Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ જેવી કંડિકાઓ સાંભળી કંટાળો આવતો. મનને લાગતું કે આ હમૂદ્રમ શું ? ક્યાં સિનેમા ઓરકેસ્ટ્રાના વિવિધ સુંદર રાગના સંગીત ? અને ક્યાં આ કંટાળા જનક એ જ ટ્યુનનાં વાંચન ? બસ, પછીથી મેં દેવળમાં જવાનું બંધ કરી દીધું ને આજ પચીસ વરસ પછી પાછું મેં દેવળમાં જવાનું શરૂ કર્યું છે. શા માટે ધર્મમાં પાછો ફરવાનું કર્યું ? અહીં એ અમેરિકન લેખક લખે છે કે વર્ષોના ગાળા પછી ધર્મમાં પુનરાગમન શા માટે ? (૧) તમને કદાચ લાગશે કે હું ઘરડો થયો હોઈશ, તેથી ઘડપણમાં માણસ બીજું શું કરે ? પણ ના, હું ૪૫ વર્ષનો પુષ્ર યુવાન છું. ત્યારે (૨) તમે કદાચ કહેશો કે તમે એવી કોઈ બિમારીવાળા હશો એટલે મનને આશ્વાસન માટે દેવળમાં દાખલ થયા હશો. કિંતુ ના, એવું પણ નથી - હું પૂર્ણ તંદુરસ્ત છું. તાંબા જેવી મારી કાયા છે. તો પછી (૩) તમને લાગશે કે મારે એવો ધંધો નહિ ચાલતો હોય, એટલે પછી શું ક૨વાનું ? તો કે જઈને બેસો દેવળમાં. ના, મારે એવું નથી. મારે મારો અને મારા કુટુંબનો સારી રીતે નિર્વાહ થાય એટલી આવકનો ધંધો ચાલે છે. ત્યારે (૪) અંતે તમે કદાચ કહેશો કે તમારે ઘરમાં ઝગડો ચાલતો હશે એટલે પછી કેમ ? તો કે ચાલો દેવળમાં જઈને બેસો, શાંતિ મળે. પરંતુ એવું પણ નથી. મને તો મારા પત્ની અને ત્રણ પુત્રોએ મારા સુખમાં વધારો કર્યો છે. તો પછી વિચારો કે હું ધર્મમાં કેમ પાછો ફર્યો ? અહીં લેખક હવે એનો ખુલાસો કરતાં કહે છે કે હું માનસશાસ્ત્રીય ડોક્ટર છું. આજસુધી મારી પાસે ૪૦૦૦ કેસ આવ્યા છે. મનના રોગના એ કેસ, એમાં કોઈ પત્નીને પતિ માટે ફરિયાદ હોય કે હું એમની કેટલી બધી સેવા કરું છું છતાં Jain Education International ૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80