________________
મંગલ જીવન કથા.
પહોંચ્યા-ગુરુશ્રીએ થોડા ઉપદેશ આપ્યા. એ સાંભળીને શ્રાવકા સહુ વિખરાયા. મુનિરાજ શ્રીમંગલવિજયજી ભિક્ષાની ઝેની લઇ ગેાચરી માટે એક અન્ય સાધુ સાથે નીકળી પડ્યા. પ્રત્યેક ગૃહસ્થ પેાતાનું ઘરઆંગણુ‘પવિત્ર કરવાને વિનવી રહ્યો હતા. મુનિરાજશ્રી દરેકને ત્યાંથી ઘેાડું થાડું લેતા આગળ વધ્યા. એમ કરતાં કરતાં પેાતાનું પૂર્વાંનું ઘરઆંગણું આવ્યુ, તેમની આંખાની સામે સીનેમાના પટ પર ફરતાં દક્ષ્યાની માફક પોતાની પૂર્વાવસ્થા યાદ આવવા લાગી. આ એ જ ઘર જેમાં મનસુખ રહેતા હતા, રમતા હતા. આ તે જ ઘર જેમાં હમેશાં કલકલ ધ્વનિ થઇ રહેતા હતા, જેમાં આજે એક એ માણસા સિવાય કાઇ ને’તું, ઘેર શાન્તિનુ સામ્રાજ્ય છવાએલુ હતું. આ તે જ પાડેાશ જ્યાં એ ચાર ડાહ્યા અને આની વૃદ્ધે રહેતા હતા. અરેરે ! તે પણ કાળના ચક્રમાં છૂપાઇ ગયા હતા. આ જ પાડાશનાં ઘર જ્યાંની ગૃહદેવીએ અમૂલ્ય શણગારા સજી ફરતી હતી, આજે તેમાંની કેટલીકના શરીર પર એક લાલ વસ્ર સિવાય કાંઇ ને’તું. સુંદર વૃક્ષે જ્યાં મનસુખ રમતા તેમાંનાં કેટલાંક આજે કરમાઈ ગયાં હતાં. કેટલાંક મકાને જે માનવાથી પૂર્ણ રહેતાં ત્યાં સંભાળ રાખવા માટે નિર્જીવ તાળાં સિવાય કોઇ ના’તુ. ૨ ક્રૂર સંસાર !
ખરેખર સ’સારમાં કાણુ અચલિત અને અદુઃખી રહ્યું છે ? જે આજે કુદે છે તે કાલે માટીમાં મળે છે. આજે રાજા થઇને મેાજ કરે છે, કાલે તે રસ્તા પર ટુકડા માગનાર
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com