Book Title: Kevalibhuktivyavasthapan Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 4
________________ પરિશીલનની પૂર્વે. વિનયબત્રીશીમાં વિનયનું વર્ણન કર્યું. વિનયના આસેવનથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવલજ્ઞાની ભગવંતો આપણી જેમ કલાહાર(ભોજન) કરે તો તેઓ કોઈ પણ રીતે કૃતાર્થ નહીં કહેવાય. તેથી કેવલી પરમાત્મા કવલાહાર કરતા નથી : આવી દિગંબરોની માન્યતાનું નિરાકરણ કરવા માટે આ બત્રીશી છે. પોતાની માન્યતાના સમર્થન માટે દિગંબરો જે દલીલો કરે છે, તેનું વર્ણન શરૂઆતમાં પાંચ શ્લોકોથી કર્યું છે. શ્રી કેવલીપરમાત્મા કવલાહાર કરતા નથી-આવી પોતાની માન્યતાનું નિરૂપણ કરતાં દિગંબરો જણાવે છે કે તેઓશ્રીના સકળ દોષોનો વિગમ થયો છે. તેઓશ્રી કૃતકૃત્ય છે. આહારસંજ્ઞાથી તેઓશ્રી રહિત છે. તેઓશ્રી અનંતસુખથી સત છે. તેઓશ્રીનું વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું છે. તેઓશ્રીનાં સુખ-દુ:ખ ઈન્દ્રિયજન્ય હોતાં નથી. મોહનીયકર્મના અભાવે તેઓશ્રી પરદ્રવ્યની પ્રવૃત્તિ કરી શકતા નથી. શાતાવેદનીયર્મની દીરણાનો તેઓશ્રીને અભાવ હોય છે. આહારની કથાથી પ્રમાદ થવાનો તેઓશ્રીને પ્રસડ આવશે. ભોજનથી નિદ્રાની ઉત્પત્તિનો પ્રસહુ આવશે. તેઓશ્રીને ધ્યાન અને તપના વ્યયનો પ્રસ આવશે. આહાર વિના પણ તેઓશ્રીનું પરમ દારિક શરીર લાંબા કાળ સુધી ટકી શકે છે. પરોપકારની હાનિનો પ્રસંગ આવે. મળમૂત્રાદિનો પ્રસફ આવ્યથી જુગુપ્સા થાય અને વ્યાધિ થવાનો પ્રસ આવશે. ઈત્યાદિ દોષોના કારણે શ્રી કેવલી પરમાત્મા કવલાહાર કરતા નથી. આ બધા જ દોષોનું સ્પષ્ટ રીતે નિરાકરણ આગળના તે તે શ્લોકોથી કરવામાં આવ્યું છે. અઠ્ઠાવીસમા શ્લોક સુધીના શ્લોકોથી, દિગંબરોએ જણાવેલા હેતુઓનું નિરાકરણ ખૂબ જ વિસ્તારથી કર્યું છે. સ્યાદ્વાદકલ્પલતા, અધ્યાત્મમત પરીક્ષા... વગેરે ગ્રંથોમાં દિગંબરોની માન્યતાનું ખૂબ જ વિસ્તારથી નિરાકરણ છે. પરંતુ દાર્શનિક પરિભાષાનું જેમને જ્ઞાન નથી તેવા લોકોને એ સમજવાનું એટલું સરળ નથી. એના પ્રમાણમાં અહીંનું નિરૂપણ સમજવામાં ઘણું જ સરળ છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 58