________________
વિષયો ભૂંડા લાગે એટલે સહેજે માણસ શક્તિ હોય તો પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે, અને એટલી શક્તિ ન હોય તો સ્વસ્ત્રી સંતોષરૂપ સદાચાર તો જરૂર પાળે. દુરાચારને મહાપાપ સમજે. પાશ્ચાત્ય ધર્મો માનવને માનવ પ્રત્યે બંધુભાવ, સહિષ્ણુતા ન્યાયનીતિ શિખવાડી; પરંતુ એથી આગળ વધીને માનવજાતને આત્મવાદ અને આ વિષયવૈરાગ્ય ન શિખવ્યો. એનું પરિણામ ક્યાં સુધી પહોંચ્યું કે એના તત્ત્વચિંતકફિલોસોફર તરીકે મનાતા બર્ટ્રાન્ડ રસેલે એવી પ્રરૂપણા કરી કે યૌન સંબંધમાં માણસને સ્વતંત્રતા રહેવી જોઈએ, એટલે ? ગમે તે પુરુષ ગમે તે સ્ત્રી બંને રાજી હોય તો પરસ્પર એ સંબંધ કરી શકે. આ પ્રરૂપણાને ખાસ કરીને કોલેજિયન યુવક-યુવતીઓએ પહેલી વધાવી લીધી. એનું પરિણામ ભયંકર આવવાનું શરૂ થઈ ગયું. પછી તો બર્ટ્રાન્ડ રસેલને પણ પસ્તાવો થયો, અને પોતાની એ પ્રરૂપણામાં સંકોચ કર્યો, પરંતુ ત્યાં તો નવી પ્રજામાં ચાલુ થઈ ગયેલી બદી શે અટકે ? પાશ્ચાત્ય ધર્મોમાં જ્યાં વિષયાસક્તિને પાપ જ ન મનાયું, એમાં જ્યાં માનવનું પતન જ ન મનાયું, ત્યાં એ નિરંકુશ ચાલે એમાં નવાઈ નથી.
ત્યારે ભારતીય ધર્મોએ તો વિષયોને ભૂંડા કહી માનવજાતને આત્મવાદ અને વિષયવૈરાગ્ય પાયામાં જરૂરી શિખવ્યો. આત્મતત્ત્વનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રમાણ સિધ્ધ બતાવી માનવજાતને પરલોકદ્રષ્ટિ આપી. આત્માને અહીંયા સારા નરસા કર્મોના હિસાબે પરલોકમાં સદ્ગતિ-દુર્ગતિમાં મળવાનું અને એ કર્મોનાં શુભાશુભ ફળ અવશ્ય ભોગવવાનું બતાવ્યું. એટલે માનવજાતને એલાન કર્યું કે વર્તમાન જીવન એ જ એક જીવન નથી, પરંતુ ભૂત, ભવિષ્ય જીવનો પણ છે; માટે વર્તમાનના સુખ-દુઃખમાં પૂર્વના શુભાશુભ કર્મને જવાબદાર સમજી ખોટા હરખ-ખેદ અભિમાન-દીનતા, રાગ-દ્વેષ-ઈર્ષ્યા
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org