Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 28
________________ બીજા અનેક ગુણો એવા ઉપદેશ છે કે જેથી પોતાનું કુટુંબનું સમાજનું અને દેશનું કલ્યાણ થાય. આ તો માનવકલ્યાણના પાયાની વાત. જૈનધર્મ એ ઉપરાંત આગળ પણ માનવ-ઉત્થાનના વિકાસક્રમમાં અપુનબંધક અવસ્થાના કર્તવ્યો, સમ્યગ્દર્શનની કરણી, વ્રતધારી ગૃહસ્થનાં ક્રિયાગત અને ભાવગત કૃત્યો, તેમજ આગળ નિર્ચન્થ મુનિજીવનની પવિત્ર ચર્યાઓ બતાવે છે. આ બધો એવો ક્રમિક રચનાત્મક માર્ગ છે કે માણસને પોતાની શક્તિ માપીને તથા શક્તિનો વિકાસ કરી કરીને કેમ આગળ વધવું એનો સચોટ ખ્યાલ આવે; અને એ રીતે આગળ વધતાં પોતાને વિશ્વાસ બેસે કે મારો આટલો ઉત્થાન વિકાસ થયો. જૈન ઘર્મે જેમ ચૌદ ગુણસ્થાનકની દૃષ્ટિએ તથા માર્ગપાલનની દૃષ્ટિએ વિકાસક્રમ બતાવ્યો છે, એમ મિત્રા-તારાદિ આંતરિક આઠ યોગદૃષ્ટિ, યોગ-પૂર્વસેવા સહિત અધ્યાત્મ-ભાવના-ધ્યાન- સમત્વ-વૃત્તિસંક્ષય એ પાંચ યોગ, પ્રીતિ-ભક્તિ- વચન-અસંગ એ ચાર અનુષ્ઠાન કક્ષા... ઇત્યાદિ અનેક દૃષ્ટિએ પણ સુંદર વિકાસક્રમ બતાવ્યો છે. જૈનધર્મ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ બતાવી દર્શન અને ચારિત્રની વિશિષ્ટ પરિભાષા આપે છે. સમ્યગ્દર્શનને તત્ત્વાર્થશ્રધ્ધાન રૂપે ઓળખાવી એ કહે છે કે અલબત્ત તત્ત્વજ્ઞાન મોક્ષ માટે જરૂરી છે, પરંતુ જો એ તત્ત્વની યથાર્થ શ્રધ્ધાપૂર્વક હોય તો જ એ સમ્યજ્ઞાનરૂપ બની મોક્ષ સાધક બને. જીવ-અજીવ આદિ તત્ત્વોમાં શેય, હેય, ઉપાદેય એમ ત્રણ વિભાગ છે, અને ચિત્ત પરિણતિ જો એને અનુરૂપ હોય એટલે કે દિલ માનતું હોય કે (૧) જીવ અજીવ એ ઉદાસીનભાવે માત્ર જોય છે, પણ એ ઈષ્ટ અનિષ્ટ કરવા જેવા નહિ, એના પ્રત્યે રાગ-દ્વેષ કરવા યોગ્ય નહિ. એમ, (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80