Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ માણસના જીવનમાં આવું જ કાંઈક જોવા મળે છે. માણસનો જે વિચાર છે. કર્મ છે, ક્રિયા છે, વર્તન છે એના વડે ધારે તો પ્રાસાદ બાંધી, અવકાશમાં અને પ્રકાશમાં એ જઈ શકે; અને બીજી રીતે વાળે તો એ ખાડો ખોદી અધોગામી બને છે. મહાપુરુષોએ કહ્યું : ‘સ્વૈરેવ કર્મભિ:' માણસ ઊર્ધ્વગતિ કે અધોગતિ પામતો હોય તો એ બીજા કોઈને લીધે નહિ પણ પોતાના જ કર્મથી, પોતાની જ ક્રિયાથી પામે છે, પોતાના જ મનથી જીવનમાં ઊર્ધ્વગામી કે અધોગામી બનવાનો આધાર આપણાં મન ઉપર છે, કર્મ ઉપર છે, આપણી કરણી ઉપર છે. મનુષ્ય એ માત્ર હાડ, ચામ અને લોહીનું ખોખું નથી, એની પાસે કોઈ દિવ્ય વસ્તુ છે, જેનો આંત૨વૈભવ અનંત છે. એ વૈભવ ત૨ફ માણસની દૃષ્ટિ જાય, એ વૈભવને જાણે, તો મનુષ્ય પોતાના કર્મને સામાન્ય, નિમ્ન અને અર્થહીન ગણીને જીવનને નિરાશામય બનાવી બેઠો છે એને બદલે એ પોતાના જીવનને સમૃદ્ધ, સુંદર અને આશાવંત બનાવી શકે છે. મોટા ભાગના માનવીઓ પોતાની જીવનચર્યાને વૈતરું સમજે છે; જીવન મળ્યું છે તો પૂરું કરવું, કાંઈ ન કરીએ તો જીવન જાય કેમ ! એમ સમજી પોતાના જીવનકાર્યને સામાન્ય અને નિર્માલ્ય બનાવી બેસે છે. આ આંતરવૈભવની વાત તમને સમજાઈ જાય તો પછી તમારી પ્રત્યેક ક્રિયામાં ખાવાની હોય કે સૂવાની, પરિભ્રમણની હોય કે પ્રવાસની, પ્રેમની હોય કે પ્રભુતાની તમને એમ જ લાગશે કે આ ક્રિયા દ્વારા હું મારી યાત્રામાં આગળ વધું છું, હું જીવનપ્રાસાદ નિર્માણ કરી શકું છું. આ દેહ દ્વારા પ્રકાશ અને અવકાશને પામી શકું છું. આ દેહમાં પ્રભુનો પોતાનો નિવાસ છે. દીનબંધુ એન્ડ્રયુઝ ઇંગ્લૅન્ડની શેરીએ શેરીએ ફરતા અને જે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય એમને સમજાવવા અને સુધારવા પ્રયત્ન કરતા. લંડનની એક ગલીમાં એક જુગારી દારૂડિયો હતો જેને સમજાવવા માટે દીનબંધુ રોજ જતા. 64 મિત્ર ! આ તને શોભે ?'' એ રોજ કહેતા. એક વખત પેલાએ ચિડાઈને કહ્યું : ‘“હું તમને હાથ જોડું છું, તમારો ઉપદેશ બંધ કરો, મને તમારા ભગવાનમાં જરાય વિશ્વાસ નથી. તો પછી રોજ આ ને આ વાત શું કરવા કરો છો ?'' દીનબંધુએ એટલી જ શ્રદ્ધા અને શાંતિથી કહ્યું : “તારી વાત સાચી છે. તને ભગવાનમાં વિશ્વાસ નથી; પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે જ. તેં ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવ્યો છે પણ ભગવાને હજી તારામાંથી વિશ્વાસ નથી ગુમાવ્યો !'' પેલો તો આ સાંભળી વિચારમાં જ પડી ગયો. એણે — Jain Education International ૪ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 450