________________
માલ વધુ ક્યાંથી પામીએ? (૫) ધર્મશાસ્ત્ર સહી લેવાનું અને માનવપ્રેમ અખંડ રાખવાનું કહે છે... ખ્રિસ્તી ધર્મમાં પરલોકની વિચારણા કેમ નહિ? - પાશ્ચાત્ય ધર્મશાસ્ત્રો અને માનસવિજ્ઞાને માનવજાતને સુખી કરવા માટે આમ વિચાર તો કર્યો છે, પરંતુ એ માત્ર વર્તમાન જીવન પૂરતો જ. સનાતન આત્માના ભાવી અનંત કાળ માટેનો વિચાર ત્યાં નથી. એમ જાણવા મળેલું કે “ઈસુ ખ્રિસ્ત ભારતમાં આવેલ, ભારતીય ધર્મો અને તત્ત્વજ્ઞાનનો પરિચય મેળવેલ, પછી એમાં વજૂદ દેખાવાથી એમણે પોતાના દેશમાં માનવતા, માનવ બંધુ-પ્રેમ, સહિષ્ણુતા વગેરે પર ઉપદેશ કરવા માંડેલ. એમાં કાંઈક આત્મા પરલોક વગેરેના વિચારની છાયા હશે. પરંતુ ઈસુના ચારેક સૈકા પછી એ દેશના ધર્મગુરુઓ વગેરેની એક પરિષદ્ ભરાઈ અને એમાં કદાચ આ કારણ હોય કે આત્મા પરલોક વગેરેની વિચારણામાં આપણે ભારતીય સંસ્કૃતિઓની આગળ ટકી શકીશું નહિ.” માટે અથવા બીજા કોઈ કારણે આ નિર્ણય લેવાયો કે “સંસારની અનેકવિધ યોનિઓમાં ભટકતો સનાતન આત્મા, પુણ્ય-પાપ, પરલોક-ગમન વગેરેની વાતો આપણે ત્યાં ન જોઈએ” એમ નિર્ણય લેવાયો અને એ વાતો તદ્દન બંધ કરી દેવામાં આવી. એટલે પછી માત્ર વર્તમાન જીવનને ઉપયોગી થાય એવી માનવબંધુતા, પ્રેમ, સહિષ્ણુતા વગેરેની વાતો જ રહી.”
આ પ્રમાણે જાણવા મળ્યું છે. એ હકીકત બરાબર હોય એમ લાગે છે, કેમકે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં એટલો જ વિચાર છે, પરંતુ ઈદ્રિયોના વિષયો અને ક્રોધાદિ કષાયો આત્માના ભાવી જનમ જનમ બગાડે છે, માટે એ ત્યાજ્ય છે એનો વિચાર જ નથી. એટલે જ ત્યાં ભારત જેવી શીલ-સદાચાર-બ્રહ્મચર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org