Book Title: Mangal Jivan Katha Arthat Upadhyay Mangalvijayjini Sankshipta Jivan Rekha
Author(s): Balabhai Virchand Desai
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 18
________________ સગઢ જીવન થા. '' વ્યાખ્યાન પૂર્ણ થયું. માનવમેદની વિખરાણી, મનસુખ સૂરિજી પાસે ગયા. તેણે પેાતાની શંકાએ જાહેર કરી. તેનું નિરસન થયું. પછી મનસુખ ઠાવકા થઈ મેલ્યાગુરુદેવ ! હું આ દુઃખમય સંસારમાં ન રૂસું માટે મને આજીવન બ્રહ્મચ વ્રત આપે. હું હજી મારા જીવનને પવિત્રતાના ઉંચા પગથિયે લઇ જવા ચાહું છું. વાસ્તે મને બ્રહ્મચર્ય વ્રત આપી, વમાનમાં સંસારની વાસનાના મેાજા મારા ઉપર ન ધસી આવે માટે પાળ બાંધી આપે. ” જનહૃદયના પરીક્ષક મહાત્મા શ્રીવિજયધમ સૂરિજીએ એ કાંચનને તપાસ્યું. કથીર તે। નહિ નીકળે ? પણ કાંચન કેમ કથોર નીકળે ? અન્તે મહાત્માએ તેને બ્રહ્મચય વ્રત આપ્યુ. મનસુખ કઇંક ગુપ્ત આનંદ અનુભવતા ગૃહ પ્રતિ પાછા ફર્યા. > ઘેાડા સમય વીત્યા બાદ એણે ઉપાશ્રયમાં ‘ સમરાદિત્ય કૈવલીના રાસ ' વંચાતા સાંભળ્યે. વૈરાગ્યના ઉત્તમ કેાટિના એ ગ્રંથૈ મનસુખના હૃદય પર ખૂબ ઉંડી અસર કરી. આ તે બળતામાં ઘી:હામાવા જેવું થયું. વૈરાગ્યના અગ્નિ તે પ્રજ્વલિત થઇ ચૂકયેા હતેા; આ રાસની ઉચ્ચ ભાવનાએ તેમાં ઘીની ગરજ સારી. તે બિલકુલ આ સંસારના ઝઘડાએથી ઉદ્ભાસી બન્યા અને સાધુતા ગ્રહણ કરવાની ભાવના તેના હૃદયમાં દઢ થવા લાગી. X X X ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46