________________
એમને શ્રોત્ર ઈન્દ્રિય નથી હોતી. એમ કીડી, કીડા-મંકોડા, ઈયળ, ધનેરા, ઉધેહી વગેરે ત્રણ ઈન્દ્રિયવાળા જીવો છે. એમને શ્રોત્ર પણ નહિ અને ચક્ષુ ઈન્દ્રિય પણ નથી હોતી. ત્યારે જગતમાં શંખ, કોડા, પોરાં, અળસિયા, જળો પેટના કરમિયા વગેરે બે ઈન્દ્રિયોવાળા જીવો છે. એમને પેલી બે ઉપરાંત ઘ્રાણેન્દ્રિય નાસિકા પણ હોતી નથી. હવે આવી એક ઈન્દ્રિયવાળા જીવોની વાત.
એટલું ધ્યાનમાં રહે કે ઈન્દ્રિય શક્તિ ચેતન જીવને જ હોય છે, જડને નહિ. માટે શરીરમાંથી જીવ ચાલી જતાં આંખનો ગોળો ને કીકી, કાનના પડદા વગેરે કાયમ છતાં ઈન્દ્રિયશક્તિ રહેતી નથી. જીવની એ ચીજ હતી ને જીવ જતાં ચાલી ગઈ. હવે જગતમાં જો બે ઈન્દ્રિયવાળા જીવ હોય છે કે જેમને માત્ર રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય જ છે, તેમને પંચેન્દ્રિયના ક્રમથી એમનો નંબર ચોથો આવે છે, તો પછી એકલી સ્પર્શેન્દ્રિયવાળા જીવોનો પાંચમો નંબર આવે એ સહજ છે. પાંચ ઈન્દ્રિયોમાંથી જેને શ્રોત્ર ન હોય એવા પણ જો જીવ હોય એમ શ્રોત્ર-ચક્ષુ બંને ન હોય એવા પણ જો જીવો હોય, એવી રીતે શ્રોત્ર-ચક્ષુ-નાસિકા વિનાના પણ બે માત્ર ઈન્દ્રિયવાળા જીવનું અસ્તિત્વ હોય, તો ચારે ઈન્દ્રિય નહિ ને માત્ર સ્પર્શેન્દ્રિય જેને હોય એવા પણ જીવકોટિમાં કેમ નહિ ?
જૈન ધર્મે માત્ર એક ઈન્દ્રિય સ્પર્શેન્દ્રિયવાળા જીવ તરીકે પૃથ્વીકાય અપ્લાય તેજસ્કાય વાયુકાય અને વનસ્પતિકાયિક જીવોની ગણતરી બતાવી છે. આમ જૈનધર્મે અનન્ય જીવશાસ્ત્ર આપ્યાં છે, જીવવિજ્ઞાન આપ્યું છે. એ આપીને પછી જીવોની દયા પ્રેમ અને અહિંસા પણ અનન્ય કોટિની શિખવી છે. ભારતીય ધર્મો અહિંસામાં માને છે, એમાં જૈનધર્મની અહિંસા
૧૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org