Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 12
________________ પ્રસ્તાવના (ભોજન પૂર્વે એપેટાઈઝરનું જે મહત્ત્વ છે તેવું જ મહત્ત્વ પ્રસ્તાવનાનું પુસ્તક વાંચતાં પહેલાંનું છે. બંનેનું કામ છે ભૂખને પ્રદીપ્ત કરવાનું, ઉત્સુકતા જગાડવાનું અને સબળ પૂર્વભૂમિકા રચવાનું. આ સમજણ અને સંદર્ભમાં તમારે આ પ્રસ્તાવના વાંચવી જ રહી !) માંદગી આવી પડે ત્યારે સ્વાભાવિક છે કે દર્દી અને તેનાં સગાંઓ મોટી વિમાસણમાં મુકાઈ જાય છે. “હવે થશે? કંઈક અજુગતું તો નહીં બને ને ? જીવનભરની પરવશતા તો નહીં આવે ને?' આવા પ્રાણપ્રશ્નો દર્દી તથા તેનાં સગાંઓને હચમચાવી મૂકે છે. રોગની અસર ધીમે ધીમે થતી દેખાય ત્યારની વાત જુદી છે પણ લકવા જેવો રોગ હુમલા (એટેક) સ્વરૂપે અચાનક ત્રાટકે ત્યારે દર્દી અને સગાંઓના જીવનમાં ભારે અસ્થિરતા આવી પડે છે અને કેટલાંય બિહામણાં પ્રશ્નાર્થચિનો ઊપસી આવે છે. રોગ વિશેની અજ્ઞાનતા અને ખાસ કરીને, રોગ વિશેના ખોટા, ભ્રામક ખ્યાલો, માન્યતાઓ તથા “મને તો કંઈ થાય જ નહીં', “હું કદી માંદો પડું જ નહિ તેવો છૂપો હુંકાર પરિસ્થિતિને વધારે વણસાવે છે. તેમાં દર્દી-સગાંઓનો વાંક પણ નથી કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિ તથા સામાજિક માળખામાં સ્વાથ્યની સંભાળ કેવી રીતે રાખવી, તેનું રક્ષણ કેવી રીતે કરવું તેમ જ રોગો વિશેની સમજ-માહિતી, ગંભીર રોગોનાં શરૂઆતનાં લક્ષણો-ચિહનો કેવો હોય અને તેમને ગણકારીએ નહિ તો તેનાં કેવાં દુઃખદ પરિણામો આવી શકે તથા રોગ આવી પડે ત્યારે તે માટેના આવશ્યક માનસિક-આર્થિક આયોજન બાબત શાળામહાશાળાઓમાં કે બીજા કોઈ માધ્યમ દ્વારા શીખવવાનો કોઈ સંગઠિત, બુદ્ધિગમ્ય અને પરિણામલક્ષી પ્રયત્ન થયો નથી તથા તે માટે કંઈ જ સમજાવવામાં-શીખવવામાં આવતું નથી (અત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 314