Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 15
________________ ને તેથી જ પોતાનો પરલોક પણ બગાડે છે, ને ભવમાં ભટકે છે. અહીં પણ દુઃખ હોય તો એ વિષયોના રાગના લીધે. એટલા માટે એક જૈન મહર્ષિએ કહ્યું કે જગતમાં જો વિષયો ન હોત તો જીવને દુ:ખ ન હોત. ઈંદ્રિયોના વિષયો શબ્દ-રૂપ-૨સ વગેરે ૫રના રાગ-દ્વેષને લીધેજ જીવ ન કરવાનું કરે છે, ન બોલવાનું બોલે છે, ને ન માનવા-વિચારવાનું માને-વિચારે છે; તેથી દુ:ખી થાય છે. પરંતુ જગત છે એટલે વિષયો તો રહેવાના; માત્ર માણસે ક૨વા જેવું આ છે કે એના પરના રાગ-દ્વેષથી આ ઈષ્ટ ને આ અનિષ્ટ, એમ જે કર્યા કરે છે તે બંધ કરવું જોઈએ. એટલે જ પ્રારંભે કહ્યું કે એવી એવી પ્રવૃત્તિ કરો કે જેથી રાગ-દ્વેષનો છાસ થતો આવે. વિષયોની પ્રવૃત્તિ જેમ જેમ ઘટાડવામાં આવે તેમ તેમ રાગદ્વેષ ઓછા થતા આવે, અને એટલા પ્રમાણમાં દુઃખ ઓછા થાય તથા સુખ વધતું જાય. ભારતીય ધર્મોએ માનવજાતને વિષયો ભૂંડા હોવાનું ઓળખાવી પાયામાં એના પ્રત્યે વૈરાગ્ય શીખવ્યો, તેમજ એનો શક્ય ત્યાગ અને એ વિષયોના યોગે થતા કામ-ક્રોધ-લોભ માન-મદ-હર્ષ એ છ અંતરંગ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો. ભારતમાં જ્યાં સુધી આ વસ્તુ પર જોર અપાતું હતું ત્યાં સુધી ભારતીય પ્રજા સુખી હતી, ચોરી-લુંટફાટ-ખુનરેજી વગેરે બહુ ઓછા જોવા મળતા. પ્રજામાં પરોપકાર, સેવા, સહાનુભૂતિ તથા સંતોષ હતા. એથીજ ત્યાગ-તપ, પરમાત્મ-સ્મરણ ભગવદ્ભજન, સાધુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય વગે૨ે કલ્યાણકર પ્રવૃત્તિઓ ભારતમાં બહુ વ્યાપક રીતે ચાલતી. આ બધું વિષયો તુચ્છ લાગવા પર થતું. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80