Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ એમનો મારા પર પ્રેમ નથી. તો કોઈ શેઠની ફરિયાદ હોય કે મારો મેનેજર મોટો પગાર ખાય છે છતાં વાંકો વર્તે છે. આમ આવી આવી ફરિયાદો મારી પાસે આવીને કરતાં. એમની હું પછી તપાસ લેતો કે પોતાનો સ્વભાવ કેવો છે ? પોતાને અભિમાન કેટલું છે? દીનતા કેવી છે? સ્વાર્થ માયા વધારે છે કે પરોપકાર વૃત્તિ વધુ છે ? કદર કેવી છે ?... વગેરે વગેરે અનેક બાબતો જાણી લઈ એમને હું સામાની પ્રત્યે માનવ સ્વભાવ ઓળખીને વ્યવહાર કરવાનું બતાવતો. દા.ત. માનવ સ્વભાવો (૧) દરેકને સામાના કરતાં પોતાનામાં વધુ રસ હોય છે. તો આપણે સામાની બાબતમાં વધુ રસ દેખાડવો. (૨) દરેકને પોતાની પ્રશંસા વધુ ગમે છે તો આપણે એનો ખરેખર ગુણની અને કાર્યની પ્રશંસા કરવી. (૩) સૌને પોતે કરેલ સેવાની કદર થવાનું જોઈએ છે, પછી ભલે માત્ર બે શબ્દથી કદર કરો કે તમે મારા પર બહુ લાગણી રાખી આ કરી આપ્યું. તો આપણે અવસરે એવા શબ્દથી ને અવસરોચિત પ્રત્યુત્તરથી એની કદર કરવી. (૪) દરેકને પોતાની સેવા થાય એ ગમતું હોય છે. તો અવસરે અવસરે એની સેવા બજાવવી. ઈત્યાદિ ઈત્યાદિ શિખામણ આપી એ પ્રમાણે વર્તવાનું શરૂ કરી દેવા સમજાવતો. સાથે સ્વભાવ પણ મુલાયમ, મીઠો, પરગજુ, દયાળુ અને સરળ સહિષ્ણુ ન્યાયી વગેરે બનાવવા ખાસ પ્રેરણા કરતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80