________________
મંગલ કવન કથા. શિક્ષણ ઉપર કુદરત જ ધ્યાન આપે છે. એમના જીવનની વૃદ્ધિ સાથે જ બધે સ્વાર્થ સ્વતઃ સાતે જાય છે.
એ જ “લીંચ ગામમાં એક ધર્મિષ્ઠ મહેતા કુટુમ્બ વસતું હતું અને પૈસે ટકે તે મધ્યમ સ્થિતિનું હતું. ગામડાના ઓછા ખર્ચવાળા જીવનમાં તે પિતાના દિવસે આનંદમાં પસાર કરતું હતું. તેમની મહત્વાકાંક્ષાઓ રાક્ષસી ન હતી કે તેમને જીવનમાં અશાતિ હેરાન કરી શકે, પણ તેમની આકાંક્ષાઓની પર્યાપ્તિ કુટુમ્મસેવામાં, ધર્મસેવામાં યા ગ્રામસેવામાં જ થતી હતી. આ કુટુમ્બમાં આગેવાન ભગવાનદાસ મહેતા હતા, જેઓ જન્મથી લઈને ધાર્મિક કાર્યોમાં રસ લેતા હતા. સાંસારિક કાર્યોમાં વધારે નીરાગતા રાખતા અને પિટપેષણ જેટલા ધંધા સિવાયને સમય ધમની ઉપાસનામાં વ્યતીત કરતા. અસાધુના સંગથી તેઓ બારવ્રતધારી પણ બન્યા હતા. જીવનના અન્તિમ કેટલાએક વર્ષોમાં તે તેમણે બ્રહ્મચર્ય વ્રત પણ લીધું હતું. સાથે તેમનાં સુશીલા પત્ની અંબાદેવી પણ તેમાં રસ લેનારાં હતાં, જેથી આ દંપતીનું જીવન વિષમય સંસારના ક્ષેત્રમાં સુખ અને સતિષથી પસાર થતું હતું.
સંવત્ ૧૯૯૩ ની સાલ હતી. હેમંત ઋતુને માગશર મહીને પસાર થતો હતો. ખેતરોમાં જુવારના છેડો પાડો, ચૂક્યા હતા. કેટલેક ઠેકાણે તે લાવણી પણ શરૂ થઈ ચૂક હતી, ખેડુતો ખેતરમાં અનિલની મંદમંદ લહરીમાં ડોલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com