Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 24
________________ એક વાર એ પાર્ટીમાં જમવા ગયેલા. ત્યાં માંસનું ભોજન હતું એટલે એ જમ્યા વિના ખાલી બેસી રહ્યા. ત્યારે બીજાઓ કહે ‘મિ. શો ! કેમ તમે ભોજન નથી લેતા ?’ શો એ ઉત્તર આપ્યો કે ‘માફ કરજો, મારું પેટ મડદા દાટવાનું કબ્રસ્તાન નથી.’ એજ શોને એક વાર એક લેડી મળવા આવી. ટેબલ પર ફૂલદાની ફૂલ વિનાની ખાલી જોઈ એ પૂછે છે ‘મિ. શો ! તમને ફૂલ પ્રિય નથી ?” બર્નાડ શો કહે ‘મને તો ફૂલ બહુ પ્રિય છે.’ ‘તો પછી આમાં ફૂલ કેમ નથી રાખ્યા ?’ શો એ મનનીય ઉત્તર આપ્યો કે ‘મને એ બહુ પ્રિય છે એટલા માટે જ હું એમને બિચારાને એમના છોડ પરથી આનંદથી જીવન જીવતાને ચૂંટી લાવવાનું પસંદ નથી કરતો.' આ પરથી જૈનધર્મે બતાવ્યા મુજબ એકેન્દ્રિય જીવો પ્રત્યે પણ એક પાશ્ચાત્ય વિદ્વાનનો કરુણાભાવ વ્યક્ત થાય છે. અહીં જૈન ધર્મ આત્માના જે ક્રમિક ઉત્થાન સોપાનની વાત કરે છે એ અંગે જૈન ધર્મે આત્માને ચડવાના ૧૪ ગુણસ્થાનકોનો ક્રમ બતાવ્યો છે. માનવજાતને જૈનધર્મે કરેલી ૧૪ ગુણસ્થાનના વિજ્ઞાનની બક્ષીસ એવી છે કે એમાં આત્માની ક્રમબદ્ધ ઉત્ક્રાન્તિનો વ્યવસ્થિત રાહ મળે છે. એ તર્કયુક્ત છે; કેમકે જે ખરાબ કારણોએ સંસાર છે, એ કારણો આત્માના દોષરૂપ છે. દા.ત., પહેલું કારણ મિથ્યાત્વ એ મિથ્યા મતિરૂપ હોઈ એને આત્મદોષ જ કહેવાય. હવે જો એ કારણોનો સમજ અને પુરૂષાર્થથી ક્રમશઃ નાશ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે ૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80