________________
આવકવાળાને જોઈને એમ બને છે. કિન્તુ મળવાનું તો પોતાના ભાગ્યાનુસાર જ છે. એટલે ત્યાં જો પોતાનાથી પણ ઓછી આવકવાળાની તંગીની દૃષ્ટિએ પોતાની સ્થિતિ વિચારાય તો મનને આશ્વાસન મળે.
જૈન ધર્મે માનવજાતને આ અનેકાન્ત દૃષ્ટિની બક્ષીસ કરીને જીવનને સંઘર્ષરહિત, પ્રશાંતવાહી અને ઉચ્ચતર વિકાસગામી બનાવતા જવા માટેની અદ્દભૂત તક દેખાડી છે. બાકી દર્શનોના પરસ્પર વિરોધી મન્તવ્યોનો સમન્વય પણ એ અદ્ભૂત કરે છે.
જૈનધર્મે કર્મવિજ્ઞાન પણ અનેરું આપ્યું છે. આત્મા પર મિથ્યાત્વાદિ કારણે કર્મબંધ થાય છે, એ કર્મો મૂળ જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે આઠ પ્રકારે છે, અને એ આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શન આદિ ગુણોને આવરે છે. એ કર્મ પૌગલિક અણુસ્કન્ધો છે તેથી જ એમાં સંક્રમણ પ્રદેશોદય, રસ અને સ્થિતિની ઉદ્વર્તના-અપવર્તના, ક્ષયોપશમ વગેરે પ્રક્રિયા થવાનું ઘટી શકે છે. આ ૮ કર્મોના અવાંતર અનેકાનેક પ્રકાર પણ જૈનધર્મે બતાવ્યા છે, એના કર્મસાહિત્યમાં કર્મોની પ્રકૃતિ - સ્થિતિ-રસ-પ્રદેશથી બંધ, ઉદય, ઉદીરણા, ઉદ્વર્તના, સંક્રમ, સત્તા વગેરેનો, તે પણ ગુણસ્થાનકવાર જુદો જુદો વિસ્તાર આલેખાયેલો છે. આનું અધ્યયન માણસને જગતના વિષમ સંયોગોમાં ચિત્તસ્વાથ્ય-શાંતિ-સમાધિ આપે છે, અને ભાવી કાળ સામે કર્મબંધથી બચવાની દિશા દેખાડે છે.
જૈનધર્મની જીવોની ઓળખ, સ્યાદ્વાદ સિદ્ધાન્ત, કર્મવિજ્ઞાન, વિરતિ માર્ગ, ચૌદગુણસ્થાનક વગેરે વિશેષતાઓ માનવજાતને મહાન કલ્યાણદાયી બક્ષીસ છે. એનો સદુપયોગ કરી માનવ અનંત સુખ સાધે એજ શુભેચ્છા.
:સમાપ્ત:
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org