Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 21
________________ જૈન ધર્મની આગવી બક્ષીસ છે. આજે પણ લોકો જૈન સાધુની કઠોર વ્રત અને જીવનચર્યા સાંભળીને ગદ્દગદ થઈ જાય છે, અને વિશેષ ભાવથી એમનો ધર્મ-ઉપદેશ સાંભળે છે, તથા શક્ય પાપત્યાગનાં વ્રત લે છે. જૈન ધર્મે જે આ સૂક્ષ્મ અહિંસાનો એક આદર્શમય આચાર બતાવ્યો, એથી સૂચવ્યું કે અલબત્ત ગૃહસ્થ એવી સૂક્ષ્મ અહિંસા પાળી ન શકે છતાં દયાભાવ જરૂર કેળવી શકે, જેથી પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેનો પરિમિત ઉપયોગ, તે પણ કંપતા દિલે, અને બાકીનાની રક્ષા-અહિંસા એના જીવનમાં ઝગમગતા રહે. એથી જ પોતાના વેપાર-રોજગાર તથા ભોગ-ઉપભોગમાં મર્યાદિતતા આવવાથી બીજા માનવોને ત્રાસરૂપ નહિ બને. એ પણ જૈન ધર્મની માનવજાતને એક બક્ષિસ છે. જૈન ધર્મે આવા ગૃહસ્થ-ધર્મમાં સ્થૂલ અહિંસાદિ પાંચ અણુવ્રત દિશાપરિમાણ આદિ ત્રણ ગુણવ્રત અને સામાયિકાદિ ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતની અદ્દભૂત વ્યવસ્થા આપીને સંપૂર્ણ નિષ્પાપ જીવનના આદર્શ પહોંચવા માટેનો સચોટ માર્ગ આપ્યો છે. એમાં અહિંસાદિને જીવનમાં બરાબર સક્રિય રાખવા માટે દિશાપરિમાણ- ભોગોપભોગપરિમાણ અને અનર્થદંડવિરમણ એ ત્રણ ગુણવ્રતોની જે વ્યવસ્થા બતાવી છે એ જોતાં લાગે કે એ વિના અહિંસાદિના આદર્શ પાલન ન સાચવી શકાય. જીવનમાં દિશા પરિમાણ ન હોય તો દુનિયામાં ગમે તે દેશમાં જવાની છૂટ રહી; એમ ભોગોપભોગ-પરિમાણ ન હોય તો ભક્ષ્ય- અભક્ષ્ય તથા ભક્ષ્યમાં પણ ગમે તે ખાવા-પીવાની તથા બીજા પણ ભોગ-ઉપભોગની, તેમજ અંગારકર્મ, યંત્રપીલન-કર્મ વગેરે કોઈપણ ધંધા કરવાની છૂટ રહી; એમ અનર્થદંડનો ત્યાગ ન હોય તો જુગાર, પાનાબાજી, સિનેમાં, ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80