________________
આત્માનું એટલા પ્રમાણમાં ઊંચા ઊંચા ગુણસ્થાનક પર આરોહણ થતું આવે.
આત્મા મિથ્યાત્વ અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગના કારણે કર્મોથી બંધાય છે, એમાં (૧) “મિથ્યાત્વ” એટલે તત્ત્વને અતત્ત્વરૂપે અને અતત્ત્વને તત્ત્વરૂપે માનવાં તે. વિશ્વના યથાસ્થિત તત્ત્વોની અરુચિ અને અતત્ત્વની રુચિ એ મિથ્યાત્વ. (૨) “વિરતિ” એટલે પ્રતિજ્ઞાપૂર્વક હિંસાદિ પાપનો ત્યાગ. એવી પ્રતિજ્ઞા ન હોવી એ “અ-વિરતિ'. (૩) “કષાયો” ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-કામ-હાસ્યાદિ છે. (૪) પ્રમાદ” એટલે તત્ત્વનું વિસ્મરણ, સંશય, ધર્મમાં અનુત્સાહ વગેરે. (૫) “યોગ” એટલે મન-વચન-કાયા-ઈદ્રિયોની પ્રવૃત્તિ.
હવે આ મિથ્યાત્વાદિનો જેમ જેમ ત્યાગ કરવામાં આવે તેમ તેમ જીવના સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ થતા જાય, જીવ ઉપર ઉપરના ગુણસ્થાનકે ચડે. દા.ત. મિથ્યાત્વદોષનો ત્યાગ થાય એટલે જીવ ચોથા સમ્યગ્દર્શનના ગુણસ્થાનકે ચડે છે. પછી હિંસાદિ પાપોનો શૂલપણે ત્યાગ કરવાની પ્રતિજ્ઞામાં આવે એટલે એટલો અવિરતિદોષ મટી, આમાં પાંચમા દેશવિરતિ-ગુણસ્થાનકે ચડે છે. આગળ એ પાપોનો સૂક્ષ્મતાથી પણ ત્યાગ કરવાની પ્રતિજ્ઞામાં આવે એટલે છઠ્ઠા સર્વવિરતિના ગુણસ્થાનક પર આરૂઢ થાય છે. એમાંય પ્રમાદદોષનો ત્યાગ કરે એટલે સાતમા અપ્રમત્ત-સંયમના ગુણસ્થાનકે ચડે છે. પછી આંતર અપૂર્વ સામર્થ્ય પ્રગટ કરે અને કષાયોનો સૂક્ષ્મતાથી પણ નાશ કરતો આવે તેમ તેમ અપૂર્વકરણ વગેરે ગુણસ્થાનકે ચડતાં દશમાં ગુણસ્થાનકના અંતે ઉપશાંત મોહ કે ક્ષીણમોહ વીતરાગ બને છે. એ ૧૧માં ૧૨મા ગુણસ્થાનકે છે. પછી જ્ઞાનાવરણાદિ આત્મગુણઘાતી કર્મોનો નાશ કરતાં તેરમે ગુણસ્થાનકે અનંતજ્ઞાનદર્શન-અનંતવીર્યથી સંપન્ન બને છે, સર્વજ્ઞ થાય છે.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org