Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 14
________________ વાતો નથી, ત્યાગ-તપસ્યાદિનાં આચરણ નથી. અહિંસા-સત્ય વગેરેનો પરલોકની દૃષ્ટિએ વિચાર નથી. એમ પ્રશ્ન થાય કે ભલે ત્યાં એ વિચારણા ન હોય પરંતુ માનવતા-બંધુપ્રેમ-મૈત્રી વગેરેના વિચાર જેટલું તો સારું છે ને? આના ઉત્તરમાં એ સમજવા જેવું છે કે એમણે આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ, પરલોક અને એને સ્પર્શનારી વાતો જ ઉડાવી નાખી ને માણસનું દૃષ્ટિબિંદુ એક બહુ નીચી કક્ષા સુધી અટકાવી દીધું. માણસને મનાવી દીધું કે ઊંચામાં ઊંચી કક્ષા ચડવાની આટલી જ છે કે માણસે માણસ પ્રત્યે સ્નેહ-સહાનુભૂતિ-સહિષ્ણુતામાં પાકા બનવું. આમ કક્ષા બાંધી દઈને એના ઉપરાંત તો ઘણું ઘણું જે માનવપ્રાણી જ કરી શકે અને જે કરવા જેવું છે, એની તરફ આંખ જ બંધ કરાવી દીધી. માનવજાત માટે આ કેટલી મોટી ત્રુટિ રહી? ભારતીય ધર્મોની બક્ષીસ ત્યારે ભારતીય ધર્મો આત્માના વિવિધ ગતિઓમાં ગમનાગમનને માનનારા હોઈ આર્ય ધર્મ કહેવાય છે. સંસ્કૃત ” ધાતુનો અર્થ “જવું” થાય, આ + 2 એટલે આવવું, એના પરથી “આર્ય' શબ્દ બન્યો, એનો અર્થ આત્માનું ગતિઓમાં જવા-આવવાનું જે માને છે તે આર્ય આર્ય ધર્મોએ સનાતન આત્મા માન્યો, પરલોક માન્યો, પુણ્ય-પાપ, ભવભ્રમણ અને મોક્ષ માન્યા, ઈત્યાદિ તત્ત્વોનો સ્વીકાર કરીને માનવજાતને સાધવાની જીવન વિકાસની ઊંચી સીમાઓ ખુલ્લી કરી, એથી અહિંસા-સત્ય નીતિ વગેરેનાં પાલન પણ સુલભ થયાં. ભારતીય ધર્મોની આ બક્ષીસ છે. એમણે બતાવ્યું કે માણસ માણસ પ્રત્યે પણ પ્રેમ, બંધુભાવ, સહાનુભૂતિ વગેરે કેમ ભૂલે છે? ઈદ્રિયોના વિષયોની કારમી ગુલામી છે માટે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80