________________
પરોપકારનાં કેટલાંક મોટાં મોટાં કાર્ય કરી કરીને પ્રજાને કેટલીય રાહત આપતા, ત્યારે અનીતિથી માલદાર બની ગયેલા અધિકારીઓના જીવનમાં એવા કશા પરોપકાર દેખાતા નથી; ઊલટું પ્રજાના પૈસાની યોજનાઓમાંથી લાખો, ક્રોડો રૂપિયા ચાંઉ થઈને પ્રજાનું બેફામ શોષણ થઈ રહ્યું છે.
આનું કારણ જૈનધર્મ આ બતાવે છે કે ધર્મ પર સૂગ ઊભી કરીને આત્મા અને પરલોકષ્ટિ ભૂલી જવા પર જીવન ભ્રષ્ટતાના માર્ગે ચાલે છે. જૈન ધર્મે તો માનવના ઉત્થાન માટે પ્રારંભમાં માર્ગાનુસારીના ૩૫ ગુણોનું જે જીવન બતાવ્યું છે, એમાં ન્યાયસંપન્નતા, અતિથિ-સાધુ-દીનની સેવા, દયા, પરોપકાર, સૌમ્યતા વગેરે એવાં એવાં કર્તવ્યપાલન, દોષત્યાગ ગુણગ્રહણ ને સુકૃતાચરણ બતાવ્યાં છે કે જો પ્રજાને આજે એના પાઠ ભણાવાય તો આજનાં ઘણાં દુઃખ શોષણ અને બદીઓ ઓછી થઈ જાય.
પરંતુ માનવ આ ક્યારે અપનાવે ? જૈનધર્મ જે કહે છે કે ગૃહસ્થનું જીવન પરલોકપ્રધાન જવાવું જોઈએ, તે મુજબ જીવાય તો હંમેશા એ વિચાર જાગતો રહે કે “અસત્ય-અનીતિ, નિર્દયતા, વિષયલોલુપતા વગેરેથી અહીં કદાચ ક્ષણિક સુખ મળ્યું, પરંતુ પરલોકમાં એના ભયંકર વિપાક ભોગવવા પડે છે; માટે ભૂલેચૂકે પણ એમાં હું ન ફસાઉં. વર્તમાન જીવન બહુ ટુંકું છે, પરલોકકાળ દીઘતિદીર્ઘ છે. અહીંના તુચ્છ સુખ ખાતર મારો એ પરલોક ન બગડો.' આમ પરલોકદૃષ્ટિ મુખ્ય રહે, પાપનો ભારે ભય રહે, તો જીવન પવિત્ર બને, પાપો-બદીઓ અને એથી માનવજીવન પર વરસી રહેલા જાલિમ દુઃખ ઓછા થાય. જૈન ધર્મ પાયાના પણ માર્ગાનુસારી જીવનમાં આ પરલોકદૃષ્ટિ અને પાપનો ભય શીખવે છે, અને એની સાથે
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org