________________
મંગલ જીવન કથા.
દારો પોતાના મકાનની આગળનો ભાગ સાફ કરાવી પાણી છંટાવી સુંદર બનાવતા હતા. વૈશાખના તાપથી બચવા, ઉપર મનહર ચાંદનીઓ બંધાવતા હતા. ચેતરફ જૈનોના ઘરેઘ૨માં આનંદ ઉભરાતે દેખાતો હતો. જેન ઉપાશ્રય તેમ જૈન મંદિર પણ શણગારવામાં આવ્યાં હતાં. વાજીત્રના નાદે કણુગોચર થતા હતા. આ બધું જોતાં એમ ભાસતું હતું કે જાણે કઈ તાલેવંતની પુત્રીના લગ્નને ઉત્સવ હશે અને આજ કાલમાં જાન આવવાની હશે, જેથી આ બધી તૈયારીઓ થતી હશે.
પણ
વહાલા વાચક ! તપાસ કરતાં વાસ્તવિકતા તે બીજી જ જણાઈ. લગ્ન તો હતું જ પણ સંસારની વિલાસવાસના અને વૈભવનું નહિ. ત્યારે? સંસારથી પર મુક્તિની સાધનાનાં, સમ્યકત્વ-પ્રાપ્તિનાં ને સમાધિનાં એ લગ્ન હતાં. લગ્ન કરનાર વિશ્વની ચળ લહમીને માલીક કહેવાતે તાલેવંત નહેતે પણ મોક્ષની અખૂટ અને અવિચળ લક્ષ્મીને માલીક બનવા માંગનાર હૃદયની વાસનાને માલીક–સા તાલેવંત, એક નવજુવાન હતું. એની જાનમાં આવેલાનાં હદ સંસારનાં ક્ષણિક સુખે ભેગવવા યા એશઆરામ કરવા આવેલાં નેતાં પણ તપ અને ત્યાગની પાછળ અનુમોદન કરનારાં ભક્તિભીનાં હુદો હતાં.
સંક્ષેપમાં વહાલા વાચક! આ લગ્ન નેતા, પરંતુ દીક્ષા
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com