________________
ગયેલા. ત્યાં એમની સાથે વાત પર વાત નીકળતાં ગાંધીએ પૂછ્યું કે ‘તમે પુનર્જીવનમાં માનો છો ?'
બર્નાડ શો કહે ‘હા, માનવા જેવો લાગે છે.’
‘તો પછી જો પુનર્જન્મ હોય તો તમે આવતા જીવનમાં શું બનવા ચાહો ?' એમ ગાંધીએ પૂછ્યું.
જવાબમાં બર્નાડ શો કહે છે, ‘હું જૈન થવા ઈચ્છું.’
દેવીદાસ ગાંધીને આશ્ચર્ય થયું, પૂછે છે કે ‘અમારા ભારતમાં ૩૦ ક્રોડ હિંદુઓ પુનર્જન્મમાં માનનારા છે એમાંથી બહુ અલ્પ સંખ્યાવાળા જૈનોમાં જનમવાનું કેમ પસંદ કર્યું ?’
બર્નાડ શો કહે છે, ‘જુઓ બીજાઓએ તો ૫૨માત્મપણાની સોલ એજન્સી કોઈ એકજ દેવને આપી દીધી છે, ત્યારે જૈનધર્મે કોઈ પણ જીવને પરમાત્મા બનવાની છૂટ આપી છે. જૈન ધર્મ તો કહે છે કે આજ સુધીમાં અનંતા પરમાત્મા બની ગયા, અને હજુ પણ અનંતા બનશે તો એમાં જ નંબર ન લગાઉં ?
..
વળી જૈન ધર્મ તો આત્માના ઊત્થાન માટે સચોટ ક્રમિક માર્ગ બતાવે છે, જેથી માણસને ખ્યાલ આવે કે આટલું આટલું ક૨વાથી આટલા ઊંચે ચડાય, પછી વિશેષ આટલું કરતાં વળી આટલે ઊંચે જવાય. એમ ઠેઠ પરમાત્મા બનવા સુધીના ક્રમિક ઉત્ક્રાન્તિના સોપાન બતાવે છે. એનું જીવશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્ર, આચારશાસ્ત્ર સિધ્ધાન્ત શાસ્ત્ર વગેરે બધું Scientific વૈજ્ઞાનિક છે. એથી બર્નાડ શો, હર્મન જેકોબી, સુશ્ટર, લેડી ક્રાઉઝે આદિ પાશ્ચાત્ય વિદ્વાનોનું પણ જૈન ધર્મ પ્રત્યે આકર્ષણ રહ્યું હતું, અને એ એને જીવનમાં જીવતા રહેલા.
એજ બર્નાડ શો પંચેન્દ્રિય જીવોની દયાથી માસાંહારી તો નહીં જ હતા કિંતુ એકેન્દ્રિય જીવો પ્રત્યે પણ એ દયાળુ હતા.
૧૮
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org