Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ માનસશાસ્ત્રીનું ગુમાન મારા દરદીઓ આ પ્રમાણે સ્વભાવ બનાવવાનું અને વર્તાવ રાખવાનું કરતા અને તેથી એમને ચમત્કારિક લાભ દેખાતો, ફરિયાદ દૂર થઈ જતી. એ પછી આવીને મારો બહુ ઉપકાર માનતા. એમ મને મોટા ભાગના કેસોમાં સફળતા મળતી. આથી મારા મનને એક અભિમાન રહેતું કે મેં માનસ વિજ્ઞાનમાં ઘણો વિકાસ કર્યો છે, અને મારા મનમાં લોકોની પીડાઓના સચોટ ઉકેલ ફુરે છે, એટલું મારું મગજ ફળદ્રુપ છે. બીજાઓને ભાગ્યે જ આવી ફુરણાઓ થતી હશે. યા પૂર્વ કાળમાં આ રીતની ફુરણાઓ ભાગ્યેજ થતી હશે. આ ગુમાનમાં હું આગળ ઘપ્ટે જતો હતો. એમાં એક વાર એવું બન્યું કે હું ઓફિસમાં નવરો બેઠો હતો ત્યાં ટેબલ પર કોઈએ બાઈબલ મૂક્યું હશે તે મેં એને વચમાંથી ખોલીને એક પાનું વાંચવા માંડ્યું. નવરું મન શેતાનનું ઘર - માણસ નવરો પડે એટલે એની આ આદત હોય છે કે જે હાથમાં આવે એ વાંચવાનું કરશે. પછી ભલે છાપાના કાગળમાં ચવાણું ખાવા લીધું અને ત્યાં જો કોઈ કામ કે કોઈની સાથે વાત કરવાનો અવસર નથી, તો એ છાપાના ટૂકડાને વાંચતો બેસશે. માણસનું મન કેવું છે? એને સારો ખોરાક આપો નહિ તો એ કચરો ખાવા તરફ પ્રેરાશે. સારું જોવાનું, સારું બોલવા, સાંભળવાનું સારું વિચારવાનું જો કોઈ કાર્ય નથી તો એ ગમે તેવું રહી કચરાપટ્ટી જોવાનું કે રદી બોલવા-સાંભળવાનું યા રદી કચરાપટ્ટી વિચારવાનું કરશે. કહે છે ને “An idle mind is a devi's house”. આળસુ મન એ શેતાનનું ઘર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80