________________
મંગલ જીવન કથા.
દેહગામ થી વિહાર શરૂ થશે. હમેશાં દશથી વશ માઈલની મજલ અને તે પણ પગપાળાની જ ! પિતાને સામાન પતે જ ઉઠાવીને ચાલવાનું. આમ તેમની મજલ આગળ વધી. આટલી મોટી મજલની અને આટલા મોટા ઉદ્દેશની ખબર “ગુજરાતમાં પડતાં છાપાઓમાં ખળભળાટ મચી રહ્યો. પ્રત્યેક તેઓના કાર્ય તરફ આકર્ષાયા. કેઈ રાગથી, તે કોઈ દ્વેષથી, તે કઈ જીજ્ઞાસાથી. તેઓએ સુંદર “ગુજરાત વટાવ્યું. સાથે એને સુંદર રાક, સુંદર વાસસ્થાને, સુંદર શ્રેતાઓ અને રસીલું વાતાવરણ પણ છોડ્યું. હવે “ઉજજેન” તરફના પગે પડ્યા. નવે પ્રદેશ, નવા મનુષ્ય અને નૂતન ભાવનાઓમાં થઈને પોતાનો માર્ગ કાપવા મંડયા. પ્રત્યેક ગ્રામમાં ગુરુશ્રી લોકોને ઉપદેશ આપતા અને કેને કલ્યા
ના માર્ગ તરફ પ્રેરતા. વિક્રમરાજાની પ્રસિદ્ધ “ઉજયિની” આવી. એને પેલે પ્રસિદ્ધ સિદ્ધવડ, ભતૃહરિની ગુફાઓ, ક્ષિપ્રા નદીના હરીઆળા તટે, અવંતી પાશ્વનાથનું સુંદર મંદિર, કાલીયાદેને મહેલ વિગેરે સુંદર સ્થાને આવ્યાં અને છેડ્યાં. એ સાધુસમુદાય કમર કસીને આગળ વધ્યું. શાઝાપુર”, “શિવપુરી” અને “ઝાંસી નાં બીહામણાં જંગલમાં ચાલ્યા. દિવસે પણ માનવી હથીઆર વગર ચાલતાં
જે એવી ઘેાર વનરાજીઓ ખાલી આત્મવિશ્વાસ ઉપર પસાર કરી. કેઈ વખત જંગલમાં રહેવું પડે, વાઘોની ચીસ સંભલાય, અજ્ઞાનીઓને ઉપદ્રવ સાથે હોય, કોઈ વખત ભૂખ્યા ઝાડ નીચે સુઈ રહેવું પડે, તે કઈ વખત માગ ભૂલેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com