________________
સૂક્ષ્મ કોટિની અને આગવી છે. માનવજાતને આ એક મહાન બક્ષીસ છે. - અહીં પ્રશ્ન થાય છે કે એવા સૂક્ષ્મ જીવોની દયા જીવનમાં શી બહુ ઉપયોગી થાય? કે શી રીતે શક્ય બને ?
આનું સમાધાન એ છે કે માનવજીવનમાં દયાવૃત્તિ કોમળભાવ અને પ્રેમ એ ખૂબ જરૂરી છે. એ વિના તો નૃશંસતા કઠોરતા ખુનસભાવ વગેરેથી માનવ શિકારી પશુ જેવો બની જાય છે. એવા માનવોથી તો સામાજિક જીવન મત્સ્ય-ગલાગલ ન્યાયે ભયાનક બની જાય. હવે જો સૂક્ષ્મ જીવોની દયા ન કરવાની હોય તો માનવની એવા જીવો પ્રત્યે નિર્દયતા-કઠોરતા થશે; અને માનસશાસ્ત્રના નિયમ મુજબ આ નિર્દયતાકઠોરતામાંથી જરૂર પડ્યે સ્વાર્થ સાધવાના એવા અવસરે, માણસની પ્રત્યે પણ નિર્દયતા-કઠોરતા ફાલશે-ફૂલશે. ચિનગારીમાંથી મોટી આગ જન્મે એમ નાના દોષમાંથી મોટા દોષ ઉત્પન્ન થાય છે. નાનપણમાં નાની મામુલી વસ્તુની ચોરી કરનાર છોકરો મોટો થતાં મોટી વસ્તુનો ચોર બને છે. એમ નાના જીવો પ્રત્યેની નિર્દયતાથી આછી ખૂનરેજી વૃત્તિ ઘડાય એ અવસરે મોટા જીવો પ્રત્યે વિકસે એ સ્વાભાવિક છે. એટલા જ માટે,
જૈનધર્મે માનવ જેવા વિશ્વશ્રેષ્ઠ પ્રાણીમાં જીવો પ્રત્યે નીતરતી દયા અને પ્રેમ વહેતી રાખવા સૂક્ષ્મ જીવોની પણ દયાનો-પ્રેમનો ઉપદેશ કર્યો છે. એવા સૂક્ષ્મ જીવોની ઓળખ અને દયા-પ્રેમ-અહિંસા એ જૈન ધર્મની બક્ષીસ છે. તેથી જ એવા પૃથ્વી-પાણી વગેરે કાયાવાળા સૂક્ષ્મ જીવોની હિંસા નહિ કરવી, ન કરાવવી, ને ન અનુમોદવી, એવા મહા અહિંસા વ્રતને પાળનાર જૈન સાધુસંસ્થા આપીને જૈનધર્મે માનવજાતને એક અનન્યલભ્ય ઉચ્ચ જીવન-આદર્શ પૂરો પાડ્યો છે. એ પણ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org