________________
મંગલ જીવન કથા. સારી રીતે કરી શકશે, માટે તેમને બેલાવી કહ્યું-“ભાઈ તમે જાઓ.”
ગુરુભક્ત પ્રવર્તકજીને તે ન ગમ્યું. રોગગ્રસ્ત ગુરુશ્રીને છોડી અન્યત્ર કેમ જવું? પણ અન્તમાં ગુરુદેવના અત્યાગ્રહને વશ થઈને એમણે પોતે અન્ય ત્રણ મુનિવરો સાથે “કાશી” તરફ પ્રયાણ કર્યું. અને ગુરુદેવને પુનઃ જલદી મળવાનો અંતર પ્રાર્થના કરી. આ સમયે તેઓશ્રીની સાથે શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી પણ હતા.
પણ અરે રે! માનવી કયે દિવસે પિતાની ઈચ્છાને પાર પાડી શક્યા છે ? તે જે ચાહે છે તેની પ્રતિકૂળતા તેની સામે હાજર થાય છે. એક કવિ પિકારે છે કે –
અરે પ્રારબ્ધ તે ઘેલું, રહે તે દૂર માગે તે; ન માગે દેડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે ! ”
થયું પણ એમ જ. હજી “ કાશી” પહોંચ્યાને અઢી માસ માંડમાંડ થયા હતા તેટલામાં તો જૈન ધર્મને મહાદીપ બુઝા. જૈન નભોમંડળને ચંદ્ર આથમી ગયે. શ્રી વિજયધર્મસૂરિજીનો સ્વર્ગવાસ થયે. આવા સમાચાર સાંભળતાં. ગુરુભકત શિષ્યને ગુરુના વિરહનું દુઃખ કેટલું થાય તે પ્યારા પાઠક ! વર્ણવું મારી લેખન-શક્તિની બહારની વાત છે. પણ હવે અફસેસ કરે કાંઈ વળે તેમ નથી તેમ વિચારી પિતાના મનને શ્રીમંગલવિજયજીએ સમજાવ્યું. અને તેજ વખતે જાણે સ્વર્ગસ્થ ગુરુદેવને અંજલિ ન ધરતા હોય તેમ બે
- ૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com