________________
મંગલ જીવન કથા પરિભાદ્રોખાર, મનેરમા, વિભક્તિ-અર્થનિર્ણય વિગેરે વિગેરે સારાં પુસ્તકનું તેમણે અધ્યયન કર્યું. ન્યાયમાંનવ્ય ન્યાયમાં મુક્તાવલી,દિનકરી, પંચલક્ષણ, માથુરી, સિદ્ધાન્તલક્ષણ-પક્ષતા, સામાન્ય નિરુક્તિ, હેત્વાભાસ વિગેરેનું અધ્યયન કર્યું. પ્રાચીન ન્યાયમાં ગતમસત્ર, વા
સ્યાયનભા, ન્યાયવાતિક, વૈશેષિક દર્શન, ન્યાયમંજરી, સાંખ્યતકેદી, સાંખ્યપ્રવચન, વેદાન્ત પરિભાષા, શારીરિકમાણ, બ્રહાસૂત્ર જેવાં અકાય પુસ્તકનાં અધ્યયન કર્યા. સાહિત્યમાં પણ કાવ્યપ્રકાશ, સાહિત્યદર્પણ, પંચકાવ્ય વિગેરેનું અધ્યયન કર્યું. જેન ન્યાયનાં પ્રાપ્ત ઘણું પુસ્તકે તેમણે વાંચ્યાં. ઘણા વખતના ભૂખ્યાને સુરવાદુ ભોજન મળતાં એ પેટ ભરાતાં સુધી કેમ છેડે એમ આજે જ્ઞાનના ભૂખ્યાને સ્વાદિષ્ટ જ્ઞાનનું ભેજન મળતાં એ અમુક હદે કેમ કાય? મુનિરાજશ્રીએ તે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
પરીક્ષા આપવાને વિચાર ખાસ નેતે, છતાં એક વખત વિચાર થતાં “કાશીમાં મધ્યમાની પરીક્ષા આપી. તેમાં ઉતીર્ણ થતાં સાથીઓની સલાહ અને આગ્રહથી તેઓશ્રી
કલકત્ત” વિહાર કરી ગયા. ત્યાં હિન્દુ ન્યાયતીર્થની પરીક્ષા આપી ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી “ન્યાયતીર્થનું પદ પ્રાપ્ત કર્યું.
એક વખત બંગીય વિદ્વાનોની સભામાં ચર્ચાવાત થતાં અને તેમાં પિતાની કુશળતા સિદ્ધ થતાં તેઓશ્રોને “ન્યાયવિશારદ'ની પદવી પણ પ્રાપ્ત થઈ.
૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com