Book Title: Karmvipak Pratham Karmgranth Author(s): Rasiklal Shantilal Mehta Publisher: Agamoddharak Pratishthan View full book textPage 9
________________ એક વિશેષ વાત. વિવેચનનું શબ્દાંકન અને સંવર્ધન કરનાર સા. શ્રી જિનયશાશ્રીજી અભ્યાસની સાથે સાથે શ્રદ્ધાના ક્ષેત્રે આગે કદમ કરી ચૂક્યા છે. એની પ્રતીતિ કરાવે તેવી એક ઘટના એ છે કે આ લેખનમાં મોહનીયકર્મનાં નિરૂપણનો અધિકાર આવ્યા બાદ કોઈ વિષમ સંયોગે તેમને એવો અહેસાસ થવા માંડ્યો કે હવે આગળનું લેખન મારાથી શક્ય નહિ બને. એક તબક્કે એમણે તેનો પુરુષાર્થ પણ થંભાવી દીધો. કિંતુ શત્રુંજય તીર્થાધિનાયક પરમકૃપાળુ પરમાત્મા શ્રી આદીશ્વરદાદાની સમક્ષ એમણે શ્રદ્ધાભીની પ્રાર્થના કરી કે “પ્રભુ ! આ કાર્ય મારી ગુજાયેશનું પરિણામ નહિ હોય, તારી કૃપાનું જ પરિણામ હશે.” અને તે પછી તેઓ આ વિવેચનનું પૂર્ણ શબ્દાંકન કરવા ભાગ્યશાલી બની શક્યા. એમને અમારાં અગણિત અંતર-આશિષ છે કે તેઓ શ્રદ્ધા-જ્ઞાન અને ચારિત્રના ત્રિવેણીસંગમમાં સ્નાન કરીને આવાં આવાં અન્ય પણ અભ્યાસોપયોગી કાર્યો કરવા ખુશનસીબ બને. અંતે, આ સરલ અને સરસ ગ્રન્થરત્નનાં પઠન-પાઠન દ્વારા સહુ જીવો અષ્ટવિધ કર્મથી મુક્ત થઈને સુખનિધાન સમા શાશ્વત સિદ્ધસ્થાનમાં સુપ્રતિષ્ઠિત થવાનાં પંથે પ્રસ્થાન કરે એ જ અંતર-અભિલાષા. મહાશુદિ પંચમી, વિ.સં. ૨૦૬૨, તા. ૨-૨-૨૦૦૬ શાશ્વત સિદ્ધગિરિ નિશ્રાવર્તી, પાલિતાણા 44 આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વર ચરણ સંરોજચંચરીક વિજયરાજરત્નસૂરિPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 212