________________
મંગલ જીવન કથા.
દાણાથી ભરેલા ડુંડાઓ જોઈને આનંદ પામતા હતા. આવેલા ભાતા ઉપર ભવિષ્યની મહેલાતે ઘડતાં આનંદથી પૈસા ઉડાવતા ઘકાનદારે પિતાના ધીરેલા પૈસા બેવડા વ્યાજે મળશે એમ વિચારીને મલકાતા હતા. બાળકો પણ શિયાળાની મીઠી ઠીમાં પોતાના પાઠે બહુ આનંદપૂર્વક યાદ કરતા હતા. રાત્રે ઉગતી ચાંદનીમાં સગીની આસપાસ બધાં ટેળે વળી પોતપિતાની કહાણીઓ કરતાં-કેઈ દુઃખ રડતું, કોઈ સુખ કથતું તે કઈ પરી અને અસરાની વાત કરતું એમ જાણે સર્વદેશીયા કોન્ફરન્સ ભરાતી. આવા સુદર માસની એક ચંદ્રમાવાળી રાત્રિના અન્તિમ ભાગે આપણું જીવનકથાના નાયક મહાત્માને જન્મ થયો. ત્રણ ભાઈ અને બે બહેનની પછી અવતરેલા બાળક માટે ગૃહને ઓછો આનંદ હોય; પરંતુ જન્મથી જ કઈ અનુપમ શક્તિઓને લઈને જન્મેલા આત્મા તરફ સર્વને કુદરતી ખેંચાણ થાય છે. સર્વનાં મને તે બાળકના જન્મથી જ આનંદ પામ્યાં અને જાણે એ દર્શાવવા માટે જ નામ ન પાડ્યું હોય તેમ એ બાળકનું નામ “મનસુખ” રાખવામાં આવ્યું.
અભ્યાસ અને તેનો ત્યાગ–
મનસુખ ગામડાના વાતાવરણમાં મેટે થયે, જેથી એનું શરીર સારૂં કસાયું. એના અંગમાં નકામી સુકુમારતા અને કમળતા ન ભરાયું. એ ગામડાની ખીણ અને ખેતરોમાં ફરતે નિર્ભય બન્યા. સાત વર્ષ વીત્યાં અને તે નિશાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com