Book Title: Manav Jatine Jain Dharmni Bakshish
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રાસંગિક પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ (તે પ્રસંગે પ.પૂ.પં.શ્રી ભાનુવિજયજી ગણિવર) જયપુરથી કલકત્તા તરફના વિહારમાં બનારસ પધારતાં વારાણસી વિશ્વવિદ્યાલયના વાઈસ ચેન્સેલરની વિનંતિથી એઓશ્રીએ રવિવાર તા. ૧૫-૨-૭૦ બપોરે વિશ્વ વિદ્યાલયના વિશાળ હોલમાં ““માનવ જાતિને જૈન ધર્મની વિશિષ્ટ બક્ષિસ''એ વિષય પર પ્રવચન આપ્યું. સભામાં બંગાળી વાઈસ ચેન્સેલર ઉપરાંત રીસર્ચ વિભાગના ડાયરેક્ટર પં. બદરીનાથજી શુકલ ન્યાય-વેદાન્તાચાર્ય એમ.એ., તથા અનેક એમ.એ. આચાર્ય – પી.એચ.ડી. વગેરે વિદ્વાનો, બૌદ્ધ ભિક્ષુ આદિની ઉપસ્થિતિ સારી હતી. સભાને રીસર્ચ ડાયરેક્ટરે પ્રવચનકારનો પરિચય આપતાં જણાવ્યું કે ““મુનિશ્રીએ નવ્યન્યાય પ્રાચીનન્યાય તથા દર્શનોનું ઉડું અધ્યયન ચિંતન કરેલું છે. સાથે જૈનદર્શન-જૈનઆગમ-શાસ્ત્રોનું પણ ગહન પરિશીલન છે. એઓશ્રીએ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો છે ને વિજ્ઞાનની દ્રષ્ટિએ તત્ત્વોનો સમન્વય કર્યો છે. ભારતીય દર્શનોથી આગળ વધીને જૈન ધર્મે વિશ્વને શી વિશેષતાઓ બક્ષીસ કરી છે તેનો અહીં એઓશ્રી આપણને ખ્યાલ આપશે. એમના ૨૫-૩૦ શિષ્યો પિંડવાડામાં કર્મ સિદ્ધાન્ત પર હજારો શ્લોકપ્રમાણ સાહિત્ય રચી રહ્યા છે. હું એમને હવે પ્રવચન આપવા વિનંતિ કરું છું.' ત્યાર પછી પૂજ્યશ્રીએ જે વ્યાખ્યાન આપ્યું તેનું અવતરણ પૂ. પંન્યાસશ્રી પધસેન વિજયજી ગણિવર મહારાજે કરેલ તેનો સાર અહીં રજૂ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 80