________________
પછી હું લોકોને મારા અનુભવ સંભળાવતો. હવે તો હું કેવો સમજપૂર્વક દેવળમાં જવાનું કરવા લાગ્યો હતો, તથા બાઈબલની શિખામણો માનવજીવનને સુખી કરવા માટે કેવી સચોટ હતી તે મારી પાસે આવેલા કેસોના દાખલા ટાંકીને બતાવતો. તેથી લોકોને શાસ્ત્ર પર અને ધર્મ પર વિશેષ શ્રધ્ધા થવા લાગી.
લેખક કહે છે કે પચ્ચીસ વરસના ગાળા પછી ધર્મમાં પાછા ફરવાનું આ કારણ હતું. વિશેષમાં એ પણ હતું કે જીવનમાં ફરિયાદો લઈને બીજા પાસે કહેવા જવાનું કરનારા કોણ હોય છે ? મોટાભાગે એવા માણસો કે જે ધર્મ નહિ કરનારા હોય છે. ધર્મ સેવનારાને પ્રાયઃ આવી ફરિયાદોનાં બહાર રોદણાં રોવાનું હોતું નથી, એનું કારણ એ, કે એ સામાને ન્યાય આપીને પોતાનું મન વાળી લે છે, પોતાના મનનું સમાધાન કરી લે છે. એટલે પછી એમને સામા માટે ફરિયાદ કરવાની રહેતી નથી.
ધર્મી મન એમ વાળી લે છે કે
(૧) સામાની જગ્યાએ હું હોઉં તો શું કરું અને કદાચ કાંઈક બન્યું તો સામા તરફથી કેવા વર્તાવની અપેક્ષા રાખું ?.. (૨) મને મારા સ્વાર્થનો સ્વાભિમાનનો અને સારા દેખાવાનો રસ છે, એમ સામાને પણ એ રસ રાખવાનો અધિકાર કેમ નહિ ?... (૩) સામો મારી આટલી સેવા બજાવે છે, તો એના પર આમ જરા પ્રતિકૂળ બોલે કે વર્તે એ મારે સહી લેવું જોઇએ. વેપારમાં નફો કમાવવાનો હોય છે ત્યાં થોડું કમીશન પણ આપવું પડે છે... (૪) સામા તરફથી આપણને આપણા ભાગ્યાનુસાર જ વર્તાવ મળે. પુણ્યનાં નાણાં ઓછા હોયતો
Jain Education International
૭
For Private & Personal Use Only
www.jainelibrary.org