Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ માનવજાતિને જેન ધર્મની બક્ષીસ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના રચેલા “ઉપદેશ રહસ્ય' નામના શાસ્ત્રમાં અંતે શાસ્ત્રનો સાર બતાવતાં કહ્યું કે માણસે શું કરવું જોઈએ ? તો કે तह तह पयट्टियबं जह जह रागहोसा विलिजंति । માણસે મન-વચન-કાયાથી તેવી તેવી પ્રવૃત્તિ કરવી કે જેથી આત્મામાંથી રાગ-દ્વેષનો છાસ થતો આવે. માનવજાતિને ઉદ્દેશીને મહર્ષિનો આ ઉપદેશ એટલા માટે છે કે મનુષ્ય પાસે જેવી વિશિષ્ટ બુદ્ધિશક્તિ છે, વિવેક શક્તિ છે એવી પશુ-પંખી પાસે નથી. તો કીડા-મંકોડા વગેરેની તો વાતે ય શી ? આત્માની ઉન્નતિ કરવાનું સામર્થ્ય મનુષ્ય પાસે એવું છે કે એ વિશિષ્ટ બુદ્ધિના સદુપયોગથી એ આત્મામાંથી પરમાત્મા બની શકે છે. પરમાત્મા બનવા માટે એ રાગદ્વેષનો સમૂલ નાશ કરી વીતરાગ થઈ શકે છે. મહર્ષિઓએ આ રાગદ્વેષનો ક્ષય કરતા આવવાની શિક્ષા કેમ આપી? શિક્ષા તો ઘોડા હાથી વગેરેનેય આપવામાં આવે છે, સરકસમાં કૂતરાને પણ શિક્ષા અપાય છે. આજે શિક્ષણ આપો, શિક્ષણ આપો” એકજ મોટો ધ્વનિ ગૂંજી રહ્યો છે. પરંતુ કયું શિક્ષણ, કઈ શિક્ષા ? એ વાસ્તવિક શિક્ષા કહેવાય એનો વિચાર નથી. એક લેખકે ઠકજ લખ્યું છે કે Man has changed this earth physically chemically... and in many other ways, but the sorrowful thing is he is utterly, ignorant of the Ultimate goal, as to why all this. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80