________________
પછી આયુષ્યકર્મની પૂર્ણાહુતિ વખતે શૈલીશીકરણ કરી યોગનો પણ તદ્દન નિરોધ કરી લેતાં ૧૪મે અયોગી- કેવળી ગુણસ્થાનકે ચડે છે, અને ત્યાં પાંચ હસ્તાક્ષરના ઉચ્ચારણ જેટલા કાળમાં બાકીના અઘાતી કર્મોનો નાશ કરી જીવ સર્વથા કર્મરહિત-શુદ્ધ-બુદ્ધ-મુક્ત બને છે, સંસારથી છૂટી મોક્ષ પામે છે.
જૈન ધર્મની આ વ્યવસ્થા સૂચવે છે કે જગતમાં જેમ વિવિધ દ્રવ્યોની અમુક અમુક ખાસિયત હોય છે, સ્વભાવ હોય છે, એમ આત્મદ્રવ્યના પણ સમ્યગ્દર્શન અનંત જ્ઞાન વીતરાગતા અનંતવીર્ય વગેરે સ્વભાવ છે પરંતુ એ કર્મોથી આવૃત્ત છે. એ કર્મો હટાવી એ સ્વભાવો પ્રગટ કરવા માટે સત્પરુષાર્થની જરૂર છે. જેમ જેમ પુરુષાર્થથી મિથ્યાત્વાદિ દોષો હટાવતા આવો તેમ તેમ એ ગુણો પ્રગટ થતાં આવે. એનો પ્રભાવ પોતાના આત્માના વૈયક્તિક અને સામાજિક જીવન પર સુંદર પડે છે.
આજે માનવજાત પર ભૌતિકવાદના રાક્ષસી આક્રમણે એક એવી હવા ચાલી છે કે લોકોને ધરમ-ધરમની શી વાત કરો છો ? આજ તો માનવ ભૂખે મરે છે, મૂડીવાદે શોષણનીતિ ચલાવી છે, માટે માણસને માનવતા શિખવવાની જરૂર છે. માનવ માનવ પ્રત્યે બંધુભાવ રાખે એ જરૂરી છે. ધરમના નામે તો માણસ માણસાઈ ભૂલી ગયો છે. આમ ઘર્મ પર આક્ષેપ કરી નવી પ્રજાને બહેકાવવામાં આવે છે અને ધર્મ પ્રત્યે એમનામાં સૂગ તિરસ્કાર અરુચિ ઊભી કરવામાં આવે છે.
પરંતુ જોવાની ખૂબી એ છે કે ધર્મ ભૂલાવીને કશું સારું પરિણામ લાવી શક્તા નથી. ઊલટું માનવજાત વધુ ને વધુ દુઃખી થઈ રહી છે અને પ્રજામાં અનીતિ દુરાચાર વગેરે બદીઓ વધતી ચાલી છે. મૂડીપતિઓને દબાવવા જતાં અધિકારી વર્ગનાં જાલિમ શોષણ ફાલી- ફૂલી ઊઠ્યાં છે. મૂડીપતિઓ તો
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org