________________
વસ્તુમાત્રમાં આવા અનેકાનેક પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મોનો અપેક્ષાએ સમાવેશ થાય છે. પાણીનો અડધો ભરેલ ગ્લાસ જેમ અડધો ભરેલો છે તેમ અડધો ખાલી પણ છે. જૈન ધર્મે તો યુગો પહેલાં આ દૃષ્ટિ આપી છે. પરંતુ આધુનિક વૈજ્ઞાનિક પ્રો. આઈન્સ્ટાઈને પણ સંશોધનના અંતે Theory of Relativityયાને સાપેક્ષવાદનો સિદ્ધાન્ત સિદ્ધ કર્યો છે.
સાપેક્ષવાદનો સિદ્ધાન્ત કેટલો બધો જીવનસ્પર્શી છે કે એકવાર પ્રો. આઈન્સ્ટાઈનની પત્નીએ પ્રોફેસરને પૂછ્યું કે “આ તમારો બહુ શોધનથી નક્કી કરેલ સાપેક્ષવાદનો સિદ્ધાન્ત શું છે ? અમે સમજી શકીએ ?
વૈજ્ઞાનિક કહે છે એ સમજવો સહેલો છે. જુઓ તમે તમારા મિત્રમંડળ સાથે આનન્દથી ફરવા-કરવા ગયા હો, ને ત્યાં દોઢ કલાક થઈ ગયો હોય, છતાં એમાં તમને અડધો જ કલાક થયા જેવું લાગે છે; જ્યારે તમારે ગ્રીષ્મ ઋતુમાં રસોડામાં કામ કરવું પડે ત્યારે તમને અડધો કલાક પણ દોઢ કલાક જેવો લાગે છે તો આમ ગણતરીમાં ફરક શાથી? કહો જુદી જુદી અપેક્ષાવિશેષને લઈને. બસ, એજ સાપેક્ષવાદનો સિદ્ધાન્ત છે.”
જૈન ધર્મનો આ સ્યાદ્વાદ-સિદ્ધાન્ત જીવનમાં જો અમલી બનાવાય તો પરસ્પરના કેટલાય સંઘર્ષોનો અંત આવી જાય. સંઘર્ષોનું મૂળ માણસની પોતપોતાની દૃષ્ટિએ જ અનુકૂળ-પ્રતિકૂળ લાગતી વસ્તુતિ કે બનાવની ખેંચ-પકડ હોય છે. પરંતુ ત્યાં જો સામાની દૃષ્ટિએ ન્યાય આપીને એની દૃષ્ટિએ દેખાતા અનુકૂળ-પ્રતિકૂળનો સમન્વય કરાય તો સંઘર્ષને અવકાશ ન મળે. એમ જીવનમાં કેટલાય પ્રસંગો ચિત્તને વિહ્વળ કરનારા બને છે, ત્યાં સાપેક્ષ દૃષ્ટિથી વિચારાય તો વિહ્વળતા મટીને મન શાંત બને. દા.ત. પૈસાની કમાઈ ઓછી હોય તો મનને દુઃખ લાગવા જાય છે, પરંતુ તે બીજા વધુ
ર૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org