપ્ન આવે અને કલાકોના કલાકે। પસાર થઈ જાય તેમ ચાર કે છ મહિનાના સમય તુ એકદમ કાઢી નાખ; કારણ કે એટલા સમય વિજયધ - સૂરિજી માટે સ્થાનની શેષ કરવાના, અને વિદ્યા માટે યથાચેાગ્ય બદાબસ્ત કરવાના હતા. એ બદોબસ્ત ફ્રેમ કર્યો અને બધું ફ્રેમ વ્યવસ્થિત થયુ એ જાણવાની જો તને જીજ્ઞાસા થતી હાય તેા પ્યારા પાઠક ! સૂરિજીના જીવનવૃત્તાન્તને તુ મેઈ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. લેજે; તને યથાર્થ ભાન થશે. આટલે સમય આપણા મુનિરાજશ્રીએ તે મંદ ગતિથી અભ્યાસ કરવામાં વિતાવ્યું. થોડા મહીના વીત્યા–સ્થાન નકી થયું. “કાશી” જેવામાં સાધુતાથી ખેંચાઈને શુભેચ્છકે પણ વધ્યા. ભણાવનાર પંડિત પણ નક્કી થયા. અને એક પાઠશાળાનું પણ સ્થાપનકાર્ય થયું, જે પાછળથી “શ્રીયશવિજય જૈન પાઠશાળા અને નામે પ્રસિદ્ધ થઈ. અભ્યાસ તડામાર ચાલ્યો. જેનના પુત્રે પણ ગુજરાત”નું કમળ વાતાવરણ છેડી ત્યાં આવવા લાગ્યા અને વિદ્યાના વ્યાસંગમાં લીન થવા માંડયા. આપણું કથાનાયક પણ તેમાં મસ્ત બન્યા. તેઓ સંપૂર્ણ શક્તિથી વિદ્યાભ્યાસમાં તલ્લીન બની ગયા. તેમણે દિવસ રાતનું ભાન પણ થોડા સમય માટે છોડ્યું. એક વર્ષ પસાર–બે વર્ષ પસાર-ત્રણ, ચાર એમ આઠ આઠ વર્ષનાં વહાણાં વીત્યાં. આવી આવી ઘેર તપશ્ચર્યા બાદ વિદ્યાદેવી પ્રસન્ન કેમ ન થાય ? મુનિરાજ શ્રીમંગલવિજયજીનું જ્ઞાન હવે અપ્રતિમ વધ્યું હતું. તેઓ વ્યાકરણ, ન્યાય તેમાં પણ નવ્ય ન્યાય અને પ્રાચીન ન્યાય, સાહિત્ય વિગેરેના તથા પ્રત્યેક દર્શનના સારા જ્ઞાતા બન્યા હતા. આટલા ટૂંકા સમયમાં તેઓશ્રીએ પ્રત્યેક વિષયનાં ઉચ્ચ પુસ્તકોને અભ્યાસ કરી લીધું હતું. વ્યાકરણમાં તે સિદ્ધાન્તકેમુદી, પાતંજલ મહાભાષ્ય, લઘુશબ્દેન્દુશેખર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા પરિભાદ્રોખાર, મનેરમા, વિભક્તિ-અર્થનિર્ણય વિગેરે વિગેરે સારાં પુસ્તકનું તેમણે અધ્યયન કર્યું. ન્યાયમાંનવ્ય ન્યાયમાં મુક્તાવલી,દિનકરી, પંચલક્ષણ, માથુરી, સિદ્ધાન્તલક્ષણ-પક્ષતા, સામાન્ય નિરુક્તિ, હેત્વાભાસ વિગેરેનું અધ્યયન કર્યું. પ્રાચીન ન્યાયમાં ગતમસત્ર, વા સ્યાયનભા, ન્યાયવાતિક, વૈશેષિક દર્શન, ન્યાયમંજરી, સાંખ્યતકેદી, સાંખ્યપ્રવચન, વેદાન્ત પરિભાષા, શારીરિકમાણ, બ્રહાસૂત્ર જેવાં અકાય પુસ્તકનાં અધ્યયન કર્યા. સાહિત્યમાં પણ કાવ્યપ્રકાશ, સાહિત્યદર્પણ, પંચકાવ્ય વિગેરેનું અધ્યયન કર્યું. જેન ન્યાયનાં પ્રાપ્ત ઘણું પુસ્તકે તેમણે વાંચ્યાં. ઘણા વખતના ભૂખ્યાને સુરવાદુ ભોજન મળતાં એ પેટ ભરાતાં સુધી કેમ છેડે એમ આજે જ્ઞાનના ભૂખ્યાને સ્વાદિષ્ટ જ્ઞાનનું ભેજન મળતાં એ અમુક હદે કેમ કાય? મુનિરાજશ્રીએ તે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરીક્ષા આપવાને વિચાર ખાસ નેતે, છતાં એક વખત વિચાર થતાં “કાશીમાં મધ્યમાની પરીક્ષા આપી. તેમાં ઉતીર્ણ થતાં સાથીઓની સલાહ અને આગ્રહથી તેઓશ્રી કલકત્ત” વિહાર કરી ગયા. ત્યાં હિન્દુ ન્યાયતીર્થની પરીક્ષા આપી ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી “ન્યાયતીર્થનું પદ પ્રાપ્ત કર્યું. એક વખત બંગીય વિદ્વાનોની સભામાં ચર્ચાવાત થતાં અને તેમાં પિતાની કુશળતા સિદ્ધ થતાં તેઓશ્રોને “ન્યાયવિશારદ'ની પદવી પણ પ્રાપ્ત થઈ. ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ મોંગલ જીવન કથા. ' પેાતાના અભ્યાસ સાથે તેઓશ્રી પેાતાના જ્ઞાનના લાભ અન્યને પણ આપવા ચૂકયા ના’તા. · કાશી 'માં પચાસેક વિદ્યાર્થીઓને તથા કેટલાક સંન્યાસીઓને પણ તેઓએ અભ્યાસ કરાવ્યેા. કેટલાક જૈન સાધુઓએ પણ તેમના જ્ઞાનના લાભ ઉઠાવ્યા. તેઓશ્રી હમેશાં પેતાના જ્ઞાનના લાભ આપવાને તત્પર રહેતા. આ સમયે તેમના જ્ઞાનથી આકર્ષાઇ ‘ કલકત્તા સંસ્કૃત એસોશીએશને ’ પેાતાની ન્યાય, વ્યાકરણની ટાઇટ્સ પરીક્ષાઆના તેમને પરીક્ષક નીમ્યા અને ત્યારબાદ વારવાર અન્ય પરીક્ષાઓના પણ તેએ પરીક્ષક ખનતા રહ્યા. આમ તે દશ વર્ષ સુધી તે ખરાબર કામ કરતા રહ્યા પણ અન્તમાં અન્ય વ્યવસાય વધતાં તે પ્રવૃત્તિના તેમણે ત્યાગ કર્યાં. આટલા અભ્યાસ બાદ પેાતાના ગુરુદેવ સાથે પાછા તેઓ ‘ ગુજરાત ’ તરફ વિહાર કરીને આવ્યા. માર્ગોમાં ‘ ઉદેપુર ’, ‘ મેવાડ ’, ‘ મારવાડ ’ વિગેરે પ્રદેશેામાં ખૂબ ફર્યા અને ધર્મના પ્રચાર કર્યાં, ધીરે ધીરે ‘ ગુજરાત ’માં આવ્યા. પુનઃ એક વખત પેાતાના વતનમાં શ્રાવકાના આગ્રહથી ચાર દિવસ માટે જઇ આવ્યા. ત્યારબાદ તીર્થાધિરાજ ‘ શત્રુંજય ’ ને ભેટવા-ત્યાંથી પાછા ફી મુંબઈને માગે પડથા—અને • મુંબઇ ’માં જ ચાતુર્માસ કર્યું. ' તેમની પ્રવૃત્તિ— ૮ ઈશ્ર્વરના સંબંધમાં લેાકેા કહી ગયા છે કે તેને એક ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. દીકરો હતો. પેગમ્બરને માટે પણ કેટલાક તરફથી એમ કહેવામાં આવ્યું છે કે તે એન્દ્રજાલિક હતું. જ્યારે ઈશ્વર કે પેગમ્બર પણ માણસની નિંદામાંથી નથી બચ્યા ત્યારે માણસ તે કેવી જ રીતે બચી શકે?” –સૂરીશ્વર અને સમ્રાટુ તેઓશ્રીએ પિતાની પ્રવૃત્તિ હમેશાં જ્ઞાનમય જ રાખી છે. તેઓએ આ છાપાંના નકામા-ધાંધલી આ વાતાવરણમાં જરા પણ ભાગ નથી લીધે અને હમેશાને માટે ઉદાસીન રહ્યા છે. પિતાનાથી બનતી સાહિત્યસેવામાં અને ધર્મોપદેશમાં તથા અન્ય ધર્મક્રિયાઓમાં પિતાનું જીવન વ્યતીત કર્યું છે. તેઓશ્રી સદા સમજતા આવ્યા છે કે નકામા બીજાને હલકા પાડવાથી ચા પિતાની ખેટ બડાઈ હાંકવાથી મેટા નથી થવાતું. જે ચાહે છે કે અમે મોટા થઈએ તેઓ હમેશાં ખોટા જ કરે છે જે શાન્ત અને સૂપચાપ પોતાની સાહિત્યક પ્રવૃત્તિ વધારતે જાય છે તે જ પાર ઉતરી જાય છે, નહિ તે કલેશના કીચડમાં ફસાઈ પિતાનું ધ્યેય તે ચૂકી જાય છે. આ જ એમના વિચાર અને એ જ એમની ધારણા, જે આજની મરમ ઘધ સુધી એક જ સરખી છે. અરે! પિતાના પર દ્વેષીઓ તરફથી જુઠા અને અપમાનકારક હુમલા થયા છતાં તેઓ છાપાંઓની કહેવાતી સભ્ય ગાળાગાળીમાં નથી પડયા. તેઓ સર્વદા સ્વામી રામતીયના જે જ સિદ્ધાન્ત રાખે છે કે મિત્રો અથવા શત્રુઓએ કરેલી ટીકાને આપણે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જાગૃત કરવા આવેલા ખરાબ સ્વપ્ન તરીકે જ ગણી કાઢવી. તમે જાગે છે ત્યારે સ્વપ્ન ક્યાં છે?” અને વહાલા વાચક! પરિણામમાં જે હીરે તે તે આજે હીરે જ રહ્યો અને નકલી હીરા બિચારા પિતાનું નૂર ગુમાવી બેઠા. જે પોતે સમજે છે કે હું ખરાબ નથી તેને ભલે એક વખત દુનિયા ખરાબ કહે પણ તેથી તેને કાંઈ નુકશાન થતું નથી. અરે ! આ ચક્કરમાં તીર્થકર જેવા સમર્થ જ્ઞાનીઓ પણ આવી ગયા છે તે મનુષ્ય કેણ માત્ર ? અગર કેવળ સારાની જ દુનિયા હેત તે તેને ઉદ્ધાર ક્યારને થઈ ગય હેત. એ તે ખરાબ વગર સારાની પરીક્ષા ન હોય. અમાવાસ્યાનાં ઘોર અંધારા સિવાય ચંદ્રનું મૂલ્ય કેમ અંકાય ? આપણા મુનિરાજશ્રી આ વાતના સમજદાર હેવાથી આ જ સુધી શાન્ત રહેવા પામ્યા છે અને તેઓશ્રી સમાજને સારાં સારાં પુસ્તક આપી શક્યા છે. તેઓશ્રીએ ન્યાય, વ્યાકરણદિના ઘણા ગ્રંથે ગુજરાતીમાં યા અન્ય ભાષામાં ગુજરાતિ પ્રજાના હિતાર્થો લખ્યા છે. ન્યાય વ્યાકરણ જેવા વિષય ભાષામાં ઉતારવા એ ખરેખર બહુ કઠિન બાબત છે. તે સાથે તેઓશ્રીએ દર્શન પર પણ પુસ્તકો રચ્યાં છે. પિતે ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષાના કવિ પણ છે. તેઓશ્રીએ રાસ તથા અન્ય પુસ્તક પદ્યમાં પણ લખ્યાં છે. તેની વિસ્તૃત સૂચી અત્ર આપવામાં આવેલ છે. આવી રીતે આજ દિન પર્યક્ત તેઓશ્રી પિતાની સાહિત્ય વિષયક પ્રવૃત્તિ એકધારી વધારી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ મગ ઝવન કથા. તેઓશ્રીને “ગુજરાત માં આવતાં “ખ્યાવરમાં સૂરિજી સમક્ષ શ્રી પ્રવર્તકનું પદ આપ્યું, જે સમયે આજે આચાચંપદથી વિભૂષિત શ્રી વિજયેન્દ્રસૂરિજીને ઉપાધ્યાય પદવી અપાણી હતી તથા જે વખતે સંસ્કૃત ભાષાના અખક અભ્યાસી ન્યાયતીય ન્યાયવિશારદ મુનિરાજ શીખ્યાયવિજયજી કિસનગઢથી ખાસ પધાર્યા હતા, તથા જે મંગલ સમયે ગુરુભક્ત મુનિરાજ શ્રીવિશાલવિજયજીને ભાગવતી દીક્ષા અપાણી હતી. પુનઃ કાશી તરફ પ્રયાણું– મુંબઈ ના ચાતુર્માસ બાદ શ્રીવિજયધર્મસૂરિજીની ઇચ્છા પુનઃ “કાશી” તરફ જવાની થઈ; કારણ કે તેમને અનુભવે બતાવ્યું કે પોતે સ્થાપેલ “શ્રીવીરતત્વ પ્રકાશક મંડળ” ને ત્યાં લઈ જવામાં આવે તો ઉન્નતિ થાય. પુનઃ મહાત્માજીએ પિતાની મજલ શરૂ કરી દીધી. સાથે આપણા પ્રવર્તક મુનિરાજ શ્રીમંગલવિજયજી પણ હતા. મનુષ્ય ધારે છે શું અને થાય છે શું? અધવચ પરિશમથી સૂરિજી બિમાર થયા. અને “ઈદર પહોંચતાં પહથતા તેમની તબીઅત બહુ લથડી ગઈ. હવે તેમને લાગ્યું કે મારે વધારે આરામ શરીરને આપવું જોઈએ. પણ બીજી બાજુ પાઠશાળા માટે જવાની જરૂરીઆત હતી. હવે શું કરે? અત્તે તેમણે વિચાર્યું કે એ કામ પ્રવર્તક શ્રીમંગલવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ મંગલ જીવન કથા. સારી રીતે કરી શકશે, માટે તેમને બેલાવી કહ્યું-“ભાઈ તમે જાઓ.” ગુરુભક્ત પ્રવર્તકજીને તે ન ગમ્યું. રોગગ્રસ્ત ગુરુશ્રીને છોડી અન્યત્ર કેમ જવું? પણ અન્તમાં ગુરુદેવના અત્યાગ્રહને વશ થઈને એમણે પોતે અન્ય ત્રણ મુનિવરો સાથે “કાશી” તરફ પ્રયાણ કર્યું. અને ગુરુદેવને પુનઃ જલદી મળવાનો અંતર પ્રાર્થના કરી. આ સમયે તેઓશ્રીની સાથે શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી પણ હતા. પણ અરે રે! માનવી કયે દિવસે પિતાની ઈચ્છાને પાર પાડી શક્યા છે ? તે જે ચાહે છે તેની પ્રતિકૂળતા તેની સામે હાજર થાય છે. એક કવિ પિકારે છે કે – અરે પ્રારબ્ધ તે ઘેલું, રહે તે દૂર માગે તે; ન માગે દેડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે ! ” થયું પણ એમ જ. હજી “ કાશી” પહોંચ્યાને અઢી માસ માંડમાંડ થયા હતા તેટલામાં તો જૈન ધર્મને મહાદીપ બુઝા. જૈન નભોમંડળને ચંદ્ર આથમી ગયે. શ્રી વિજયધર્મસૂરિજીનો સ્વર્ગવાસ થયે. આવા સમાચાર સાંભળતાં. ગુરુભકત શિષ્યને ગુરુના વિરહનું દુઃખ કેટલું થાય તે પ્યારા પાઠક ! વર્ણવું મારી લેખન-શક્તિની બહારની વાત છે. પણ હવે અફસેસ કરે કાંઈ વળે તેમ નથી તેમ વિચારી પિતાના મનને શ્રીમંગલવિજયજીએ સમજાવ્યું. અને તેજ વખતે જાણે સ્વર્ગસ્થ ગુરુદેવને અંજલિ ન ધરતા હોય તેમ બે - ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ મગલ જીવન કથા. પ્રતિજ્ઞા કરી લીધીઃ એક તા વિદેશી કાપડના સથા ત્યાગ અને ખાદીનુ અંગે ધારણ; અને ત્રીજી હંમેશાં છ વિગયમાંથી ચાર વિગયને ત્યાગ, પ્યારા પાઠક ! આ પ્રતિજ્ઞાનું મહત્ત્વ ઝીણી ઝીણી મલમલા પહેરતા મુનિરાજોને પૂજે કે ચા વિના વ્યાકુળ થતા શ્રીમાને પૂછજે અસ્તુ, તેઓશ્રી કાશી ’માં રહ્યા. ત્યાં પાછળથી “ શ્રીવીરતત્ત્વ પ્રકાશક મંડળ ” પણુ આવ્યું. તેઓશ્રીએ તેનુ ત્યાં એકાદ વર્ષાં સુધી સુચારૂ રૂપે સ'ચાલન કર્યું. વિદ્યાએને પ્રેમથી ભણુાવ્યા તથા વ્યવસ્થા સુંદર ખનાવી. પરંતુ એટલામાં ઉક્ત સસ્થાને ગુરુદેવના સમાધિમંદિર પાસે “ શિવપુરી ”માં લઈ જવાનું નક્કી થયું. પ્રવક શ્રીમગલવિજયજી પેાતાના મ્હોટા ગુરુભાઇ ઇતિહાસતત્ત્વમહેદધિ શ્રીવિજયેન્દ્રસૂરિજી તથા શાસનદીપક મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી જેવા સમર્થ વિદ્વાન મુનિવરા સાથે આગ્રામાં ભેગા થઇ ‘ શિવપુરી ' તરફ ચાલ્યા. વચમાં આગ્રા 'માં શેઠ શ્રોલક્ષ્મીચદ્રજી ભેદના આગ્રહથી ચાતુર્માસ રહ્યા જે વખતે ત્યાં એક પ્રતિષ્ઠા પણ શેઠશ્રી તરફથી થઇ તથા ગુરુદેવના સ્મારક તરીકે એક માટુ' પુસ્તકાલય સ્થપાયુ'. વાચક ! તે પુસ્તકાલય તે “ વિજયધમ લક્ષ્મી જ્ઞાનમદિર ” જેમાં આપણા જીવનનાયકે એકત્રિત કરેલ સુંદર પુસ્તકોના સંગ્રહ ' આપ્યા છે. 6 અહિંના ઉત્સવમાં ‘ આગ્રા 'ના શ્રીસ ́ધ તરફથી પૂજ્ય ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ સગલ જીવન કથા. પાદ ઉપાધ્યાય શ્રીઇન્દ્રવિજયજીને ‘ આચાય 'પત્તુ તથા આ પણા પ્રવત કજીને ‘ ઉપાધ્યાય ” પદ મળ્યું. ત્યારખાદ ઉપાધ્યાયજી ‘ શિવપુરી ’ પધાર્યાં. પાઠશાળાને રૂડી રીતે સ’ચાલિત કરીને પોતે આચાર્યશ્રી સાથે મારવાડમાં વિચરી કરી ‘ શિવપુરી 'માં આવી ત્યાંથી ‘ મુંબઇ ’ ચાતુર્માસ કરી પૂજ્ય આચાર્યશ્રી સાથે ‘મદ્રાસ’, ‘ હૈસુર ’ તરફ ચાલ્યા. હજારા માઇલેાના વિહાર એ ત્યાગી મુનિએએ પગે કર્યો.આજે વેગથી દોડતી ટ્રેનમાં પણ પ્રવાસીને ત્યાં પહોંચતા ચાર પાંચ દિવસ પૂરા જોઇએ ત્યાં પગે ચાલીને જવુ' એ શું નાની સૂની વાત છે ? ધાર અટવીએ, પાણીના પૂરથી ગાંડી બનેલી નદીએ, પચીસ ત્રીસ કદમ પર ગરજતા સિહા, અને જંગલી લેાકેાની વચ્ચે વૃક્ષાના આશરા નીચે વિશ્રામ લેવાના, આવું આવુ' પ્રતિદિન મળવાનું છતાં નાના સાડાત્રણ હાથના માનવી પણ શું નથી કરી શકતા ? સસારની સારામાં સારી કરામતા એની જ ખનાવેલી છે. અસ્તુ. આજે તે ઉપાધ્યાય શ્રીમ’ગલવિજયજી ‘ગુજરાત’ કાઠીઆવાડથી હજારા માઇલના છેટે જૈન ધર્મોથી વધુ અપરિચિત પ્રદેશેામાં ફ્રી પેાતાની વિદ્વતાનેા ત્યાંના ભવ્ય જીવાને લાભ આપી રહ્યા છે. આજે ચાપન ચાપન વર્ષની અવસ્થાએ પણ એ ત્યાગી મહાત્મામાં હજારો માઈલના વિહાર કરવાનું સામર્થ્ય ભયુ છે. કયાં આજના નવજુવાન જે ચાર માઈલ ચાલતાં પણ હાંફ઼ી જાય અને કાં આ વયે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, ત્યાગી સાધુ ! ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ મગી જીવન કથા હવે હાલા વાંચક ! આપણે અત્યારે અહિંથી વિખુટા પીશું. ઉપાધ્યાયશ્રીના જીવન માટે વધારે શું લખવું ? જગદ્વિખ્યાત જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીની કીતિ અને મહત્તામાં શું તેમને ભાગ નેતે ? વિશ્વવિજયી યોદ્ધાઓના વિજયમાં શું સેનિકના આત્મગથી સ્થપાયેલ હિસ્સો નથી હેતે? શેઠની શેઠાઈમાં જેટલી તેની મહત્તા પ્રશંસનીય છે તેટલે તેના હાથ નીચેના કુશળ નેકરને આત્મભેગ પણ છે. ઉપાધ્યાયશ્રીએ છાપામાં પિતાનાં નામે ન છપાવ્યાં-નકામાં કલેશે કરી પ્રસિદ્ધ પુરુષ નથી બન્યા એમણે તે ગુરૂશ્રીની ભક્તિમાં અને સાહિત્યની મુંગી સેવામાં જ પિતાના કર્તવ્યની વર્તમાનને માટે ઈતિશ્રી માની છે. પ્રાન્ત-શાસનદેવ તેમને આરોગ્ય અર્પે જેથી માનવજીવનના ટુંકા સમયમાં પણ તેઓ લેકકલ્યાણને માટે બીજા અનેક લાભદાયી ગ્રંથ રચે અને બાલાજીને સમાગે દેરે. પિતાની શુદ્ધ સાધુતાથી નાસ્તિકતાભર્યા વાતાવરણમાં પણ સત્યધર્મના સ્થાપે એમની કીતિ તથા સાધુતાના પરિમલે દિગદિગન્તમાં પ્રસરે. આટલી જ શુભેચ્છા કરીને વ્હાલા વાચક! આપણે વિખુટા થઈશું. ૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ IDAINIAuDITICIANISHRIMINATION ISAIRAMIAD AMITAININGாயாமை இUIDAINBAMINIMAARINESIAunami பா ைபமயமாபெயாமலேவாரேயம் யார் யார் AERIAanianதியாவாயோ யா யாம் ન્યાયતીથ ન્યાયવીશારદ ઉપાધ્યાયથી મંગલવિજયજી મહારાજ કૃત ગ્રન્થો. –હીંદી-ગુજરાતી૧ જૈન સાહિત્યમાં પદાર્થની વ્યવસ્થા. 2 સપ્તભંગી પ્રદીપ. 3 તન્વાખ્યાન ( પૂર્વાદ્ધ ). 4 ) ( ઉત્તરાદ્ધ ) 5 દ્રવ્યપ્રદીપ, ટુ ધમપ્રદીપ. 7 સમ્યક્ત્વપ્રદીપ, 8 અષ્ટપ્રકારી પૂજા. 9 ધર્મ-જીવન પ્રદીપ, - સરકૃત ગ્રન્થા- - 10 જૈનતરવપ્રદીપ. 11 ધમદીપિકા ( વ્યાકરણ ). -છપાય છે 12 આહત દર્શન દીપિકા, મલવાનું ઠેકાણું - શ્રી યશોવિજય જેન ગ્રન્થમાલી, | (કાઠીઆવાડ ) ભાવનગર. ente unusmin SIGAIHINISHINAICINEய மெயையANANIDாயையொRINரொபவ யாரேUMARIATISIT பயமாக யோமாயாரோ யாராலmTISINHAIR NAIDeuram mimilagumnanu Team Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com