________________
મગ ઝવન કથા.
તેઓશ્રીને “ગુજરાત માં આવતાં “ખ્યાવરમાં સૂરિજી સમક્ષ શ્રી પ્રવર્તકનું પદ આપ્યું, જે સમયે આજે આચાચંપદથી વિભૂષિત શ્રી વિજયેન્દ્રસૂરિજીને ઉપાધ્યાય પદવી અપાણી હતી તથા જે વખતે સંસ્કૃત ભાષાના અખક અભ્યાસી ન્યાયતીય ન્યાયવિશારદ મુનિરાજ શીખ્યાયવિજયજી કિસનગઢથી ખાસ પધાર્યા હતા, તથા જે મંગલ સમયે ગુરુભક્ત મુનિરાજ શ્રીવિશાલવિજયજીને ભાગવતી દીક્ષા અપાણી હતી. પુનઃ કાશી તરફ પ્રયાણું–
મુંબઈ ના ચાતુર્માસ બાદ શ્રીવિજયધર્મસૂરિજીની ઇચ્છા પુનઃ “કાશી” તરફ જવાની થઈ; કારણ કે તેમને અનુભવે બતાવ્યું કે પોતે સ્થાપેલ “શ્રીવીરતત્વ પ્રકાશક મંડળ” ને ત્યાં લઈ જવામાં આવે તો ઉન્નતિ થાય. પુનઃ મહાત્માજીએ પિતાની મજલ શરૂ કરી દીધી. સાથે આપણા પ્રવર્તક મુનિરાજ શ્રીમંગલવિજયજી પણ હતા.
મનુષ્ય ધારે છે શું અને થાય છે શું? અધવચ પરિશમથી સૂરિજી બિમાર થયા. અને “ઈદર પહોંચતાં પહથતા તેમની તબીઅત બહુ લથડી ગઈ. હવે તેમને લાગ્યું કે મારે વધારે આરામ શરીરને આપવું જોઈએ. પણ બીજી બાજુ પાઠશાળા માટે જવાની જરૂરીઆત હતી. હવે શું કરે? અત્તે તેમણે વિચાર્યું કે એ કામ પ્રવર્તક શ્રીમંગલવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com