________________
મનાવવી?’ એમાં એક ક્રિશ્ચિયને કહ્યું કે ‘ઈસુ ખ્રિસ્તની જયંતી મનાવવી જોઈએ; કેમકે ઈસુ ખ્રિસ્તે સમસ્ત માનવો પ્રત્યે પ્રેમ-સહાનુભૂતિ વગેરે શિખવીને અખિલ માનવજાતના હિતનો વિચાર કર્યો છે.’
ત્યારે એક હિંદુ વિદ્વાને કહ્યું કે “જો કોણે અધિકનું હિત જોયું છે એ ધોરણ પર જયંતી મનાવવી હોય તો શ્રીકૃષ્ણની જયંતી મનાવવી જોઈએ; કેમકે શ્રીકૃષ્ણે માનવજાત ઉપરાંત ગાય વગેરે પશુની પ્રત્યે પણ પ્રેમ-દયાનો ઉપદેશ કર્યો છે.’
ત્યાં શ્રી ઋષભદાસજી જૈને ઊભા થઈ કહ્યું કે જયંતી માટે અધિક જીવોના ભલાનો વિચાર કરનારા વિભૂતિની પસંદગી કરવાની હોય તો તો ભગવાન મહાવીરસ્વામીનીજ પસંદગી કરવી જોઈએ; કેમકે એમણે તો ઠેઠ એકેન્દ્રિય ઝાડ-પાન વગેરે જીવો સુધીની દયા અને પ્રેમનો ઉપદેશ આપ્યો છે.
અહીં આપણને માનવજાતને જૈન ધર્મે શી વિશેષ બક્ષીસ કરી એનો ખ્યાલ આવે છે. આટલી ભૂમિકા પછી હવે ખાસ જૈનધર્મની વિશેષ બક્ષીસો સમજવી સહેલી પડશે.
દયા, પ્રેમ, અહિંસા એ તો જીવોના માટે આશીર્વાદરૂપ છે. પાશ્ચાત્ય ધર્મોએ માનવ સુધી અને ભારતીય ધર્મોએ માનવ ઉપરાંત પશુ સુધી એનું ક્ષેત્ર માન્યું. જૈન ધર્મે આગળ વધીને ઠેઠ એકેન્દ્રિય જીવો સુધીનાને દયા, પ્રેમ, અહિંસાના વિષય બનાવ્યા છે. આ માટે જૈન ધર્મે વિશિષ્ટ જીવવિજ્ઞાન આપ્યું છે. જીવોનું વિશિષ્ટ સ્વરૂપ બતાવ્યું છે. જૈન ધર્મના પ્રણેતા વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોએ પોતાના સર્વ-પ્રત્યક્ષમાં પંચેન્દ્રિયથી નીચે નીચે ઠેઠ એકેન્દ્રિય સુધીના જીવોને જોયા છે; અને પ્રમાણથી એ પૂરવાર પણ થાય છે. જેવી રીતે આપણે પાંચ ઈન્દ્રિયવાળા જીવ છીએ એવી રીતે જગતમાં માખી, ભમરા, ડાંસ-મચ્છર, વીંછી, તીડ વગેરે ચાર ઈન્દ્રિયવાળા જીવ છે
૧૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org