Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 22
________________ શોખનાં નદી-બાથસ્નાન, શોખના પશુપંખીપાલન, અસતીપોષણ વગેરે પ્રમાદાચરણ તથા દુર્ગાન-પાપોપદેશ અને પાપસાધનદાનની છૂટ રહી; પછી આમાં અહિંસાદિના આદર્શ ક્યાં સચવાય ? ત્યારે સામાયિકાદિ શિક્ષાવ્રતોનાં પાલન વિના અહિંસાદિના ઉચ્ચ આદર્શો પહોંચવા માટે તાલીમ-અભ્યાસ ના મળી શકે. જૈનધર્મે માનવજાતને આ ગૃહસ્થ-ધર્મના બાર વ્રતોની બક્ષીસ કરીને આત્માને ઠેઠ પરમાત્મા બનાવવાની તક બતાવી છે; કેમકે એનું પાલન ઠેઠ સૂક્ષ્મ અહિંસાદિના ઉદ્દેશથી કરવાનું છે, અને તે રીતે પાળતાં આત્મામાં એવો વીર્ષોલ્લાસ પ્રગટે છે કે જેથી મોહમાયાભર્યા સંસારનો ત્યાગ કરી અહિંસાદિમય સર્વથા નિષ્પાપ સાધુજીવન સ્વીકારી શકે. એમાં સમિતિ-ગુપ્તિ પરીસહસહન ક્ષમાદિ દશવિધયતિધર્મ વગેરે સંવરમાર્ગની અને બાર પ્રકારના બાહા-આત્યંતર તપોમય નિર્જરામાર્ગની આરાધના કરવાની હોય છે. તેથી એના અભ્યાસમાં આગળ વધતાં જીવ અંતે વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા બને છે, અને ક્રમશઃ મુક્ત થાય છે. જૈનધર્મ માનવજાતને આ સંવર અને નિર્જરા માર્ગની અનન્ય ભેટ કરી છે, અને એથીજ ખરેખર જીવમાંથી શિવ અને આત્મામાંથી પરમાત્મા બનવાના ઉપાયની બક્ષીસ કરી છે. પાશ્ચાત્ય સાક્ષરો પણ આના પર કેવા આકર્ષિત બન્યા છે એનો એક દાખલો કહું. આ વર્ષો પૂર્વે હિંદુસ્તાન ટાઈમ્સ'માં છપાઈ ગયો છે. આ યુગમાં બર્નાડ શો એક પ્રસિધ્ધ નાટ્યકાર, નવલકથાકાર અને રાજનીતિજ્ઞ પુરુષો માટે એક સલાહકાર થઈ ગયો. એક વાર ગાંધીજીના પુત્ર જેવીદાસ ગાંધી એને મળવા ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80