________________
એમ, ‘ચારિત્ર’ની પરિભાષા કરતાં જૈનધર્મ કહે છે કે અલબત્ત અહિંસા સત્ય વગે૨ે સચ્ચરિત્ર મોક્ષ માટે ઉપયોગી છે, કિન્તુ એની સાથે હિંસાદિ પાપોના ત્યાગની પ્રતિજ્ઞા યાને વિરતિ જોઈએ એ જ સમ્યક્ચારિત્ર છે. સામાન્ય સમજ એવી હોય છે કે ‘કરે તે ભરે’, અર્થાત હિંસાદિ દુષ્કૃત્ય આચરે તો એને પાપ લાગે. પરંતુ જૈનધર્મ આગળ વધીને કહે છે કે ‘વરે તે ભરે’, અર્થાત્ જીવ એ હિંસાદિને વરેલો હોય, પછી ભલે એનું આચરણ ચાલુ ન હોય, છતાં એ પાપ બાંધે છે. ‘વરેલો’ એટલે કે એ હિંસાદિના ત્યાગની પ્રતિજ્ઞા નહિ, વિરતિ નહિ, કિન્તુ હજી એની છૂટવાળો હોય એનો અવિરતિ ભાવ હોય.
પ્રશ્ન થાય કે હિંસાદિ આચરતો ન હોય પછી પ્રતિજ્ઞા નથી માટે પાપ બાંધે એવું શાથી ?
આનું સમાધાન એ છે કે હિંસાદિ જો સેવતો નથી તો એના ત્યાગની પ્રતિજ્ઞા કેમ નથી ? કહો મનમાં એની અપેક્ષા બેઠી છે કે આમ તો હિંસાદિ નહિ આચરું પરંતુ એની બંધી ન લઉં, પ્રતિજ્ઞા નહિ કરું, કેમકે અવસર આવ્યે એ કદાચ આચરવું પડે. બસ મનમાં પાપનો આ અપેક્ષાભાવ એ પણ દુષ્કૃત્ય છે, દુષ્કૃત્યને વરવાપણું છે, ને તેથી જીવ એટલોય ગુન્હાહિત બની પાપ બાંધે એમાં નવાઈ નથી. માટે એનાથી છૂટવા પ્રતિજ્ઞાબદ્ધ પાપત્યાગ હોવો જોઈએ અર્થાત્ પાપની વિતિ હોવી જરૂરી છે. માટેજ એમ તો વનસ્પતિજીવ હિંસા- અસત્ય આદિ પાપ આચરતા નથી, છતાં એ થોડા મહાત્મા છે ? મોક્ષ પામી જાય છે ? એમને વિરતિભાવ નથી માટે એમનો ઉધ્ધાર થતો નથી.
આ વિરતિભાવનું અતિશય મહત્ત્વ હોવાથી જૈન મુનિઓને જીવનભર માટે હિંસાદિ પાપ કરું નહિ, કરાવું નહિ, કે કરનારના હિંસાદિને સારાં માનું નહિ, તે મનથી નહિ, વચનથી નહિ અને કાયાથી નહિ, એમ ત્રિવિધ-ત્રિવિધ પાપ
૨૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org