________________
સગલ જીવન કથા,
જ જાળમાંથી હવે તે સાધુજીવનની મીડી શાન્તિ અનુભવતા હતા. તપશ્ચર્યાં અને ભક્તિ તેમણે જેટલી બની શકે તેટલો શરૂ કરી દીધી હતી. પ્રથમ ચાતુર્માસ તે તેમણે ‘ મહુવા ’માં જ કર્યું. પછી ‘ ગુજરાત ’માં બધે ભ્રમણ કરવા માંડયું. પણ એ ભ્રમણ ગાડી કે ઘેાડા ઉપર બેસીને ન'તું. આ તો જૈન ધમના સાધુ. એ તે કાંચન, કામિનીના સવથા ત્યાગી, એ યા ત્રણ કપડાના ટુકડા એમના શરીરને ઢાંકે. એક યા બે કપડાં એમની શય્યા માટે રહે. એમના આહાર ઘેરઘેરથી માગીને લાવેલી ભિક્ષા અને તેમાં પણ અમુક પ્રકારની નિષિતા. નીચે પગ ખુલ્લા, ઉપર માથુ ખુલ્લું. સળગતા સૂરજ હાય કે કડકડતી ઠંડી હોય, વરસતા વરસાદ હાય કે ગાઢ ધૂમસ હોય, એ બધાના એમને તે કોઇના પણ સહારા વગર કેવળ પેાતાના શરીરથી મુકાબલે કરવાના. સૈનિકની પેઠે પેાતાને ઉપયેાગી વસ્તુઓ પેાતાના શરીર પર લટકાવી વિહાર કરવાના. એમને ઘર નહિ કે બહાર નહિ; આશ્રમ નહિ કે ઉપાશ્રય નહિ. કેઇ સગુંવ્હાલું એ નહિ. એમને ચેામાસા કે જ્યારે જીવાત્પતિ અમર્યાદિત થાય છે, એ સિવાય આઠે મહિના બધે ભ્રમણુ કરતા રહેવાનું. પૈસાને એએ સ્પપણુ કરી ન શકે અને કાઇ પણ જાતના વાહનમાં એએ બેસી ન શકે. હાથમાં એક તડા અને શિર પર એક ધમની માજ્ઞા. બધાએ દેશ એમને મન સરખા. ઠેર ઠેર ઉપદેશ દેવાના અને સાથે સાધુધની આવશ્યક ક્રિયાઓ નિત્ય કરવાની. આવી સાચી સાધુતામાં મુનિરાજ શ્રીમ'ગલવિજયજીએ પેાતાનાં
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com